ભારતના આ શહેરએ અબજપતિઓની રેસમાં ચીનને પછાડી હાંસલ કર્યું આ સ્થાન, જાણો વિગતે

ભારતના આ શહેરએ અબજપતિઓની રેસમાં ચીનને પછાડી હાંસલ કર્યું આ સ્થાન, જાણો વિગતે

03/26/2024 Business

SidhiKhabar

SidhiKhabar

ભારતના આ શહેરએ અબજપતિઓની રેસમાં ચીનને પછાડી હાંસલ કર્યું આ સ્થાન, જાણો વિગતે

માયાનગરી મુંબઈએ સાત વર્ષ બાદ ફરી અબજોપતિઓના શહેર તરીકે એશિયામાં નંબર વનનું સ્થાન પરત મેળવી લીધું છે. મુંબઈ હવે વૈશ્વિક ફલક પર ન્યુયોર્ક અને લંડન જેવા શહેરો બાદ અબજોપતિઓની દ્રષ્ટિએ વિશ્વમાં ત્રીજા સ્થાને છે. ન્યુયોર્ક 119 અબજોપતિઓ સાથે પહેલા સ્થાને, 97 અબજપતિઓ સાથે લંડન બીજા સ્થાને અને ત્યાર બાદ ત્રીજા સ્થાને હવે મુંબઈ શહેરનો સમાવેશ થાય છે.


ચીનમાં અબજોપતિઓની સંખ્યામાં ઘટાડો

ચીનમાં અબજોપતિઓની સંખ્યામાં ઘટાડો

એરોનની યાદી અનુસાર મુંબઈ શહેરએ 26 નવા અબજોપતિઓનો ઉમેરો કરીને ચીનની રાજકીય અને સાંસ્કૃતિક મૂડીને પાછળ છોડી દીધી છે. બેઇજિંગમાં એક વર્ષમાં 18 અબજોપતિઓ હવે કરોડપતિ બની ગયા છે. એટલે કે તે અબજોપતિઓની યાદીમાંથી બહાર થઈ ગયા છે. હવે બેઇજિંગમાં માત્ર 91 અબજોપતિ રહ્યા છે જે વિશ્વમાં ચોથા અને એશિયામાં બીજા ક્રમે છે. પાંચમા સ્થાને 87 અબજપતિઓ સાથે શાંઘાઈ શહેર છે.


મુંબઈમાં એનર્જી અને ફાર્માસ્યુટિકલ્સ જેવા સેક્ટરમાંથી ખુબ કમાણી

મુંબઈના તમામ અબજોપતિઓની કુલ સંપત્તિ 445 બિલિયન ડોલર છે. જે ગયા વર્ષ કરતા 47% વધુ છે. જ્યારે બેઇજિંગના અબજોપતિઓની કુલ સંપત્તિ 265 બિલિયન  ડોલર છે. જે ગયા વર્ષની સરખામણીમાં 28% ઓછું છે. મુંબઈમાં એનર્જી અને ફાર્માસ્યુટિકલ્સ જેવા સેક્ટરમાંથી ખુબ કમાણી થઈ છે. જો આપણે વિશ્વના અમીરોની યાદી વિશે વાત કરીએ તો મુકેશ અંબાણીની સંપત્તિમાં સારી વૃદ્ધિ થઈ છે અને મુંબઈ તેમનો ગઢ છે. તે હાલમાં ધનકુબેરોની યાદીમાં 10માં સ્થાને છે. તેમની મજબૂત સ્થિતિ  જાળવી રાખવામાં સફળતાનો શ્રેય મુખ્યત્વે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને જાય છે.


આ અબજોપતિઓના કારણે મુંબઈ અબજોપતિ શહેર

આ અબજોપતિઓના કારણે મુંબઈ અબજોપતિ શહેર

ગૌતમ અદાણીની સંપત્તિમાં નોંધપાત્ર વધારો થતાં તેમને વૈશ્વિક સ્તરે 15મા સ્થાને છે. HCLના શિવ નાદર અને તેમના પરિવારની સંપત્તિ અને વૈશ્વિક રેન્કિંગ બંનેમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. તે 16 સ્થાનની છલાંગ લગાવીને 34મા સ્થાને પહોંચવામાં સફળ રહયા છે. તેનાથી વિપરીત સીરમ ઇન્સ્ટિટ્યૂટના સાયરસ એસ પૂનાવાલાની નેટવર્થ નજીવી રીતે ઘટીને 82 બિલિયન ડોલર થઈ છે. તે 9 સ્થાન ઘટીને 55મા સ્થાને આવી ગયા છે.

સન ફાર્માસ્યુટિકલ્સના દિલીપ સંઘવી 61મું સ્થાન અને કુમાર મંગલમ બિરલા 100મું સ્થાન હાંસલ કરી મુંબઈમાં ફાળો આપે છે. રાધાકિશન દામાણીની તેમની સંપત્તિમાં સાધારણ પરંતુ સતત વધારો થયો છે. DMart ની સફળતાથી પ્રેરિત તેમને આઠ સ્થાન ઉપર 100માં સ્થાને લઈ ગયા છે. આ અબજોપતિઓના કારણે મુંબઈ આજે અબજોપતિઓના શહેરની બાબતમાં ચીનને પાછળ છોડી દીધું છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top