WPL 2024: આખરે RCB ખિતાબ જીત્યો..! મહિલા પ્રિમિયર લીગ જીતવાની સાથે RCB પર થયો પૈસાનો વરસાદ, ઇના

WPL 2024: આખરે RCB ખિતાબ જીત્યો..! મહિલા પ્રિમિયર લીગ જીતવાની સાથે RCB પર થયો પૈસાનો વરસાદ, ઇનામમાં મળ્યા આટલા કરોડ રૂપિયા!

03/18/2024 Sports

SidhiKhabar

SidhiKhabar

WPL 2024: આખરે RCB ખિતાબ જીત્યો..! મહિલા પ્રિમિયર લીગ જીતવાની સાથે RCB પર થયો પૈસાનો વરસાદ, ઇના

WPL Champions : WPL 2024ની ફાઈનલ ગઈકાલે દિલ્હીમાં રમાઈ ગઈ. જેમાં દિલ્હીની ટીમને હરાવીને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પહેલીવાર ટાઈટલ જીત્યું. આ સાથે જ દિલ્હી બે વખત ફાઈનલમાં આવીને ટુર્નામેન્ટ હારી ગઈ. સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ અને હવે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે તેનું સપનું તોડયું છે. દિલ્હીને વન સાઈડેડ મેચમાં હરાવીને, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે જીત હાસિલ કરી છે. RCB ફ્રેન્ચાઇસનો કોઈ પણ લીગમાં આ પહેલો ખિતાબ છે. WPL લીગ જીતવાની સાથે જ RCB પર પૈસાનો વરસાદ થયો છે.


મળ્યા અધધધ રૂપિયા

મળ્યા અધધધ રૂપિયા

મહિલા પ્રિમિયર લીગ જીતવા પર RCBને WPLની ટ્રોફી અને તેની સાથે ઇનામની રકમ પણ મળી. ઇનામના રકમ તરીકે ટીમને કુલ 6 કરોડ રૂપિયા મળ્યા છે. તો રનર અપ દિલ્હી કેપિટલ્સની ટીમના હાથ પણ ખાલી નથી. દિલ્હીની ટીમ ફાઈનલમાં ભલે હારી ગઈ હોય, પરંતુ રનર અપ બનવા બદલ ટીમને 3 કરોડ રૂપિયાની પ્રાઈઝ મની મળી છે.


કેવી રહી WPLની ફાઈનલ મેચ?

કેવી રહી WPLની ફાઈનલ મેચ?

જો ફાઈનલ મેચની વાત કરીએ તો દિલ્હી કેપિટલ્સની બેટિંગ નબળી રહી હતી. ટોસ જીતીને બેટિંગ કર્યા બાદ ટીમની શરૂઆત તો સારી રહી, પરંતુ આરસીબીના સ્પિનર્સ ત્રાટક્યા અને દિલ્હીની ટીમ ધરાશાયી થઈ ગઈ. પહેલા બેટિંગ કરતા દિલ્હી કેપિટલ્સ 18.3 ઓવરમં 113 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ. દિલ્હી તરફથી સ્ટાર ખેલાડી શેફાલી વર્માએ 27 બોલમાં 44 રનની ઈનિંગ રમી હતી. તો 114નાં ટારગેટનાં જવાબમાં RCBની કેપ્ટન સ્મૃતિએ સારી શરૂઆત કરી 31 રન કર્યા, જ્યારે સોફી ડિવાઈને 32 રનની ઈનિંગ રમી . આ પછી એલિસ પેરીએ 35 રન અને રિચા ઘોષે 17 રન બનાવીને મેચ જીતાડી હતી.



આખરે RCB ખિતાબ જીત્યો

આખરે RCB ખિતાબ જીત્યો

RCBની ટીમ મહિલા પ્રિમિયર લીગ સિવાય આઈપીએલમાં જ રમે છે. ત્રણ વખત આઈપીએલના ફાઈનલમાં પહોચ્યા પછી પણ એક વખત પણ RCB ટ્રોફી જીતી શખી નથી. જોકે મહિલા પ્રિમિયર લીગમાં RCBની ટીમે પહેલો ખિતાબ તેના નામ પર કરી લીધો છે.



તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top