12/05/2024
આરબીઆઈએ કહ્યું છે કે યુપીઆઈ લાઇટ માટેની વધેલી મર્યાદા પ્રતિ ટ્રાન્ઝેક્શન રૂ. 1,000 હશે અને કુલ મર્યાદા રૂ. 5,000 હશે. ઉપયોગમાં લેવાયેલી મર્યાદા માત્ર ઓનલાઈન મોડમાં AFA વડે ફરી ભરી શકાય છે.
ભારતીય રિઝર્વ બેંક એટલે કે RBI એ UPI Lite યુઝર્સને મોટી ભેટ આપી છે. આરબીઆઈએ ટ્રાન્ઝેક્શનની મર્યાદા વધારીને રૂ. 1,000 પ્રતિ ટ્રાન્ઝેક્શન અને કુલ મર્યાદા રૂ. 5,000 કરી છે. RBIએ કહ્યું કે UPI Lite માટે મહત્તમ ટ્રાન્ઝેક્શન લિમિટ 500 રૂપિયાથી વધારીને 1000 રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શન કરવામાં આવી છે. સાથે જ, કુલ મર્યાદા 2,000 રૂપિયાથી વધારીને 5,000 રૂપિયા કરવામાં આવી છે. આરબીઆઈએ અહીં સ્પષ્ટતા કરી છે કે ઉપયોગમાં લેવાયેલી મર્યાદાને વધારાના પ્રમાણીકરણ (એએફએ) વડે માત્ર ઓનલાઈન મોડમાં ફરી ભરી શકાય છે.