UP માં પાણીના બદલે હેન્ડપંપમાંથી એવું તો શું નીકળ્યું.?જે જોઈ પોલીસથી માંડી અન્ય લોકોના પણ ઉડ્ય

UP માં પાણીના બદલે હેન્ડપંપમાંથી એવું તો શું નીકળ્યું.?જે જોઈ પોલીસથી માંડી અન્ય લોકોના પણ ઉડ્યા હોશ..?જાણો સમગ્ર મામલો શું છે?

03/11/2024 Shocking Stories

SidhiKhabar

SidhiKhabar

UP માં પાણીના બદલે હેન્ડપંપમાંથી એવું તો શું નીકળ્યું.?જે જોઈ પોલીસથી માંડી અન્ય લોકોના પણ ઉડ્ય

Uttar Pradesh : યુપીના ઝાંસીમાં પાણીના બદલે હેન્ડપંપમાંથી આ વસ્તુ નીકળતાજોઈ લોકો દંગ રહી ગયા. જ્યારે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી તો આખો મામલો સમજાઈ ગયો. જે બાદ પોલીસ અને આબકારી વિભાગની ટીમે એક્શન લીધુ.


પોલીસ કર્મચારી પણ ચોંકી ગયા

પોલીસ કર્મચારી પણ ચોંકી ગયા

જી હા પાણી ના બદલે દારૂ નીકળતો હતો. જોકે ગેરકાયદેસર દારૂના વેચાણની માહિતી પર પોલીસ અને આબકારી વિભાગની ટીમ ઝાંસીના મોઠ તહસીલના પરગોના કબૂતર કેમ્પ પહોંચી હતી. જ્યાં તેમને એક હેન્ડપંપ (નળ) જોવા મળ્યો. હેન્ડપંપ ચલાવવા પર તેમાંથી પાણીના સ્થાને દારૂ નીકળવા લાગ્યો. આ નજારો જોઈને પોલીસ કર્મચારી પણ ચોંકી ગયા. 

જોકે, જ્યારે ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી તો ખબર પડી કે હેન્ડપંપની નીચે દારૂના ડ્રમ મૂકેલા છે. તે ડ્રમથી હેન્ડપંપ દ્વારા દારૂને કાઢવામાં આવી રહ્યો હતો. પોલીસથી બચવા માટે આ રીત જોઈને અધિકારી વિચારમાં પડી ગયા.


જાણો સમગ્ર મામલો શું છે?

જાણો સમગ્ર મામલો શું છે?

અધિકારીએ જણાવ્યુ કે ઘણા દિવસથી ગેરકાયદેસર કાચા દારૂના વેચાણની માહિતી મળી રહી હતી. જ્યારે તપાસ કરવા પહોંચ્યા તો ક્યાંય પણ દારૂ જોવા મળી રહ્યો નહોતો. આ દરમિયાન ખેતરની વચ્ચે ઊભેલા હેન્ડપંપ નજર આવ્યા. જ્યારે નજીક જઈને હેન્ડપંપ ચલાવવામાં આવ્યુ તો તેમાંથી પાણીના બદલે દારૂ નીકળવા લાગ્યો. જે બાદ થોડુ ખોદકામ કરવા પર જાણ થઈ કે હેન્ડપંપ બતાવવા માટે લગાવવામાં આવ્યા છે. હકીકતમાં નીચે દારૂના ડ્રમ છે. તેનાથી દારૂની  નિકાસ કરવામાં આવી રહી હતી. 

સ્થાનિક લોકો અનુસાર બુંદેલખંડના ઘણા વિસ્તારોમાં લોકો ગેરકાયદેસરરીતે કાચો દારૂ વેચવાનું કામ કરે છે. આ લોકો પોલીસથી બચવા માટે નવી-નવી રીત અપનાવે છે. આ વખતે તેમણે દારૂના ડ્રમોને જમીનમાં દાટી દીધા અને તેમની ઉપર હેન્ડપંપ લગાવી દેવાયા. જ્યારે પણ કોઈ ગ્રાહક દારૂ ખરીદવા આવે તો આ લોકો હેન્ડપંપથી દારૂ કાઢીને તેને આપતા.


600 લીટર ગેરકાયદેસર કાચો દારૂ

600 લીટર ગેરકાયદેસર કાચો દારૂ

પોલીસે ઘટના સ્થળેથી લગભગ 600 લીટર ગેરકાયદેસર કાચો દારૂ જપ્ત કરીને બે મહિલા આરોપીઓની ધરપકડ કરી છે. સાથે જ સાથે 3 હજાર લીટરથી વધુ લહન, જે દારૂ બનાવવાના કામ આવે છે જેનો નાશ કરવામાં આવ્યો. સાથે જ ગેરકાયદેસર દારૂ બનાવવાની ભઠ્ઠી સહિત અન્ય સાધનોને પણ જપ્ત કર્યા છે. 

મામલામાં અશોક રામ (જિલ્લા આબકારી અધિકારી) એ કહ્યુ કે મોઠ પોલીસ સ્ટેશન વિસ્તારના ગામ પરગોનામાં સંચાલિત થઈ રહેલા ગેરકાયદેસર દારૂના ઠેકાણા પર આબકારી અને પોલીસ ટીમે સંયુક્ત રીતે દરોડા પાડ્યા હતા. જેમાં પોલીસે 3 હજાર લીટર લહન નષ્ટ કરતા 600 લીટર ગેરકાયદેસર દારૂ સહિત જપ્ત કરી લીધુ. બે મહિલા આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી. 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top