VIDEO: કલમ 370 હટાવ્યા બાદ પહેલીવાર જમ્મુ કાશ્મીર પહોંચેલા પીએમ મોદીએ કાશ્મીરી નાગરિકોને સંબોધત

VIDEO: કલમ 370 હટાવ્યા બાદ પહેલીવાર જમ્મુ કાશ્મીર પહોંચેલા પીએમ મોદીએ કાશ્મીરી નાગરિકોને સંબોધતા કહ્યું કે, મોદી કાશ્મીરીઓના પ્રેમનું....., જુઓ વિડીઓ

03/07/2024 Videos

SidhiKhabar

SidhiKhabar

VIDEO: કલમ 370 હટાવ્યા બાદ પહેલીવાર જમ્મુ કાશ્મીર પહોંચેલા પીએમ મોદીએ કાશ્મીરી નાગરિકોને સંબોધત

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ આજે પ્રથમ વખત કાશ્મીરના શ્રીનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિશાળ રેલી યોજાઈ હતી. પીએમ મોદીએ કહ્યું કે, 'પૃથ્વી પરના સ્વર્ગમાં આવવાનો આ અહેસાસ અદભૂત છે. અમે દાયકાઓથી આ નવા જમ્મુ-કાશ્મીરની રાહ જોઈ રહ્યા હતા. જમ્મુ-કાશ્મીર ફક્ત ક્ષેત્ર નહીં પણ ભારતનું મસ્તક છે.


કાશ્મીરીઓ વિશે કહી આ વાત

કાશ્મીરીઓ વિશે કહી આ વાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાશ્મીરી નાગરિકોને સંબોધતા કહ્યું હતું કે, 'મોદી કાશ્મીરીઓના પ્રેમનું  ઋણ ચૂકવવામાં કોઈ કસર નહીં છોડે. 2014 બાદ હું જ્યારે પણ આવ્યો મેં એ જ કહ્યું કે, હું આ મહેનત તમારા દિલ જીતવા કરી રહ્યો છું. અને હું એ દિશામાં આગળ વધી રહ્યો છું.' આ પહેલા તેમણે યુવા ઉદ્યમીઓ સાથે પણ વાતચીત કરી હતી.


રમઝાન મહિનાની પહેલાથી શુભેચ્છા પાઠવી

વડાપ્રધાન મોદીએ આ દરમિયાન જમ્મુ-કાશ્મીરથી આગામી અમુક દિવસમાં શરૂ થનારા પવિત્ર રમઝાન મહિનાની શુભેચ્છા પાઠવી હતી. આ સૌની વચ્ચે તેમણે પરિવારવાદનો મુદ્દો ઊઠાવીને વિપક્ષ સામે નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, 'આ લોકોએ હંમેશા મારા પર શાબ્દિક હુમલા કર્યા છે.' કલમ 370નો ઉલ્લેખ કરતાં પીએમ મોદીએ કહ્યું હતું કે, 'તેનો કોઈ ફાયદો જ નહોતો. આજે તે હટી ગયા બાદ બધાને સમાન અધિકાર અને સમાન અવસર મળી રહ્યા છે. મેં હંમેશા જમ્મુ-કાશ્મીરને મારો પરિવાર માન્યો છે.'



1400 કરોડના પ્રવાસન સંબંધિત પ્રોજેક્ટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રીનગરના બક્ષી સ્ટેડિયમ ખાતે 'ડેવલપ ઈન્ડિયા ડેવલપ જમ્મુ' અને કાશ્મીર કાર્યક્રમમાં હાજરી આપી હતી. અને કેન્દ્રશાસિત પ્રદેશમાં કૃષિ અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે આશરે રૂ. 5,000 કરોડની યોજનાઓનું ઉદ્ઘાટન કર્યું હતું. આમાં 'સ્વદેશ દર્શન' અને 'પ્રસાદ' (તીર્થસ્થાન કાયાકલ્પ અને આધ્યાત્મિક, હેરિટેજ પ્રમોશન ડ્રાઇવ) યોજનાઓ હેઠળ રૂપિયા 1,400 કરોડથી વધુના પ્રવાસન ક્ષેત્ર સાથે સંબંધિત રાષ્ટ્રવ્યાપી પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે, જેમાં સંકલિત વિકાસ માટેનો પ્રોજેક્ટ પણ સામેલ છે.


6400 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું કર્યું અનાવરણ

બક્ષી સ્ટેડિયમમાં જાહેર સભાને સંબોધતા પહેલા વડાપ્રધાન મોદીએ 6400 કરોડ રૂપિયાના અનેક વિકાસ પ્રોજેક્ટનું અનાવરણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને શ્રીનગરના નાના રસ્તાઓ પણ સીલ કરી દેવામાં આવ્યા હતા. સ્ટેડિયમની બહાર 24 કલાક અગાઉથી બેરિકેડિંગ કરવામાં આવ્યું હતું.



કેન્દ્ર સરકારે કલમ 370 ની જોગવાઈઓને રદ કરી

ઉલ્લેખનીય છે કે, 5 ઓગસ્ટ, 2019ના રોજ ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે કલમ 370 ની જોગવાઈઓને રદ કરી હતી. અને અગાઉના પૂર્ણ રાજ્યનો દરજ્જો ધરાવતા રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશો જમ્મુ અને કાશ્મીર તથા લદ્દાખ તરીકે વિભાજિત કરી દીધું હતું. પીએમ મોદીની મુલાકાતને ધ્યાનમાં રાખીને શ્રીનગરમાં વડાપ્રધાનની મુલાકાતના રૂટ પર આવતી ઘણી શાળાઓ બુધવાર અને ગુરુવાર માટે બંધ કરવામાં આવી હતી. જ્યારે એવા પણ અહેવાલ છે કે, બોર્ડની પરીક્ષાઓ આવતા મહિના સુધી સ્થગિત કરવામાં આવી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top