શું તમે બીડી-સિગારેટના છો બંધાણી? તમે તમારા ફેફસા માટે થઈને છો ચિંતિત? તો ઝડપથી જાણો આ માહિતી?

શું તમે બીડી-સિગારેટના છો બંધાણી? તમે તમારા ફેફસા માટે થઈને છો ચિંતિત? તો ઝડપથી જાણો આ માહિતી?!

03/13/2024 LifeStyle

SidhiKhabar

SidhiKhabar

શું તમે બીડી-સિગારેટના છો બંધાણી? તમે તમારા ફેફસા માટે થઈને છો ચિંતિત? તો ઝડપથી  જાણો આ માહિતી?

ધૂમ્રપાનથી થતાં નુકસાન અંગે જાગૃતિ આવે તેના માટે દર વર્ષે માર્ચ મહિનાના બીજા બુધવારની ઉજવણી ‘નો સ્મોકિંગ ડે' તરીકે કરવામાં આવે છે. આ દિવસ સ્વાસ્થ્ય જાગૃતતા દિવસના રૂપમાં ઉજવવામાં આવે છે. જેનો ઉદ્દેશ્ય ધૂમ્રપાન કરવાનારા લોકોની મદદ કરે છે જે ધૂમ્રપાન છોડવા માંગે છે. ગુજરાતમાંથી 10માંથી સરેરાશ 3 વ્યક્તિ દરરોજ સ્મોકિંગ કરવાની કુટેવ ધરાવે છે.


ક્યારેય ધૂમ્રપાન કર્યું ના હોય તેનું પ્રમાણ ગુજરાતમાં સરેરાશ 61 ટકા

ક્યારેય ધૂમ્રપાન કર્યું ના હોય તેનું પ્રમાણ ગુજરાતમાં સરેરાશ 61 ટકા

નેશનલ ફેમિલી હેલ્થ સરવે (National Family Health Survey) અનુસાર ગુજરાતમાંથી શહેરી વિસ્તારમાં 25.8 ટકા, ગ્રામ્ય વિસ્તારમાંથી 39.3 ટકા દરરોજ ધૂમ્રપાન કરવાની ટેવ ધરાવે છે. આમ, રાજ્યમાં દરરોજ સ્મોકિંગ કરનારાનું પ્રમાણ 33.5 ટકા છે. આ સરવે અનુસાર શહેરી વિસ્તારમાંથી 2.9 ટકા, ગ્રામ્ય વિસ્તારમાંથી 3.9 ટકા અને સરેરાશ 3.5 ટકા સપ્તાહમાં એકાદ વાર ધૂમ્રપાન કરી લે છે. આ સિવાય શહેરી વિસ્તારમાંથી 1.1 ટકા, ગ્રામ્યમાંથી 1.2 ટકા અને સરેરાશ 1.2 ટકા મહિનામાં એકાદ વખત ધૂમ્રપાન કરી લેતા હોવાનું સામે આવ્યું છે. જેમણે ક્યારેય ધૂમ્રપાન કર્યું ના હોય તેવા લોકોનું પ્રમાણ ગુજરાતમાં સરેરાશ 61 ટકા છે. જેમાં શહેરી વિસ્તારમાંથી 69.5 ટકા અને ગ્રામ્ય વિસ્તારમાંથી 54.70 ટકા લોકો દ્વારા ક્યારેય ધૂમ્રપાન કરવામાં આવ્યું નથી.


કસરત અને ડાયટ ફોલો કરવું પડશે

કસરત અને ડાયટ ફોલો કરવું પડશે

જો તમે સિગારેટ પીવો છો, તો તમારે તમારા ફેફ્સાનું ખાસ ધ્યાન રાખવુ પડે છે. કારણ કે માનવ શરીરમાં ફેફસા એક મહત્વનું અંગ છે. ફેફ્સામાં જ ઓક્સિજન ફિલ્ટર થાય છે અને આખા શરીરમાં પહોંચે છે. ધુમ્રપાન સહિત વાયુ પ્રદુષણની પણ ફેફ્સા પર ખુબ ખરાબ અસર થાય છે. આ બધાના કારણે જ શ્વાસ સંબંધિત બીમારીઓ જેવી કે અસ્થમા, બ્રોકાઈટિસ, નિમોનિયા, ટીબી, કેન્સર જેવી જીવલેણ બીમારીઓ થઈ શકે છે. ત્યારે જો તમારે તમારા ફેફ્સા સ્વસ્થ રાખવા હશે તો દરરોજ કસરત અને ડાયટ ફોલો કરવું પડશે. 


