પાકિસ્તાનના બલુચિસ્તાનમાં પગપેસારો કરનાર ચીનને લાલચ મોંઘી પડી રહી છે, BLA દ્વારા સતત થઇ રહ્યા છ

પાકિસ્તાનના બલુચિસ્તાનમાં પગપેસારો કરનાર ચીનને લાલચ મોંઘી પડી રહી છે, BLA દ્વારા સતત થઇ રહ્યા છે હુમલા, જાણો કેમ?

03/26/2024 World

SidhiKhabar

SidhiKhabar

પાકિસ્તાનના બલુચિસ્તાનમાં પગપેસારો કરનાર ચીનને લાલચ મોંઘી પડી રહી છે, BLA દ્વારા સતત થઇ રહ્યા છ

પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં 6 ચીની નાગરિકોના મોતને લઇ સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી ગયો છે. ખૈબર પખ્તુનખ્વામાં આ હુમલો થયો છે. ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનના શાંગલામાં તેમના કાફલા પર હુમલો કરવામાં આવ્યો હતો. આત્મઘાતી હુમલાખોરે ચીની નાગરિકની કારને ટક્કર મારતા કાર ખીણમાં પડી હતી. જેમાં 5 ચીની એન્જિનિયર્સ સહિત 6 લોકોનાં મોત થયા છે.

બીજી તરફ આ ઘટનાના થોડા કલાકો પહેલાં જ નેવલ એરબેઝ ઉપર પણ હુમલો થયો હતો. જેમાં એક પાકિસ્તાની સૈનિકનું મોત થયું. તો સામે ચાર હુમલાખોરોને ઠાર મરાયા હતા. આ એરબેઝ પણ ચીન પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર માટે મહત્વનું ગણાય છે.


બલૂચિસ્તાનનો મોટો હિસ્સો આ CPEC પ્રોજેક્ટનો ભાગ

બલૂચિસ્તાનનો મોટો હિસ્સો આ CPEC પ્રોજેક્ટનો ભાગ

સ્થાનિક પોલીસ અધિકારીઓએ પાંચ વિદેશી એન્જિનિયરો અને તેમના ડ્રાઇવરના મૃત્યુ થયાની પૃષ્ટી કરી છે. આ હુમલામાં અન્ય ઘણા લોકો ઘાયલ થયા છે જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તમામ ચીની એન્જિનિયર્સ દાસુમાં તેમના કેમ્પ તરફ જઈ રહ્યા હતા. ખાસ કરીને દાસુ ભૂતકાળમાં પણ આતંકવાદીઓના નિશાન પર રહ્યું છે, જ્યાં 2021માં મોટો હુમલો થયો હતો. ત્યારબાદ બસ પર થયેલા હુમલામાં 9 ચીની નાગરિકો સહિત 13 લોકો માર્યા ગયા હતા

બલૂચિસ્તાનમાં સ્થાનિક વસ્તી દાયકાઓથી પાકિસ્તાન સરકાર સામે બળવો કરી રહી છે પરંતુ તેમ છતાં ચીને અહીં ભારે રોકાણ કર્યું છે. ચીન પાકિસ્તાનથી તેના દેશમાં એક આર્થિક કોરિડોર બનાવી રહ્યું છે, જેમાં ગ્વાદર પોર્ટ અને તેની આસપાસના વિસ્તારોનો વિકાસ થવાનો છે. બલૂચિસ્તાનનો મોટો હિસ્સો આ CPEC પ્રોજેક્ટનો ભાગ છે, જેનો બલૂચિસ્તાન લિબરેશન આર્મીના લડવૈયાઓ વિરોધ કરે છે અને રોજેરોજ હુમલાઓ કરે છે.


BLAના લડવૈયાઓએ ગ્વાદર પોર્ટને નિશાન બનાવ્યું

BLAના લડવૈયાઓએ ગ્વાદર પોર્ટને નિશાન બનાવ્યું

પાકિસ્તાનમાં આંતરે દિવસે આતંકી હુમલાની ઘટનાઓ સામે આવી રહી છે. આ પહેલા 20 માર્ચે બલૂચિસ્તાન લિબરેશન આર્મીના લડવૈયાઓએ ગ્વાદર પોર્ટને નિશાન બનાવ્યું હતું. પાકિસ્તાન ચીનની મદદથી આ બંદર વિકસાવી રહ્યું છે, જેનો સ્થાનિક બલૂચ વસ્તી વિરોધ કરે છે. બલુચ વિદ્રોહીઓએ ગ્વાદર સહિત સમગ્ર બલુચિસ્તાનથી પસાર થતી સીપેક યોજના પર હુમલો શરૂ કરી દીધો છે. જેના કારણે ચીનની કંપનીઓ કામ છોડીને ભાગી રહી છે. કેટલાય ચીની કારીગરો હથિયાર લઈને કામ પર જાય છે. તેમને પણ છોડવામાં નથી આવી રહ્યા. બલુચ લડવૈયાઓએ ચીનના અરબો રૂપિયા અને તેમની આબરુની ધજાગરા ઉડાવી દીધા છે.


ચીનને લાલચ હવે મોંઘી પડી રહી

ચીનને લાલચ હવે મોંઘી પડી રહી

હકીકતમાં ગ્વાદર પોર્ટ પર હુમલો એટલે સીધેસીધો ચીન પર હુમલો કહેવાય. ગ્વાદર પોર્ટ ભલે પાકિસ્તાનમાં હોય, પરંતુ અહીં ચીનનો કબ્જો છે. ગ્વાદર ચીન માટે કેટલું કિંમતી છે તેનો અંદાજો એ વાતથી લગાવી શકાય કે, ગ્વાદર પોર્ટની લોકેશન જોઈને જ ચીને અરબો રૂપિયાની સીપેક પરિયોજના શરૂ કરી હતી. મહત્વનું છે કે, સીપેક યોજના ચીનના કાશગરથી શરૂ થઈને પાકિસ્તાનના ગ્વાદર સુધી આવે છે. પરંતુ આ ગ્વાદર પોર્ટ પર પહેલીવાર બલુચ વિદ્રોહીઓએ મોટો હુમલો કર્યો હતો.

બલુચ આર્મી ચીનના સૈનિકોને નિશાન બનાવે છે તેના કેન્દ્રમાં આજ સીપેક પરિયોજના છે. જેમાં ચીની સૈનિકો કામ કરે છે. એક જાણકારી પ્રમાણે સીપેક યોજનાનો મોટો ભાગ બલુચિસ્તાનથી પસાર થાય છે. ગ્વાદર પોર્ટ પણ બલુચિસ્તાનમાં જ છે. એટલે કે, જે ગ્વાદર પોર્ટમાં બેસશે તે અરબ સાગરના માધ્યમે મોટા શીપ રૂટ પર રાજ કરશે. આ લાલચ જ ચીનને ગ્વાદર પોર્ટ સુધી ખેંચી લાવ્યું. પરંતુ ચીનને આ લાલચ હવે મોંઘી પડી રહી છે.



તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top