06/11/2025
Reliance Defence: ભારતના ડિફેન્સ ઉત્પાદનના દૃષ્ટિકોણને નવો આકાર આપનારા એક પગલામાં, રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પેટાકંપની, રિલાયન્સ ડિફેન્સે જર્મનીની Diehl Defence સાથે એક મોટી ડીલ કરી છે. આ ડીલ વલ્કાનો 155 મીમી પ્રોસીઝન-ગાઈડેડ મ્યૂનિશન સિસ્ટમના ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત હશે. આ એક આધુનિક તોપ ગોળો છે, જેને લાંબા અંતરના, સચોટ પ્રહારો માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે.
10 જૂને જાહેર કરાયેલી આ ડીલ ભારતને ડિફેન્સમાં આત્મનિર્ભર બનાવવા માટે એક મહત્ત્વપૂર્ણ પગલું છે. વલ્કાનો 155 મિમી સિસ્ટમ કોઈ સામાન્ય ગોળો નથી. તે સચોટ નિશાન લગાવવા માટે અત્યાધુનિક લેસર અને GPS બેઝ્ડ ટારગેટનો ઉપયોગ કરે છે. આ ગોળો એકદમ સચોટ નિશાન લગાવવામાં સક્ષમ છે. ખાસ કરીને આધુનિક સમયમાં યુદ્ધના દૃષ્ટિકોણથી આ એક ખાસ ગોળો છે.