વિશ્વની સૌથી મોટી વેક્સિન મેન્યુફેક્ચરિંગ કંપની બનાવશે ડેન્ગ્યુ-મેલેરિયાની રસી, માત્ર આટલા મહિન

વિશ્વની સૌથી મોટી વેક્સિન મેન્યુફેક્ચરિંગ કંપની બનાવશે ડેન્ગ્યુ-મેલેરિયાની રસી, માત્ર આટલા મહિનામાં થઇ જશે સમગ્ર ભારતના લોકોનું રશીકરણ!

03/11/2024 LifeStyle

SidhiKhabar

SidhiKhabar

વિશ્વની સૌથી મોટી વેક્સિન મેન્યુફેક્ચરિંગ કંપની બનાવશે ડેન્ગ્યુ-મેલેરિયાની રસી, માત્ર આટલા મહિન

વિશ્વની સૌથી મોટી વેક્સિન મેન્યુફેક્ચરિંગ કંપની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અદાર પૂનાવાલાએ પોતાના એક નિવેદનમાં કહ્યું છે કે, કોરોના વેક્સિન બાદ કંપની હવે મેલેરિયાની રસી બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. અને આ માટે કંપનીએ તેની ઉત્પાદન ક્ષમતા પણ  વધારી છે.


કોરોના વિરોધી વેક્સિનનું ઉત્પાદન ઘટાડ્યું

કોરોના વિરોધી વેક્સિનનું ઉત્પાદન ઘટાડ્યું

સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા કોરોના સામે રક્ષણ આપતી કોવિશિલ્ડ રસી બનાવે છે. પરંતુ હવે આ મહામારી નિયંત્રણ હેઠળ છે. તેથી માંગના અભાવને કારણે કોરોના વિરોધી વેક્સિનનું ઉત્પાદન ઘટાડવામાં આવ્યું છે. તેથી કંપની હવે મેલેરિયાની રસી બનાવવા માટે તેની પૂરેપૂરી ક્ષમતાનો ઉપયોગ કરવા પાછળ ધ્યાન કેન્દ્રિત કરશે. 


ત્રણ થી ચાર મહિનામાં સમગ્ર દેશમાં રસીકરણ કરાશે

ત્રણ થી ચાર મહિનામાં સમગ્ર દેશમાં રસીકરણ કરાશે

ચીફ એક્ઝિક્યુટિવ પૂનાવાલાએ કહ્યું હતું કે, જો ભવિષ્યમાં ક્યારેય મહામારી ફેલાય તો સમગ્ર ભારતમાં માત્ર ત્રણથી ચાર મહિનામાં જ રસીકરણ થઈ શકશે. તેમણે એ પણ કહ્યું કે, સીરમ સંસ્થા મેલેરિયાની રસીના 10 કરોડ ડોઝ બનાવવાની ક્ષમતા ધરાવે છે. અને જો માંગ વધે તો તેમાં પણ વધુ વધારો કરી શકાશે. 

દર વર્ષે લાખો લોકો ડેન્ગ્યુ અને મેલેરિયાનો શિકાર બને છે. ત્યારે અદાર પૂનાવાલાએ જણાવ્યું હતું કે, મેલેરિયાની રસી અંગે ટેક્નોલોજી ટ્રાન્સફર ડીલને બદલે રસીની નિકાસ પર ભાર આપવામાં આવશે. અને ડેન્ગ્યુની રસીનું પણ પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.



તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top