આજે આ રાશિના જાતકોના ઘરમાં રહેશે તહેવાર જેવા માહોલ, પાર્ટનર સાથે થઇ શકે છે દલીલ..!વાંચો આજનુ રા

આજે આ રાશિના જાતકોના ઘરમાં રહેશે તહેવાર જેવા માહોલ, પાર્ટનર સાથે થઇ શકે છે દલીલ..!વાંચો આજનુ રાશિફળ

03/01/2024 Religion & Spirituality

SidhiKhabar

SidhiKhabar

આજે આ રાશિના જાતકોના ઘરમાં રહેશે તહેવાર જેવા માહોલ, પાર્ટનર સાથે થઇ શકે છે દલીલ..!વાંચો આજનુ રા

તમામ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે, દૈનિક રાશિફળમાં જાણો. કઈ રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ રહેશે, કઈ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલી ભર્યો રહેશે? દૈનિક રાશિફળમાં જાણો.


મેષ

મેષ

આજનો દિવસ મિશ્ર ફળદાયી રહેશે. વિદેશથી બિઝનેસ કરતા લોકોને લાભની ઘણી તકો મળશે. નોકરીયાત લોકોને પણ કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. બિનજરૂરી ખર્ચાઓને કારણે તમારી આર્થિક સ્થિતિ કથળવાથી તમે ચિંતિત રહેશો. પરંતુ આજે તમારે બધા ખર્ચાઓ કાળજીપૂર્વક કરવા પડશે. લગ્ન માટે લાયક લોકો માટે આજે વધુ સારી તકો આવી શકે છે. સાંજે, તમારા માતાપિતાને ભગવાનના દર્શન કરવા માટે લઈ જઈ શકો છો. લકી કલર: ગ્રે, લકી નંબર: 3


વૃષભ

વૃષભ

આજનો દિવસ તમારા માટે અન્ય દિવસો કરતાં સારો રહેશે. પરિણીત લોકોને સાંજે તેમના જીવનસાથી તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. વૈભવી વસ્તુઓ પર થોડા પૈસા ખર્ચ કરશો. પરંતુ તમારે થોડા પૈસા બચાવવા પડશે, નહીં તો પાછળથી પસ્તાવો થશએ. આજે તમારા ભાઈ-બહેનો સાથે તમારા સંબંધો સારા રહેશે અને તમે તેમની સાથે સારો સમય પસાર કરશો. વિદેશથી કામ કરતા લોકોને આજે મોટો ઓર્ડર મળવાથી ખુશ રહેશે. લકી કલર: ગુલાબી, લકી નંબર: 15


મિથુન

મિથુન

આજનો દિવસ સામાન્ય રહેશે. દિવસ તમારા પેન્ડિંગ કામને પૂરા કરવામાં પસાર કરશો, જેમાં તમારે તમારા ભાઈઓના સહયોગની પણ જરૂર પડશે, જેનાથી તમને લાભ મળશે. આજે ધાર્મિક કાર્યોમાં રસ વધશે. નવી નોકરી શોધતા લોકોને તેમના કોઈ મિત્ર તરફથી સારી ઓફર મળી શકે છે. આજે તમે તમારા બાળકોને કેટલીક જવાબદારીઓ સોંપશો, જે તેઓ પૂરી કરશે. આજે તમે તમારા માતાપિતા સાથે કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી શકો છો. લકી કલર: મેજેન્ટા, લકી નંબર: 8


કર્ક

કર્ક

આજે ઘણી સમસ્યાઓ આવી શકે છે. તમારા સંતાનના લગ્ન માટે તમે ચિંતા અને તણાવ અનુભવશો. આધ્યાત્મિક ક્ષેત્રે કામ કરતા લોકોને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. પિતા સાથે ચાલતો તણાવ સમાપ્ત થઈ જશે. આજે તમે તમારા મનની બધી સમસ્યાઓ તમારા જીવનસાથી સાથે શેર કરશો અને તે તમારી વાતને સમજીને તેનો ઉપાય શોધવામાં સફળ થશે. આજે તમે તમારા પરિવારના નાના બાળકો સાથે સાંજનો સમય પસાર કરશો. લકી કલર: ગોલ્ડન, લકી નંબર: 1


સિંહ

સિંહ

સ્વાસ્થ્યની દૃષ્ટિએ દિવસ પરેશાની ભર્યો હોઈ શકે છે, તેથી તમારે તમારી કોઈપણ સ્વાસ્થ્ય સમસ્યાને નજરઅંદાજ ન કરવી જોઈએ. તે અંગે ડૉક્ટરની સલાહ લો, નહીં તો પરેશાની વધી શકે છે. સાંજે તળેલું ખાવાનું ટાળો. તમારા બાળકના કરિયર આવતી સમસ્યાઓ વિશે તમારા કોઈ મિત્રની સલાહ લો છો, તો તે તમને ખોટી સલાહ આપી શકે છે, તેથી સાવધાન રહેવું. તેણે કોઈપણ સિનિયર સભ્યને સલામ કરવી જોઈએ. જૂના દેવા ચૂકવવાથી તમે રાહત અનુભવશો. લકી કલર: સફેદ, લકી નંબર: 7


કન્યા

કન્યા

આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેશે. રોજિંદી જરૂરિયાતો માટે શોપિંગ કરી શકો છો. તમે તમારા જીવનસાથી માટે કિંમતી ભેટ પણ લઇ શકો છો. બિઝનેસમાં ઇચ્છા મુજબ નફો મળવાથી ખુશ રહેશો. પરિવારના નાના બાળકો પણ આજે તમારી પાસેથી કેટલીક માંગ કરી શકે છે. આજે કોઈ સંબંધી તરફથી કોઈ અશુભ સમાચાર મળવાથી તમારું મન ઉદાસ રહેશે. જે લોકો લગ્ન માટે લાયક છે તેમના માટે આજે કેટલીક સારી તકો આવશે. લકી કલર: પર્પલ, લકી નંબર: 2


