ઘરની આ વ્યક્તિએ જ .....! આત્મહત્યાના કેસનો આ રીતે થયો પર્દાફાશ, જાણો સમગ્ર ઘટના

ઘરની આ વ્યક્તિએ જ .....! આત્મહત્યાના કેસનો આ રીતે થયો પર્દાફાશ, જાણો સમગ્ર ઘટના

01/30/2024 Shocking Stories

SidhiKhabar

SidhiKhabar

ઘરની આ વ્યક્તિએ જ .....! આત્મહત્યાના કેસનો આ રીતે થયો પર્દાફાશ, જાણો સમગ્ર ઘટના

વલસાડના પારડીના ગોયમા ગામે સસરા અને સાળાએ જમાઈનું ગળુ દબાવી ઢીમ ઢાળી દીધાનો કિસ્સો પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઈ હતી. આરોપી સસરાએ પુત્રની મદદથી પરિવારની ગેરહાજરીમાં નિંદ્રામાં પોઢી રહેલા જમાઈનું ઓઢણી વડે ગળુ દબાવી હત્યા કર્યા બાદ જમાઈએ આપઘાત કર્યો હોવાનું જણાવી તરકટ રચ્યું હતું. કપરાડા CHCમાંથી આવેલી વરદી બાદ પારડી પોલીસે લાશનું પોસ્ટ મોર્ટમ કરાવતા યુવકને ગળે ટુંપો આપી હત્યા નિપજાવી હોવાનું સામે આવ્યું છે. પારડી પોલીસની ટીમે ઝીણવટ ભરી રીતે તપાસ કરતા યુવકની હત્યા સસરાએ કરી હોવાની વાત સામે આવી છે.


પોસ્ટ મોર્ટમના રિપોર્ટથી વાત સામે આવી

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ગોય ખાતે રહેતા વિનોદભાઈ ગુલાબભાઈ પટેલના જમાઈએ  રૂમમાં ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાનું જણાવી યુવકના સસરા અને પરિવારના સભ્યો સારવાર માટે કપરાડા CHC સેન્ટર ખાતે લઈ ગયા હતા. જ્યાં ફરજ ઉપરના તબીબે પારડી પોલીસને ઘટનાની જાણ કરતા પારડી પોલીસે કેસની નોંધ લઈને યુવકની લાશને પોસ્ટ મોર્ટમ માટે ખસેડવામાં આવી હતી. યુવકની લાશનું પોસ્ટ મોર્ટમ  કરાવતા પ્રાથમિક રિપોર્ટમાં ગળે ટુંપો આપી યુવકની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવતા પોલીસે ઝીણવટ ભરી તપાસ હાથ ધરી હતી.


મૃતકે તેની પત્ની અને સાસુને માર માર્યો હતો

આ બાબતે પારડી પોલીસે યુવકના સસરાની સઘન પૂછપરછ કરતા માલુમ પડ્યું કે, 26મી જાન્યુઆરીના રોજ અગમ્ય કારણોસર રિતેશ પટેલે તેની પત્ની અને સાસુને માર માર્યો હતો. અને ત્યાંથી જતો રહ્યો હતો. સાંજે રિતેશ નશામાં ધૂત થઇ પરત ઘરે આવ્યો હતો. ત્યારે રીતેશના સસરાએ તેની દીકરી અને પત્નીને કેમ માર માર્યો હોવાનું પૂછતાં કોઈ યોગ્ય જવાબ ન આપ્યો હતો. ઉપરથી શાંતિથી વાત કરવા છતાં જમાઈ ન સમજતા ગુસ્સે ભરાયેલા વિનોદભાઈએ 17 વર્ષીય સગીર પુત્રની મદદ લઈને જમાઈને ગળે ટુંપો આપી હત્યા કરી નાખી હતી.


ત્યારબાદ હત્યાની સમગ્ર ઘટનાને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. વિનોદભાઈએ મોટી દીકરીના લગ્નના પહેલા આ હત્યા કરી નાખી હોવાની કબૂલાત કરી હતી. પારડી પોલીસે આ કેસમાં સસરા અને સાળા વિરૂદ્ધ ગુના નોંધી સસરાની પરપકડ કરી જેલ ભેગો કર્યો છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top