હોળી પર ચંદ્ર ગ્રહણની સાથે બની રહ્યા છે ઘણા અશુભ યોગ, જેનાથી આ રાશિના જાતકો થઇ શકે છે પ્રભાવિત,

હોળી પર ચંદ્ર ગ્રહણની સાથે બની રહ્યા છે ઘણા અશુભ યોગ, જેનાથી આ રાશિના જાતકો થઇ શકે છે પ્રભાવિત, જાણો શું કરી શકાય?

03/19/2024 Religion & Spirituality

SidhiKhabar

SidhiKhabar

હોળી પર ચંદ્ર ગ્રહણની સાથે બની રહ્યા છે ઘણા અશુભ યોગ, જેનાથી આ રાશિના જાતકો થઇ શકે છે પ્રભાવિત,

આ વર્ષે હોળીના તહેવાર પર વર્ષના પહેલા ચંદ્ર ગ્રહણનો અશુભ યોગ બની રહ્યો છે. ભારતમાં ચંદ્રગ્રહણનું ધાર્મિક અને જ્યોતિષીય મહત્વ છે અને ગ્રહણના સમયે સૂતકના કારણે પૂજા વર્જિત માનવામાં આવે છે. જો કે, આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં, તેથી સુતક કાળ માન્ય રહેશે નહીં. ભારતીય સમય પ્રમાણે ચંદ્ર ગ્રહણ 25 માર્ચે સવારે 10.23 મિનિટથી શરૂ થઈને બપોરે 03.02 મિનિટે પૂરું થશે. આ વખતે  ગ્રહણની સાથે હોળી પર બીજા પણ ઘણા અશુભ યોગ બની રહ્યા છે. જેમકે મીન રાશિમાં સૂર્ય અને રાહુની અશુભ યુતિથી ગ્રહણ યોગ બની રહ્યો છે. તો બીજી તરફ હોળી પહેલા શનિ ઉદય થતા જ પોતાની ઉગ્ર અવસ્થામાં આવી ચૂક્યા છે. ઉપરાંત કુંભ રાશિમાં પણ શનિ અને મંગળની જોખમી યુતિ બનેલી છે. અને  આ તમામ અશુભ યોગ વચ્ચે હોળી પર આ 5 રાશિ જાતકોના ખરાબ દિવસ શરૂ થઇ શકે છે.


મેષ

મેષ

મેષ રાશિના લોકો માટે હોળીનો આ તહેવાર તમારા જીવનમાં સંકટોને વધારનારો માનવામાં આવી રહ્યો છે. તમને કરિયરમાં મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે. હોળી બાદ તમારા જીવનમાં સમસ્યાઓ વધી શકે છે. તમને રૂપિયાની તકલીફ પડશે અને આરોગ્યના મામલે નુકસાન થઈ શકે છે. કરિયરમાં ખૂબ મહેનત કર્યા બાદ તમને સફળતા મળશે. તમારી કોઈ જૂની બીમારી ફરીથી ઊભી થઈ શકે છે. ઉપાય તરીકે હોલિકા દહન બાદ 7 લવિંગની જોડી ચઢાવો.


વૃષભ

વૃષભ

વર્ષ 2024નું પહેલુ ચંદ્ર ગ્રહણ કન્યા રાશિમાં થવાનું છે. તમને નોકરીમાં દબાણ વેઠવુ પડી શકે છે અને કામ વધુ કરવુ પડશે. જે બાદ પણ તમને તમારા કામ માટે સન્માન મળશે નહીં. સીનિયર લોકો તમારાથી ખુશ થશે નહીં. તમારા પગારમાં વધારો અને પ્રમોશનમાં અવરોધ આવી શકે છે. તમારા પરિવારના મામલે કોઈ પણ નિર્ણય ખૂબ સમજી વિચારીને કરવાની જરૂર છે. ઉપાય તરીકે હોળીની અગ્નિમાં ઘઉંના બાલિયા ચઢાવવા.


કન્યા

કન્યા

કન્યા રાશિના લોકો માટે હોળી પર બનનાર ગ્રહણ યોગ ખૂબ અશુભ સંકેત આપી રહ્યા છે. કન્યા રાશિના લોકોને કરિયર અને વેપારમાં ખૂબ તણાવ વેઠવો પડી શકે છે. તમારા મનમાં નકારાત્મક વિચાર આવવાથી તમારા લોકો પરથી વિશ્વાસ ઉઠી જશે. પરિવારના લોકોની સાથે તમારો વિવાદ વધી શકે છે અને આરોગ્ય સાથે જોડાયેલી કોઈ ગંભીર સમસ્યા તમને પરેશાન કરી શકે છે. નજીકના સંબંધોમાં તણાવ વધી શકે છે. વાણી પર કાબૂ રાખો. ઉપાય તરીકે હોળીની અગ્નિમાં સંતાઈને જઈને સવા સો ગ્રામ હળદર નાખી દો.


કુંભ

કુંભ

કુંભ રાશિના લોકોને હોળીના તહેવાર બાદથી જીવનમાં ઘણા પ્રકારની સમસ્યાઓનો સામનો એક સાથે કરવો પડી શકે છે. લાઈફ પાર્ટનરની સાથે સમસ્યાઓ પેદા થઈ શકે છે. તમારા જીવનમાં વિવાદ વધશે અને તમારી આકરી વાણીના કારણે તમારા જીવનમાં કડવાશ વધી શકે છે. વાણીમાં દોષના કારણે લોકોની સાથે તમારા સંબંધ ખરાબ થઈ શકે છે. વેપારમાં તમને ધનનું ભારે નુકસાન વેઠવુ પડી શકે છે. ઉપાય તરીકે હોલિકા દહન બાદ 5 વખત પરિક્રમા કરો.


મીન

મીન

મીન રાશિના લોકોને હોળી પર થનાર ગ્રહણના કારણે કરિયરમાં ખૂબ મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે. તમારી સંતાનને પણ અભ્યાસ અને કરિયરમાં સમસ્યાઓ આવી શકે છે. જૂના રોગ ફરીથી ઉભા થઈ શકે છે. તમારા વેપારમાં ખરાબ સમય ચાલી રહ્યો છે. ખૂબ મહેનત અને રોકાણ બાદ પણ તમને આશા અનુસાર રિટર્ન મળશે નહીં. તમારા પરિવારમાં આંતરિક સંબંધ અસર કરી શકે છે અને તણાવ વધી શકે છે. ઉપાય તરીકે હોળી પર લાલ ગુલાલ માતા લક્ષ્મીને ચઢાવો.

(Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે SidhiKhabar.com કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.)


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top