તુલા

તુલા

નોકરિયાત લોકોએ ઓફિસમાં ખાસ કાળજી રાખવી, કારણ કે તેમને તેમના સિનિયર સાથે વાતચીત કરતા જોઈને તેમના શત્રુઓ કામને બગાડવાનો પૂરો પ્રયાસ કરશે. તેથી આજે સાવચેત રહેવું પડશે. વિદ્યાર્થીઓએ આજે કોઈ પરીક્ષા માટે અરજી કરી શકે છે, તેમના માટે દિવસ સારો રહેશે. જે લોકો નવું વાહન, જમીન વગેરે ખરીદવા જઈ રહ્યા છે, તેમની ઇચ્છા પૂર્ણ થશે. સાંજે, તમે તમારા મિત્રો સાથે બહાર જવાનું પ્લાનિંગ બનાવી શકો છો, જેમાં તમારા પિતાની સલાહ લઇને જવું તમારા માટે સારું રહેશે. લકી કલર: ઓલિવ, લકી નંબર: 10


વૃશ્ચિક

વૃશ્ચિક

ઘરમાં કોઇ તૈયારીઓને લઇને પરીવારમાં તહેવાર જેવો માહોલ રહેશે. તમારા જીવનસાથી સાથે વિવાદ થઈ શકે છે, તેથી આજે તમારે સાવધ રહેવું પડશે. રાજનીતિ સાથે જોડાયેલા લોકો આજે અમુક એવા લોકોને મળશે જે તેમના માટે ફાયદાકારક રહેશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં આવતી સમસ્યાનો ઉકેલ તેમના સહપાઠી તરફથી મળશે. આજે તમને તમારા સાસરિયાઓ તરફથી સન્માન મળશે. લકી કલર: સ્યાન, લકી નંબર: 12


ધન

ધન

આજે તમારા પરિવારમાં ચાલી રહેલા મતભેદને કારણે તમારે પરિવારના સભ્યો સાથે રૂબરૂ ચર્ચા કરવી પડી શકે છે. જેમાં કેટલાક સભ્યો તમને સારી વાત કહેશે અને કેટલાક ખરાબ કહેશે, પરંતુ તમારે આ બધાથી અલગ વિચારવું પડશે. તમારે પરિવારના વડીલો સાથે પણ વાત કરવી પડશે. ઇચ્છા મુજબ લાભ મળવાથી આજે તમે કાર્યક્ષેત્રમાં ખુશ રહેશો. લવ લાઈફ જીવતા લોકો તેમના પાર્ટનર સાથે ક્યાંક બહાર ફરવા જઇ શકે છે. નવો બિઝનેસ કરવા ઇચ્છતા લોકો માટે યોગ્ય સમય છે. લકી કલર: લવંડર, લકી નંબર: 5


મકર

મકર

આજે તમારી હિંમત અને બહાદુરી વધશે. તમારા માતાની સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યામાં સુધારો થશે. આજે તમારે કાર્યક્ષેત્રમાં તમારી અલગ ઓળખ બનાવવી પડશે, તો જ તમે સફળતા પ્રાપ્ત કરી શકશો. તમને નવી ઑફર્સ પણ મળી શકે છે. આજે તમારા ભાઈ-બહેનો પાસેથી કોઈપણ પ્રકારની મદદ સરળતાથી મળી જશે. કોઈના પર વિશ્વાસ ન કરશો, કારણ કે કોઈ તમારો વિશ્વાસ તોડી શકે છે, જેના કારણે માનસિક તણાવ અનુભવશો. લકી કલર: સિલ્વર, લકી નંબર: 9


કુંભ

કુંભ

આજનો દિવસ તમારા માટે ફળદાયી રહેશે. આજે તમારી પ્રોપર્ટી મેળવવાની ઈચ્છા પૂરી થશે. જો તમે લાંબા સમયથી કોઈ પ્રોપર્ટી લેવાનો પ્રયાસ કરી રહ્યા છો, તો ડીલ ફાઈનલ થઈ શકે છે. બિઝનેસમેન આજે પૈસા ઉધાર આપશે, તો તે પૈસા પરત મળવાની સંભાવના ઘણી ઓછી છે, તેથી સાવચેત રહો. આજે વિદ્યાર્થીઓ પોતાના નબળા વિષયો પર મહેનત કરશે તો જ સફળતા પ્રાપ્ત કરી શકશે. બાળકો તરફથી આજે તમને જે ચિંતા હતી તે સમાપ્ત થતા તમે ખુશ રહેશો. લકી કલર: નેવી બ્લુ, લકી નંબર: 4


મીન

મીન

તમારા વધતા ખર્ચને કારણે ચિંતિત રહેશો. જેમાંથી કેટલાક તમારે મજબૂરી વગર કરવા પડશે. આજે વધતા ખર્ચ પર નિયંત્રણ રાખો, નહીં તો પાછળથી સમસ્યાઓ આવશે. સરકારી નોકરી કરતા લોકોએ આજે કોઈના પર વિશ્વાસ કરતા પહેલા સાવધાન રહેવું, કારણ કે તે તેમનો વિશ્વાસ તોડી શકે છે. જો તમને કોઈ માનસિક તણાવ હોય તો તમે તેને યોગ અને ધ્યાન દ્વારા પણ દૂર કરી શકો છો. આજે તમે કોઈ મિત્ર પાસેથી થોડા પૈસા ઉધાર લઈ શકો છો. લકી કલર: મરૂન, લકી નંબર: 6

(Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે SidhiKhabar.com કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.)


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top