ગુજરાતની રાજનીતિમાં સતત ચાલી રહેલી ગડમથલો વચ્ચે નવા પક્ષનો ઉદય, મોટી વોટબેંક સાથે આ નેતાએ કરી શ

ગુજરાતની રાજનીતિમાં સતત ચાલી રહેલી ગડમથલો વચ્ચે નવા પક્ષનો ઉદય, મોટી વોટબેંક સાથે આ નેતાએ કરી શરૂઆત! જાણો વિગતે

03/20/2024 Gujarat

SidhiKhabar

SidhiKhabar

ગુજરાતની રાજનીતિમાં સતત ચાલી રહેલી ગડમથલો વચ્ચે નવા પક્ષનો ઉદય, મોટી વોટબેંક સાથે આ નેતાએ કરી શ
લોકસભાની ચૂંટણીની તારીખની જાહેરાત થઈ ગઈ છે. ત્યારે લગભગ તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા તેમના  મોટા ભાગના ઉમેદવારોનાં નામ જાહેર કરી દેવામાં આવ્યા છે. ત્યારે આદિવાસી નેતા છોટુ વસાવાએ પોતાનો નવો પક્ષ " ભારત આદિવાસી સેના" નામનાં સંગઠનની સ્થાપના કરી છે. સંગઠનનાં હોદ્દેદારોની આગામી ટૂંક સમયમાં જ વરણી કરવામાં આવશે. હાલમાં જ છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવા ભાજપમાં જોડાયા છે. જે બાબતે પિતા છોટુ વસવા તેમનાથી નારાજ છે.


છોટુ વસાવાએ નવા સંગઠનની સ્થાપના કરી

થોડા સમયથી ખુબ જ ચર્ચાય રહેલી ભરૂચ લોકસભા સીટ પર કોંગ્રેસ અને આપ ગઠબંધન દ્વારા સાથે લોકસભાની ચૂંટણી લડશે તેવી જાહેરાત કરવામાં આવી છે. બંને ઉમેદવારો દ્વારા જીત હાંસીલ કરવા માટે એડીચોટીનું જોડ લગાવવામાં આવી રહ્યું છે. ત્યારે આપ દ્વારા ચૈતર વસાવાને લોકસભાના ઉમેદવાર જાહેર કર્યા છે. તો બીજી તરફ ભાજપ દ્વારા મનસુખ વસાવાને ટિકીટ આપવામાં આવી છે. ત્યાં જ છોટુ વસાવાએ નવા સંગઠનની સ્થાપના કરતા તેઓ દ્વારા પણ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવામાં આવે તેવી શક્યતાઓ વ્યક્ત થઇ રહી છે.


પિતા પુત્ર વચ્ચે ખટરાગ વધ્યો હતો

પિતા પુત્ર વચ્ચે ખટરાગ વધ્યો હતો

BTP ના અધ્યક્ષ મહેશ વસાવા તાજેતરમાં જ તેઓનાં સમર્થકો સાથે ભાજપમાં જોડાયા હતા. મહેશ વસાવા દ્વારા ભાજપમાં જોડાવાની જાહેરાત કરતા તેઓનાં પિતા છોટુ વસાવાએ નારાજગી વ્યક્ત કરી હતી. જેથી પિતા પુત્ર વચ્ચે ખટરાગ વધ્યો હતો. તેમજ આ બાબતે જે તે સમયે છોટુ વસાવાએ નિવેદન આપ્યું હતું કે, સમાજ છોડીને કેમ જાય છે, તે મહેશ વસાવાને પૂછો. કોઈ તો કારણ હશે ને તે જવાબ આપશે. મહેશ વસાવાની ભાજપમાં જોડાવાની જાહેરાત બાદ બંને પિતા-પુત્ર વચ્ચે ઘમાસાણ મચ્યું હતું.


વર્ષ 2017માં મહેશ વસાવા દેડિયાપાડા બેઠક જીત્યા હતા

વર્ષ 2017માં મહેશ વસાવા દેડિયાપાડા બેઠક જીત્યા હતા

લોકસભાની ચૂંટણી લઈ ભાજપએ ભરૂચ બેઠક પર આમ આદમી પાર્ટી ઉમેદવાર ચૈતર વસાવા સામે મજબૂત ટક્કર લેવા માટે રાજકીય ચોગઠા ગોઠવવાનું શરૂ કરી દીધું છે. જેનો માસ્ટર સ્ટોક પ્રથમ મહેશ વસાવાને ભાજપમાં લઈ જવાનો કહી શકાય. અત્રે જણાવીએ કે, ભરૂચમાં 7 વિધાનસભામાંથી 6 ભાજપ પાસે છે. ત્યારે એક ડેડિપાડા બેઠક પર આપનો પ્રભાવ છે અને જ્યાં ટક્કર લેવા માટે મહેશ વસાવાને ભાજપમાં જોડયા છે.

દક્ષિણ ગુજરાતના ડાંગથી ઉત્તર ગુજરાતના દાંતા સુધીના બેલ્ટમાં આદિવાસીઓની એક કરોડ જેવી વસ્તી છે. ચૂંટણીમાં આદિવાસી મતદારો નિર્ણાયક સાબિત થાય છે. દેડિયાપાડા વિધાનસભા બેઠક 2017માં BTPના ઉમેદવાર એટલે કે મહેશ વાસાવા જીત્યા હતા. મહેશ વસાવાએ ભારતીય જનતા પાર્ટીના મોતીલાલ વસાવાને 21,751 મતોથી મ્હાત આપી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top