1 જાન્યુઆરી અગાઉ કરી લેજો આ કામ નહિતર ભંગાર થઇ શકે છે તમારું Laptop, Microsoftએ લીધો આ નિર્ણય

1 જાન્યુઆરી અગાઉ કરી લેજો આ કામ નહિતર ભંગાર થઇ શકે છે તમારું Laptop, Microsoftએ લીધો આ નિર્ણય

12/27/2023 Sci-Tech

SidhiKhabar

SidhiKhabar

1 જાન્યુઆરી અગાઉ કરી લેજો આ કામ નહિતર ભંગાર થઇ શકે છે તમારું Laptop, Microsoftએ લીધો આ નિર્ણય

Microsoftએ એક મોટો નિર્ણય લીધો છે. તેના કારણે ઘણા લોકોને ઝટકો લાગી શકે છે કેમ કે તેમનું લેપટોપ (Laptop) ભંગારમાં બદલાઇ જશે. એટલે તમારે પણ સમય રહેતા કેટલાક બદલાવ કરી લેવા જોઇએ. તેની મદદથી તમારું Laptop બચી શકે છે, પરંતુ તમારે સમય રહેતા જ આ નિર્ણય લેવા પડશે. ઘણા લોકોનું Laptop ફેબ્રુઆરી સુધીમાં એકદમ ડેડ થઇ શકે છે.


Windows 10 સપોર્ટને પૂરી રીતે બંધ કરવા જઇ રહી છે કંપની

Windows 10 સપોર્ટને પૂરી રીતે બંધ કરવા જઇ રહી છે કંપની

ઉલ્લેખનીય છે કે Microsoft Windows 10 સપોર્ટને પૂરી રીતે બંધ કરવા જઇ રહી છે. એવામાં તમારું Laptop જરાય અપડેટ નહીં હોય અને નવા સોફ્ટવેર અને ચેન્જ તમને મળવાના નથી. તેનાથી બચવા માટે તમારે આજે જ નિર્ણય લેવો જોઇએ. Laptop બચાવવા માટે તમે Windows વર્ઝનમાં બદલાવ કરી શકો છો. એમ કરવાથી પણ તમારું Laptop સુરક્ષિત થઇ શકે છે, પરંતુ પહેલા તમારે એ નિર્ણય લેવો પડશે. સરકારો માટે એક મોટી પરેશાની ઊભી થઇ શકે છે કે તેના કારણે ઇ વેસ્ટ (E-Waste) ખૂબ તૈયાર થઇ જશે અને સરાકરો તેનાથી બચવા માટે પ્લાનિંગ પણ કરી રહી છે.


કંપની Windows માટે નવા વર્ઝન પર કામ કરી રહી છે

કંપની Windows માટે નવા વર્ઝન પર કામ કરી રહી છે

આ એક નિર્ણય લગભગ 480 મિલિયન કિલોગ્રામ વેસ્ટ તૈયાર કરી શકે છે કેમ કે તેના કારણે લગભગ 240 મિલિયન PC જરાય કામ કરવાના નથી. બચવા માટે તમારે સૌથી પહેલા પોતાના PCના વિન્ડો વર્ઝનને ચેન્જ કરાવી લેવું જોઇએ. Microsoft હવે પોતાનું ફોકસ ચેન્જ કરવાનું છે. કંપની Windows માટે નવા વર્ઝન પર કામ કરી રહી છે. તેનાથી કંપની પોતાના નવા સોફ્ટવેરમાં નવા ફીચર્સ એડ કરી શકશે. તો આ જ કરણ છે કે Microsoft Windowsના જૂના વર્ઝન પર વધારે સમય લગાવવા માગતી નથી. હાલમાં કંપની તરફથી તેના પર કોઇ સ્પષ્ટતા સામે આવી નથી, પરંતુ PC બચાવવા માટે તમારે આજે જ Windows વર્ઝન ચેન્જ કરાવી લેવું જોઇએ. આ જ કારણ છે કે તમારે 1 જાન્યુઆરી અગાઉ જ પોતાનું PC અપડેટ કરાવી લેવું જોઇએ.


Microsoftની ઓક્ટોબર 2028 સુધી સિક્યોરિટી અપડેટ પ્રદાન કરવાની યોજનાની

Microsoftની ઓક્ટોબર 2028 સુધી સિક્યોરિટી અપડેટ પ્રદાન કરવાની યોજનાની

માઇક્રો સોફ્ટનું ઉદ્દેશ્ય ઓકટોબર 2025 સુધી Windows 10 માટે સપોર્ટ બંધ કરવાનું છે. કહેવામાં આવી રહ્યું છે કે OSના નેક્સ્ટ જનરેશનના PCમાં એડવાન્સ આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ ટેકનોલોજી લાવવાની આશા છે, જે સંભવિત રૂપે મંદ PC બજારને બૂસ્ટ આપી શકે છે. જો કે, Microsoftએ ઓક્ટોબર 2028 સુધી આજની વાર્ષિક કિંમત પર Windows 10 માટે સિક્યોરિટી અપડેટ પ્રદાન કરવાની યોજનાની જાહેરાત કરી છે. તેનો અર્થ છે કે યુઝર્સને Windows 10ના એક્સટેન્ડેડ વર્ઝન માટે અલગથી ચૂકવણી કરવી પડશે. કેનાલિસે કહ્યું કે, જો એક્સટેન્ડેડ Windows 10 સપોર્ટ માટે પ્રાઇઝિગ સ્ટ્રક્ચર ભૂતકાળના રૂપમાં રહે છે તો નવા PC પર શિફ્ટ કરવાનું વધુ કોસ્ટ ઇફેક્ટિવ થઇ શકે છે. તેનાથી ભંગાર બનનાર PCની સંખ્યા વધી શકે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top