બ્રોકોલી:  
એન્ટી-ઓક્સિડન્ટથી ભરપૂર બ્રોકોલી ફેફ્સાને સ્વસ્થ બનાવવામાં મદદરૂપ થાય છે. માત્ર ફેફ્સા માટે જ નહી, પરંતુ બ્રોકોલી શરીરમાં સ્ટેમિના માટે પણ એટલી જ ફાયદાકારક છે. 

અળસીના બી: 
જો તમે દરરોજ અલસીના બી ખાવાનું રાખશો તો તમારા ફેફસાને નુકશાન થતું અટકાવી શકાશે, એટલું જ નહીં એક રિસર્ચમાં ત્યાં સુધી દાવો કરાયો છે કે જો તમારા ફેફસાનું નુકશાન થઈ ચુક્યુ છે, તો પણ અલસીના બી તેને સ્વસ્થ કરવામાં મદદ કરે છે.

આદું
આદું ન માત્ર એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે, પરંતુ આદું ફેફ્સામાંથી પ્રદૂષણ બહાર કાઢવામાં પણ મદદ કરે છે. આદુંનું સેવન કરવાથી ફેફસાનો વાયુમાર્ગ ખુલી જાય છે, જેથી ઓક્સિજનનું સર્ક્યુલેશન સરળતાથી થવા લાગે છે. એટલું જ નહીં આદું ફેફ્સાને પણ સ્વસ્થ બનાવે છે. 

સફરજન: 
જો તમે તમારા ફેફસા સ્વસ્થ રાખવા માગો છો, તો તમારે દરરોજ સફરજન ખાવાની આદત રાખવી પડશે. સફરજનમાં હાજર વિટામિન ફેફસાને સ્વસ્થ બનાવવામાં મદદ કરે છે. એક રિસર્ચ પ્રમાણે ફેફસાને સ્વસ્થ રાખવામાં વિટામિન-ઈ, વિટામિન-સી, બીટા કૈરોટીન અને ખાટા ફળ ખુબ જ ફાયદાકારક છે. 

અખરોટ: 
મેરિકન કોલેજ ઓફ ન્યૂટ્રિશન દ્વારા પ્રકાશિત થયેલા જર્નલમાં જણાવાયુ છે કે અખરોડમાં ભરપૂર માત્રામાં ઓમેગા-3 ફૈટી એસિડ હોય છે. ત્યારે જો ડાયટમાં દરરોજ એક મુઠ્ઠી અખરોટનું સેવન કરવામાં આવે તો ફેફસા સંબંધિત સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે. અખરોટ શ્વાસ સંબંધિત સમસ્યા એટલે કે અસ્થમાના દર્દી માટે તો ખુબ જ ફાયદાકારક છે. 

ફૈટી ફિશ: 
માછલીનું સેવન પણ ફેફ્સાને સ્વસ્છ રાખવામાં મદદ કરે છે, પરંતુ માત્ર એવી જ માછલી કે જેમાં ફૈટની માત્રા વધારે હોય. આવી માછલી ખાવી એ ફેફસા માટે લાભદાયી છે. કારણ કે આવી માછલીમાં પૂરતા પ્રમાણમાં ઓમેગા-3 ફૈટી એસિડ હોય છે. 

બેરીજ: 
કોઈપણ પ્રકારના બેરીજનું સેવન કરવું એ ફેફસા માટે ખૂબ જ ફાયદાકારક છે. બેરીજમાં એન્ટી-ઓક્સિડન્ટ જેવા વિટામિન-C ભરપૂર માત્રામાં હોય છે, જે ફ્રી રેડિકલ્સ સાથે લડવામાં મદદરૂપ થાય છે. 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top