ચુંટણી લડવાનો ઇનકાર કરનાર નાણામંત્રી પાસે લોકસભા ચુંટણી લડવા માટે કેમ પૈસા નથી? તેમની પાસે કેટલ

ચુંટણી લડવાનો ઇનકાર કરનાર નાણામંત્રી પાસે લોકસભા ચુંટણી લડવા માટે કેમ પૈસા નથી? તેમની પાસે કેટલી સંપતિ છે? જાણો વિગતે

03/28/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

ચુંટણી લડવાનો ઇનકાર કરનાર નાણામંત્રી પાસે લોકસભા ચુંટણી લડવા માટે કેમ પૈસા નથી? તેમની પાસે કેટલ

નાણામંત્રી નિર્મલા સીતારમણે ભાજપના લોકસભા ચૂંટણી લડવાનો સાફ ઈન્કાર કરી દીધો છે. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ તેમને આંધ્રપ્રદેશ અથવા તમિલનાડુમાંથી ચૂંટણી લડવાનો વિકલ્પ આપ્યો હતો. નિર્મલા રાજ્યસભાના સાંસદ છે અને ભાજપે આ વખતે ચૂંટણીમાં ઘણા રાજ્યસભા સાંસદોને ટિકિટ આપી છે, જેમાં પીયૂષ ગોયલ, ભૂપેન્દ્ર યાદવ, રાજીવ ચંદ્રશેખર, જ્યોતિરાદિત્ય સિંધિયા વગેરે જેવા નેતાઓનો  સમાવેશ થાય છે.


લોકસભા ચૂંટણી લડવા માટે પૈસા નથી

નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે,  "હું ખૂબ આભારી છું કે ભાજપના નેતૃત્વએ મારી અરજી સ્વીકારી. હું આ  ચૂંટણી નથી લડી રહી." તેણે નિર્મલા ચૂંટણી ન લડવાનું કારણ પણ આપ્યું છે. તેણીએ જણાવ્યું હતું કે, મારી પાસે લોકસભા ચૂંટણી લડવા માટે એટલા પૈસા નથી. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, દેશના નાણામંત્રી પાસે ચૂંટણી લડવા માટે પૂરતું ભંડોળ કેમ નથી? તો તેમણે કહ્યું કે, મારો પગાર, મારી કમાણી અને મારી બચત મારી છે, પણ ભારતનું કોન્સોલિડેટેડ ફંડ મારું અંગત નથી.


નાણામંત્રી પાસે કોઈ કાર નથી

નાણામંત્રી પાસે કોઈ કાર નથી

નિર્મલા સીતારમણે ચૂંટણી ન લડવાનું કારણ 'જરૂરી ફંડ' નથી તેમ જણાવ્યું છે ત્યારે હવે એ જાણવું અગત્યનું બની જશે કે, દેશના નાણામંત્રીની સંપત્તિ કેટલી છે. એક જાણીતી વેબસાઇટ અનુસાર, નિર્મલા સીતારમણની કુલ સંપત્તિ 2 કરોડ 50 લાખ 99 હજાર 396 રૂપિયા છે. તેની પાસે જંગમ અને સ્થાવર બંને મિલકત છે. નિર્મલા સીતારમણ પાસે 315 ગ્રામ સોનું અને 2 કિલો ચાંદી પણ છે. આ ઉપરાંત તેમના પર 30 લાખ રૂપિયાની લોન પણ છે. નાણામંત્રી પાસે કોઈ કાર નથી. તેના નામે રૂ. 28,200ની કિંમતનું બજાજ ચેતક સ્કૂટર છે.

આ ઉપરાંત તેમની પાસે હૈદરાબાદ નજીક લગભગ 16 લાખ રૂપિયાની બિનખેતી જમીન પણ છે. તેમની સ્થાવર મિલકતની કિંમત રૂ. 1,87,60,200 છે. રાજ્યસભા માટેના તેમના ચૂંટણી એફિડેવિટમાં તેમણે જણાવ્યું છે કે, તેમની પાસે 17,200 રૂપિયા રોકડા છે. આ સિવાય બેંક FD તરીકે 45,04,479 રૂપિયાની માહિતી આપવામાં આવી હતી.


ઉમેદવારો ચુંટણી લડવા માટે આટલી રકમ ખર્ચ કરી શકે

ઉમેદવારો ચુંટણી લડવા માટે આટલી રકમ ખર્ચ કરી શકે

ચૂંટણી પંચના મતે લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારો ચુંટણી લડવા માટે અલગ અલગ રકમ ખર્ચ કરી શકે છે. લોકસભા ચૂંટણીમાં ઉમેદવાર રૂ. 95 લાખ સુધીનો ખર્ચ કરી શકે છે. જે વર્ષ 2022માં વધાર્યા પહેલા રૂ. 70 લાખ હતો. તેમજ રાજ્યની વિધાનસભા ચૂંટણી માટે ખર્ચની મર્યાદા રૂ. 28 લાખથી વધારીને રૂ. 40 લાખ કરવામાં આવી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top