આજે આ સમયે ઈસરોના સેટેલાઈટ INSAT-3DSનું થશે લોન્ચિંગ, આ 4 જગ્યા પર જોઈ શકશો લાઈવ,જાણો વિગત

આજે આ સમયે ઈસરોના સેટેલાઈટ INSAT-3DSનું થશે લોન્ચિંગ, આ 4 જગ્યા પર જોઈ શકશો લાઈવ,જાણો વિગત

02/17/2024 Sci-Tech

SidhiKhabar

SidhiKhabar

આજે આ સમયે ઈસરોના સેટેલાઈટ INSAT-3DSનું થશે લોન્ચિંગ, આ 4 જગ્યા પર જોઈ શકશો લાઈવ,જાણો વિગત

ભારતનું સૌથી એડવાન્સ હવામાન સેટેલાઈટ INSAT-3DS 17 ફેબ્રુઆરી 2024ની સાંજે 5 વાગ્યેને 35 મિનિટે લોન્ચ કરવામાં આવશે. લોન્ચિંગ શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરના બીજા લોન્ચ પેડ GSLV-F14 રોકેટથી થશે..

આ સાતમી વખત લોન્ચ થવા જાઈ રહ્યું છે. ઈનસેટ સિરિઝની પહેલાની તમામ સેટેલાઈટ્સને વર્ષ 2000થી 2004ની વચ્ચે લોન્ચ કરવામાં આવ્યું હતું. જેનાથી સંચાર, ટીવી બ્રોડકાસ્ટ અને હવામાન સંબંધિત જાણકારીઓ મળી રહી હતી. આ સેટેલાઈટ્સમાં 3એ, 3ડી અને 3ડી પ્રાઈમ સેટેલાઈટસની પાસે હવામાન સંબંધિત મશીન લાગ્યા છે.


આ વખતના લોન્ચિંગમાં શું છે ખાસ?

આ વખતના લોન્ચિંગમાં શું છે ખાસ?

આ લોન્ચિંગમાં 3 મોટી સિદ્ધીઓ હાંસલ થવાની છે. આ GSLV રોકેટની 16મી ઉડાન છે. સ્વદેશી ક્રાયો સ્ટેજની 10મી ઉડાન છે. આ સ્વદેશી ક્રાયો સ્ટેજની સાતમી ઓપરેશનલ ફ્લાઈટ હશે. આ સેટેલાઈટનો મુખ્ય ઉદ્દેશ્ય જમીન, દરિયો, હવામાન અને ઈમરજન્સી સિગ્નલ સિસ્ટમની જાણકારી આપવાનો છે. આ સિવાય તે રાહત અને બચાવ કાર્યોમાં મદદ કરશે.


નક્કી કરેલા ઓર્બિટમાં 18 મિનિટમાં પહોંચી જશે

GSLV-F14 રોકેટ ઈનસેટ- 3ડીએસ સેટેલાઈટને લોન્ચિંગના લગભગ 18 મિનિટ બાદ તેની નક્કી કરેલી કક્ષામાં પહોંચાડી દેશે. આ સેટેલાઈટ 170 કિલોમીટર પેરીજી અને 36647 કિલોમીટર અપોજીવાળી અંડાકાર જીટીઓ કક્ષામાં ચક્કર લગાવશે. સેટેલાઈટનું કુલ વજન 2274 કિલોગ્રામ છે. આ સેટેલાઈટને પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયે ફંડિંગ કર્યુ છે. આ સેટેલાઈટમાં 6 ચેનલ ઈમેજર છે. 19 ચેનલ સાઉન્ડર મેટિયોરોલોજી પેલોડ્સ છે.


આ નજારાને 4 જગ્યાએથી લાઈવ જોઈ શકો છો.

આ નજારાને 4 જગ્યાએથી લાઈવ જોઈ શકો છો.
  • ISROની વેબસાઈટ – isro.gov.in
  • ISROનું ફેસબુક પેજ- facebook.com/ISRO/
  • ISROની યૂટ્યૂબ ચેનલ- youtube.com/watch?v=jynmNenneFk
  • અથવા DD National TV ચેનલ પર પણ આ નજારો લાઈવ જોઈ શકો છો.

હવામાનની સટીક જાણકારી જરૂરી

આ તમામ મશીન ભારત અને તેની આસપાસ થનારી હવામાનના ફેરફાર સટીક અને સમય પહેલા જાણકારી આપે છે. તેમાંથી દરેક સેટેલાઈટે ભારત અને તેની આસપાસના વિસ્તારોમાં સંચાર અને હવામાન સંબંધિત ટેક્નીકોને વિકસિત કરવામાં મદદ કરી છે. આ સેટેલાઈટ્સનું સંચાલન ઈસરોની સાથે સાથે IMD કરે છે. જેથી કરીને લોકોને કુદરતી આફતો આવે તે પહેલા તેની જાણકારી મળી શકે અને તેમને સુરક્ષિત સ્થાનો પર લઈ જઈ શકાય.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top