Video: હોલીવુડમાં પણ જાણીતી એવી બોલીવુડની આ અભિનેત્રી પતિ અને પુત્રી સાથે પહોંચી રામલલ્લાના દર્

Video: હોલીવુડમાં પણ જાણીતી એવી બોલીવુડની આ અભિનેત્રી પતિ અને પુત્રી સાથે પહોંચી રામલલ્લાના દર્શને, જુઓ તસ્વીરો અને વિડીઓ

03/20/2024 Glamour

SidhiKhabar

SidhiKhabar

Video: હોલીવુડમાં પણ જાણીતી એવી બોલીવુડની આ અભિનેત્રી પતિ અને પુત્રી સાથે પહોંચી રામલલ્લાના દર્

બોલીવુડ અને હોલીવુડમાં જાણીતી એવી એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા પણ ભગવાન રામલલ્લાના દર્શન કરી રામમય બની છે. મહિનાઓ બાદ ભારત પરત ફરેલી પ્રિયંકા ચોપરાએ સૌપ્રથમ પતિ નિક જોનાસ અને પુત્રી માલતી મેરી ચોપરા જોનાસ સાથે અયોધ્યા પહોંચી હતી. ત્યાં તેણે પરિવાર સાથે રામલલ્લાના દર્શન કર્યાં હતા. 2024માં પ્રિયંકા પહેલી વખત ભારત આવી છે. તેનો પતિ નિક જોનાસ પણ થોડા દિવસ પહેલા જ મુંબઈ પહોંચ્યો હતો.



તેની એક ઝલક મેળવવા માટે લોકોએ ભારે ભીડ લગાવી

પ્રિયંકા ચોપરા પોતાના પતિની સાથે પોતાની પુત્રી માલતી મેરીને પણ ભગવાન રામલલ્લાના દર્શન કરવા  માટે સાથે લાવી હતી. પ્રિયંકાના અયોધ્યા આવવાના સમાચાર ચારે તરફ ફેલાતાં જ લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા. અને તેની એક ઝલક મેળવવા માટે લોકોએ ભારે ભીડ લગાવી હતી.



બધી ઇવેન્ટ બાદ પ્રિયંકા ચોપરા અયોધ્યા રામલલાના દર્શને પહોંચી

બધી ઇવેન્ટ બાદ પ્રિયંકા ચોપરા અયોધ્યા રામલલાના દર્શને પહોંચી

19 માર્ચે ભારત પહોંચેલી પ્રિયંકા ચોપરા એમેઝોન પ્રાઈમ વીડિયોની ઈવેન્ટમાં પહોંચી હતી. અહીં તેણે પોતાના પ્રોડક્શન બેનર પર્પલ પેબલ પિક્ચર્સ હેઠળ બનેલી ડોક્યુમેન્ટરી ફિલ્મ વુમન ઑફ માય બિલિયનની જાહેરાત કરી હતી. આ બધી ઇવેન્ટ બાદ પ્રિયંકા ચોપરા અયોધ્યા રામલલાના દર્શને પહોંચી હતી અને સાથે પતિ અને પુત્રી પણ હાજર રહ્યા હતા. ત્યારે દર્શને પહોંચેલી અભિનેત્રી અને તેના પરિવારના ફોટા સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top