6 હજાર વર્ષ જૂની ગુફામાં મળ્યા સૌથી જૂના બૂટ, હેરાન કરે છે ડિઝાઇન, જાણો કઇ વસ્તુથી બન્યા છે

6 હજાર વર્ષ જૂની ગુફામાં મળ્યા સૌથી જૂના બૂટ, હેરાન કરે છે ડિઝાઇન, જાણો કઇ વસ્તુથી બન્યા છે

10/02/2023 Specials

SidhiKhabar

SidhiKhabar

6 હજાર વર્ષ જૂની ગુફામાં મળ્યા સૌથી જૂના બૂટ, હેરાન કરે છે ડિઝાઇન, જાણો કઇ વસ્તુથી બન્યા છે

યૂરોપમાં સૌથી જૂના બૂટ મળી આવ્યા છે, જે 6,000 વર્ષો કરતા પણ વધુ સમયથી એક ગુફાની અંદર પડ્યા હતા. આ એક સ્પેનિશ ચામચીડિયાની ગુફા છે. આટલા વર્ષો વિત્યા છતા ત્યાંથી મળેલા બૂટ એકદમ સુરક્ષિત હતા, જેની ડિઝાઇન હેરાન કરે છે. વૈજ્ઞાનિક પણ આ બૂટ જોઈને ચોંકી ગયા. આ શોધ આપણાં નવાપાષણકાલીન પૂર્વજોની અદ્દભુત સ્કિલ અને ક્રાફ્ટ દેખાડે છે.


કઇ વસ્તુથી બન્યા છે આ બૂટ?

ડેઇલી મેઇલના રિપોર્ટ મુજબ, આ બૂટ જટિલ રૂપે બનાવવામાં આવેલા ટોપલા અને લાકડાની કલાકૃતિઓ સાથે બનાવવામાં આવ્યા છે. જ્યારે વૈજ્ઞાનિકોની એક ટીમે આ પ્રીહિસ્ટોરિક પ્લિમસોલ્સની તપાસ કરી તો તેમને જાણવા મળ્યું કે, સૌથી જૂના બુટ એસ્પાર્ટો ઘાસ નામના રેસાઓથી વણવામાં આવેલા એક ચપ્પલ હતા, જે આધુનિક એસ્પેડ્રિલ બૂટ સાથે ખૂબ સમાનતા ધરાવે છે. આ બૂટ વર્ષ 2008મા આર્મેનિયામાં શોધવા આવેલા 5,500 વર્ષ જૂના ચામડાના બૂટથી પણ જૂના થઈ ગયા છે.


કાર્બન ડેટિંગથી મળી આ જાણકારી:

કાર્બન ડેટિંગથી મળી આ જાણકારી:

કાર્બન ડેટિંગથી ખબર પડી કે કલાકૃતિઓનો સંગ્રહ અગાઉના અનુમાનથી લગભગ 2,000 વર્ષ જૂનો હતો. ગુફાની અંદર મળી આવેલી અન્ય વસ્તુઓમાં વણવામાં આવેલા ટોપલાના એક સેટ સાથે જ લાકડીના સાધારણ ઉપકરણ જેમ કે હથોડા અને અણીદાર છડી સામેલ છે. સંશોધનકર્તાઓને જાણવા મળ્યું કે, 76 વસ્તુઓમાં કેટલાકનું નિર્માણ 9,500 વર્ષ અગાઉ થયું હતું, જેથી એ પ્રારંભિક શિકારી-સંગ્રહકર્તા સમાજો વચ્ચે ટોપલા બનાવવાનું પહેલું એવિડેન્સ બની ગયું.


અત્યાર સુધી કેવી રીતે સુરક્ષિત રહ્યા બૂટ?

અત્યાર સુધી કેવી રીતે સુરક્ષિત રહ્યા બૂટ?

આ બૂટ અંગે સૌથી હેરાનીની વાત એ છે કે 6,000 વર્ષો બાદ પણ તે એકદમ સુરક્ષિત છે. આખરે એ બૂટ આટલા વર્ષો સુધી સુરક્ષિત કેવી રીતે રહ્યા? એવું ગુફાની સંરચના અને સ્થાનના કારણે સંભવ થઈ શક્યું છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ઠંડી અને શુષ્ક હવા ગુફામાંથી થઈને પસાર થતી હતી, જેથી અંદર હ્યુમિડિટી ઓછી રહેતી હતી અને બેક્ટેરિયા ફેલાતા રોકી શકાતા હતા, જે આ કલાકૃતિઓને નષ્ટ કરી શકતા હતા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top