07/04/2022
MCX પર સોનાનો વાયદો 0.4 ટકા વધીને રૂ. 52,117 પ્રતિ દસ ગ્રામ થયો હતો. શુક્રવારે, સરકારે કિંમતી ધાતુ પરની આયાત ડ્યૂટીમાં અચાનક વધારો કર્યા બાદ ભારતમાં સોનાના ભાવમાં આશરે 3 ટકા અથવા 1,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો વધારો જોવા મળ્યો હતો.
સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે સોનાની કિંમતમાં વધારો જોવા મળી રહ્યો છે. જેના કારણે ભારતના વાયદા બજાર MCX પર સોનું બે મહિનાની ટોચે પહોંચી ગયું છે. MCX પર સોનાનો વાયદો 0.4 ટકા વધીને રૂ. 52,117 પ્રતિ દસ ગ્રામ થયો હતો. શુક્રવારે, સરકારે કિંમતી ધાતુ પરની આયાત ડ્યૂટીમાં અચાનક વધારો કર્યા બાદ ભારતમાં સોનાના ભાવમાં આશરે 3 ટકા અથવા 1,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો વધારો જોવા મળ્યો હતો. માંગને વેગ આપવા અને વેપાર ખાધ ઘટાડવા માટે સરકારે સોના પરની મૂળભૂત આયાત જકાત 7.5 ટકાથી વધારીને 12.5 ટકા કરી હતી. ભારત તેની મોટાભાગની સોનાની જરૂરિયાતની આયાત કરે છે.