IPL પહેલા RCBના આ માનીતા ખેલાડીની હેર સ્ટીલ થઇ વાયરલ, ચાહકો થયા ઓળઘોળ, જુઓ તસ્વીરો

IPL પહેલા RCBના આ માનીતા ખેલાડીની હેર સ્ટીલ થઇ વાયરલ, ચાહકો થયા ઓળઘોળ, જુઓ તસ્વીરો

03/19/2024 Sports

SidhiKhabar

SidhiKhabar

IPL પહેલા RCBના આ માનીતા ખેલાડીની હેર સ્ટીલ થઇ વાયરલ, ચાહકો થયા ઓળઘોળ, જુઓ તસ્વીરો

IPL 2024માં વિરાટ કોહલીની વાપસીની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (આરસીબી)ની ટીમનો ભાગ બની વિરાટ કોહલી જ્યારે મેદાન પર ઉતરશે, તો ચાહકોને કોહલી નવા ઈન્ટેન્સ લુકમાં જોવા મળશે. સેલિબ્રિટી હેરસ્ટાઈલિસ્ટ આલિમ હકીમે વિરાટ કોહલીના નવા હેરકટના ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે, જે થોડા જ સમયમાં ખુબ વાયરલ થઈ ગયા છે.


વિરાટ કોહલીની નવી હેરસ્ટાઈલ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે. એક યુઝરે લખ્યું, 'ડેશિંગ લુક. તો બીજા યુઝરે લખ્યું, 'બેસ્ટ એવર પિક.' તમને જણાવી દઈએ કે કોહલીના ફેન્સ તેને મેદાનમાં જોવા માટે આતુર છે. કોહલી છેલ્લા બે મહિનાથી મેદાનથી દૂર છે. વિરાટ કોહલી ગયા મહિને જ બીજી વખત પિતા બન્યા છે.   


વિરાટ કોહલીએ બીસીસીઆઈ પાસેથી પર્સનલ લીવ લીધી હતી

વિરાટ કોહલીએ બીસીસીઆઈ પાસેથી પર્સનલ લીવ લીધી હતી

વિરાટે પોતાની છેલ્લી મેચ જાન્યુઆરીમાં રમી હતી. અને ત્યાર બાદથી તેને ક્રિકેટથી બ્રેક લીધો હતો. વિરાટ કોહલીએ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) પાસેથી પર્સનલ લીવ લીધી હતી. ત્યારે હવે આઈપીએલ 2024માં તેમના ફોર્મ પર સૌની નજર છે. વિરાટ કોહલી આઈપીએલની પહેલી સીઝનથી જ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (આરસીબી) માટે રમી રહ્યા છે. વુમન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યૂપીએલ)નો ખિતાબ આ વખતે આરસીબીએ જીત્યો છે. અને ચાહકોને આશા છે કે, આઈપીએલમાં પણ આરસીબી ટ્રોફી જીતશે. દરમિયાન વિરાટ કોહલી ટીમ માટે ખૂબ મહત્વનો ખેલાડી મનાય છે.


આઈસીસી ટી20 વર્લ્ડ કપમાં વિરાટ

આઈપીએલ પૂરી થતાની સાથે આઈસીસી ટી20 વર્લ્ડ કપ 2024 પણ શરૂ થવાનો છે. જે 2 જૂનથી વેસ્ટઈન્ડિઝ અને અમેરિકાની મેજબાનીમાં રમાવાની છે. વિરાટ કોહલીને લઈને  દાવો કરવામાં આવ્યો છે કે, આઈસીસી ટી20 વર્લ્ડ કપ માટે સ્કવોડમાં તેમનું સ્થાન પૂરા પ્રકારે પાક્કુ નથી. 



તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top