ભૂતાનમાં ગુજરાતી ગરબા અને ગીતોથી PM Modi નો સત્કાર..' મળ્યું સર્વોચ્ચ નાગરીક સન્માન....!જુઓ વીડ

ભૂતાનમાં ગુજરાતી ગરબા અને ગીતોથી PM Modi નો સત્કાર..' મળ્યું સર્વોચ્ચ નાગરીક સન્માન....!જુઓ વીડિયો

03/23/2024 World

SidhiKhabar

SidhiKhabar

ભૂતાનમાં ગુજરાતી ગરબા અને ગીતોથી PM Modi નો સત્કાર..' મળ્યું સર્વોચ્ચ નાગરીક સન્માન....!જુઓ વીડ

PM Modi Visits Bhutan: વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભૂતાનનું સર્વોચ્ચ સન્માન ઓર્ડર ઓફ ડ્રુક ગ્યાલ્પો (Order of the Druk Gyalpo)એનાયત કરવામાં આવ્યું હતું. પીએમ મોદી આ સન્માન મેળવનાર પ્રથમ વિદેશી નેતા બન્યા છે. ભૂટાનના રાજાએ વડાપ્રધાન મોદીને આ સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કર્યા. વાસ્તવમાં, ડ્રુક ગ્યાલ્પો પીએમ મોદીને ભારત-ભૂતાન સંબંધોના વિકાસમાં તેમના યોગદાન અને ભૂટાની રાષ્ટ્ર અને લોકો માટે તેમની સેવાઓ માટે આપવામાં આવ્યો હતો.


140 કરોડ લોકોને સમર્પિત કરું છું- PM Modi

140 કરોડ લોકોને સમર્પિત કરું છું- PM Modi

દેશના લોકોને સન્માન સમર્પિત કરતા પીએમએ સોશિયલ મીડિયા હેન્ડલ X પર લખ્યું, હું Order of the Druk ખૂબ નમ્રતાથી સ્વીકારું છું. આ પુરસ્કાર માટે હું ભૂટાનના રાજાનો આભારી છું. હું આ ભારતના 140 કરોડ લોકોને સમર્પિત કરું છું. મને એ પણ વિશ્વાસ છે કે ભારત-ભૂતાન સંબંધો સતત આગળ વધશે અને આપણા નાગરિકોને ફાયદો થશે.


આ સન્માન શું છે

આ સન્માન શું છે

Order of the Druk Gyalpo ભૂટાનનું સર્વોચ્ચ સન્માન છે એ આજીવન ઉપલબ્ધી માટે એનાયત કરવામાં આવે છે. જો કે, પીએમ મોદી ભૂટાન તરફથી આ સન્માન મેળવનારા વિશ્વના પહેલા નેતા બન્યા. જો કે, પીએમ મોદીને આ સન્માન મળવાની જાહેરાત 17 ડિસેમ્બર, 2021 ના ​​રોજ 114માં રાષ્ટ્રીય દિવસની ઉજવણી દરમિયાન ભૂટાનના રાજા દ્વારા કરવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે, PM મોદી શુક્રવારે ભૂટાનની બે દિવસીય મુલાકાતે રવાના થયા છે. જ્યાં તે 22 અને 23 માર્ચે ભૂટાનમાં રહેશે. PMની મુલાકાત વિશે માહિતી આપતા વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે PM ભારત અને ભૂટાન વચ્ચે નિયમિત ઉચ્ચ સ્તરીય આદાનપ્રદાનની પરંપરાને જાળવી રાખવા માટે ભૂટાનની મુલાકાતે છે.



પીએમ મોદીનું ભવ્ય સ્વાગત

પીએમ મોદીનું ભવ્ય સ્વાગત

ભૂટાનમાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સૌપ્રથમ તેઓ થિમ્પુના તાશિચો ઝોંગ પેલેસમાં ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુકને મળ્યા હતા. પીએમ મોદીએ ભૂટાનના રાજાની હાજરીમાં ટેન્ડરલથાંગ ફેસ્ટિવલ ગ્રાઉન્ડમાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ ભાગ લીધો હતો. પીએમ મોદીના સ્વાગત માટે પારોથી થિમ્પુ સુધીના સમગ્ર 45 કિલોમીટરના માર્ગ પર લોકો કતારમાં ઉભા હતા.

સેંકડો લોકો મહેલમાં વડાપ્રધાન મોદીના આગમનની રાહ જોઈ રહ્યા હતા. પીએમ મોદીનું થિમ્પુમાં તેમની હોટલમાં પણ ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું, જ્યાં ભૂટાનના લોકોએ પીએમ મોદી દ્વારા લખેલા ગીત પર ગરબા કર્યા હતા. ભુતાનના યુવાનોએ ગરબા દરમિયાન ગુજરાતનો પરંપરાગત પોશાક, ચણિયા-ચોલી અને કુર્તા પાયજામા પહેર્યા હતા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top