'બ્લેક મેજિક'ની રાજધાની, ભારતના આ ગામમાં થાય છે ભયાનક કાળો જાદૂ..'નાનો છોકરો પણ જાણે છે વિદ્યા.

'બ્લેક મેજિક'ની રાજધાની, ભારતના આ ગામમાં થાય છે ભયાનક કાળો જાદૂ..'નાનો છોકરો પણ જાણે છે વિદ્યા..!જાણો રહસ્યથી ભરપૂર..

02/08/2024 Shocking Stories

SidhiKhabar

SidhiKhabar

'બ્લેક મેજિક'ની રાજધાની, ભારતના આ ગામમાં થાય છે ભયાનક કાળો જાદૂ..'નાનો છોકરો પણ જાણે છે વિદ્યા.

ASSAM MAYONG : ભારતના ઘણા શહેરો અને ગામડાઓ વિવિધ કહાનીઓ અને ઈતિહાસ માટે જાણીતા છે. કેટલાક તો રહસ્યથી ભરપૂર છે અને કેટલાક ડરામણાં છે. એક ગામ એવું છે જેને ભારતની 'બ્લેક મેજિક' રાજધાની ગણવામાં આવે છે. આસામની રાજધાની ગુવહાટીથી 40 કિમી દૂર આવેલા ખોબા જેટલું મયોંગ ગામ આખા ભારત અને દુનિયામાં ભયંકર કાળા જાદૂ, મેલી વિદ્યા અને કામણ -ટૂમણ માટે જાણીતું છે.

મયોંગ ભારતના પશ્ચિમ ભાગમાં આવેલા આસામના મોરીગાંવ જિલ્લામાં બ્રહ્મપુત્રા નદીના કિનારે આવેલું એક નાનકડું ગામ છે. આ ગ્રામીણ સ્થળનો ઇતિહાસ એકદમ કાળો અને ત્રાસદાયક છે. જો તમે કોઈ ડરામણી જગ્યા પર જવાનું વિચારી રહ્યા છો, તો આસામની જગ્યાએ મયોંગ ગામ એક સારી જગ્યા છે.


ઇતિહાસ મહાભારત સાથે જોડાયેલો

ઇતિહાસ મહાભારત સાથે જોડાયેલો

મયોંગ નામનું મૂળ ઘણી વાર્તાઓ અને સ્ત્રોતોમાં મળી શકે છે અને આ બાબતમાં કેટલું સત્ય છે તે અંગે કોઈ નક્કર પુરાવા નથી. કેટલાક લોકો કહે છે કે તે સંસ્કૃત શબ્દ માયા પરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ થાય છે ભ્રમ. આ ગામનો ઇતિહાસ મહાભારત સાથે જોડાયેલો છે. આ ગામ ઘટોત્કચનું પણ માનવામાં આવે છે. મયોંગના લોકો પાસેથી મેલી વિદ્યા શીખ્યા બાદ ઘટોત્કચ મહાભારતના યુદ્ધમાં જોડાયો હતો.



નાનામાં નાનો છોકરો પણ જાણે છે જાદુ અને મેલી વિદ્યા

નાનામાં નાનો છોકરો પણ જાણે છે જાદુ અને મેલી વિદ્યા

મયોંગની ખાસિયત એ છે કે અહીં નાનાથી માંડીને મોટા બધા મેલી વિદ્યા અને જાદુ ટોણા જાણે છે. લોકોને બીમારીઓમાંથી બેઠા કરવા માટે પણ કાળા જાદુનો ઉપયોગ કરાઈ રહ્યો છે. જ્યારે જાદુનો ઉપયોગ બીજાને સાજા કરવા માટે કરવામાં આવે છે ત્યારે તેને સારો જાદુ કહેવામાં આવે છે. સાથે જ જ્યારે તંત્ર-મંત્રનો ઉપયોગ બીજાને નુકસાન પહોંચાડવા માટે કરવામાં આવે છે તો તેને 'કાળો જાદુ' કહે છે.



શું શું કામ કરે છે

શું શું કામ કરે છે

ગામની અડધાથી વધુ વસ્તી માત્ર કાળા જાદુ વિશે જાણતી જ નથી, પરંતુ સાથે મળીને તેનો અભ્યાસ પણ કરે છે. સ્થાનિક લોકો હાથની રેખાઓ વાંચવાની કળા જાણે છે. અહીંના કેટલાક લોકો ભવિષ્ય પણ ભાખે છે અને શેલ અને તૂટેલા કાચના ટુકડાઓનો ઉપયોગ કરીને વ્યક્તિના ભવિષ્યની આગાહી કરવાનો દાવો કરે છે. તેઓ દવા વિના કાળા જાદુથી લોકોને સાજા પણ કરે છે.



કેવી રીતે બીમારી મટાડે છે

કેવી રીતે બીમારી મટાડે છે

આ ગામના લોકો કોઈ પણ બીમારી કે દર્દ મટાડવા તાબાની પ્લેટ દર્દીના શરીર પર દબાવે છે અને દર્દ દૂર થઈ જાય છે. ગામલોકોનું કહેવું છે કે આ બધું કરવામાં ભૂતપ્રેત તેમની મદદ કરે છે. આ શક્તિઓ પેઢીઓ ચાલી આવી રહી છે. મયોંગ ગામમાં જવું ઘણું ખતરનાક માનવામાં આવે છે. કહેવાય છે કે એક વાર કોઈ ત્યાં જાય ત્યાંથી જીવતો પાછો નથી આવતો. આ ગામ સાથે ઘણી દંતકંથાઓ પણ જોડાયેલી છે.



તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top