ગુજરાતના આ જાણીતા શહેરમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા, કેવી રીતે પોલીસની સામે મિનિટોમાં બનાવ્યું

ગુજરાતના આ જાણીતા શહેરમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા, કેવી રીતે પોલીસની સામે મિનિટોમાં બનાવ્યું આ નકલી.., જાણો સમગ્ર મામલો

03/21/2024 Gujarat

SidhiKhabar

SidhiKhabar

ગુજરાતના આ જાણીતા શહેરમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા, કેવી રીતે પોલીસની સામે મિનિટોમાં બનાવ્યું

સુરત શહેરમાં હજુ ગઈકાલે જ બનાવટી પનીર પકડાયાના બીજા જ દિવસે સુરત પાલિકાના રાંદેર ઝોનમાંથી નકલી ઘી બનાવવાનું કારખાનું ઝડપી પડાયું છે. રાંદેર ઝોનના ગોગા ચોક વિસ્તારમાંથી ડાલ્ડા ઘીમાં સોયાબીનનું તેલ, હળદર, તેમજ  કેમિકલ નાખી ઘી બનાવામાં આવી રહ્યું હતું. પાલિકા દ્વારા આવા શંકાસ્પદ ઘીનો 225 કિલોનો જથ્થો જપ્ત કરાયો હતો. અને રાંદેર પોલીસ સ્ટેશનમાં બનાવ અંગે ફરિયાદ નોંધાવી તપાસ હાથ ધરી હતી. 


તમામ ધીના ડબ્બા પર બ્રાન્ડેડ ઘીના લેબલ

તમામ ધીના ડબ્બા પર બ્રાન્ડેડ ઘીના લેબલ

દક્ષિણ ગુજરાતના વલસાડથી બનાવટી પનીર સુરતમાં ઘુસાડીને શહેરના રેસ્ટોરન્ટ હોટલમાં સપ્લાય કરવામાં આવી રહ્યું હતું. ત્યારબાદ બીજા દિવસે સુરત પાલિકાના રાંદેર ઝોનમાં નકલી ઘી બનાવવાનું કારખાનું ઝડપાતા તંત્ર દોડતું થયું હતું. 

રાંદેર ઝોનમાં ગોગા ચોક વિસ્તારમાં રાજેશ પટેલ નામના વ્યક્તિ દ્વારા નકલી ઘી બનાવવામાં આવતું હોવાની માહિતી પાલિકાને મળી હતી. આ વ્યક્તિ દ્વારા વનસ્પતિ ઘી, રાગ વનસ્પતિ ઘી, જેમીની સોયાબીન તેલ, હળદર તથા સુગંધી ફ્લેવર્ડનું ભેળસેળ કરી શુદ્ધ ઘીના નામે બનાવટી ઘી વેચવામાં આવી રહ્યું હતું. આ તમામ ધીના ડબ્બા પર બ્રાન્ડેડ ઘીના લેબલ લગાવવામાં આવતા હતા. ઉપરાંત આ ઘીનો જથ્થો  શહેરના જુદા જુદા વિસ્તારની ડેરીમાં પણ વેચાણ અર્થે મોકલવામાં આવી રહ્યો હતો.


મીનીટોમાં વિવિધ વસ્તુઓના ઉપયોગથી બનાવટી ઘી બનાવ્યું

મીનીટોમાં વિવિધ વસ્તુઓના ઉપયોગથી બનાવટી ઘી બનાવ્યું

સુરત પાલિકાના રાંદેર ઝોને ગોગા ચોક વિસ્તારમાંથી બનાવટી ઘીનું કારખાનું ઝડપી પાડ્યા બાદ પાલિકાના આરોગ્ય વિભાગે રાંદેર પોલીસ મથકે જાણવા જોગ ફરિયાદ નોંધાવી છે અને તેની પોલીસ દ્વારા અટકાયત પણ કરાઈ હતી. દરમિયાન આ આરોપીએ ગણતરીની મિનિટોમાં પોલીસ સ્ટેશનમાં જ બનાવટી ઘી કઈ રીતે બને છે તેનો ડેમો બતાવીને બનાવટી ઘી બનાવી દીધું હતું. ગણતરીની મીનીટોમાં વિવિધ વસ્તુનો ઉપયોગ કરીને બનાવટી ઘી બનતું જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top