04/22/2025
પોપ ફ્રાન્સિસ હવે આ દુનિયામાં નથી રહ્યા. સમગ્ર વિશ્વમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ દરમિયાન, એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે પોપ ફ્રાન્સિસના મોતના થોડા દિવસો અગાઉ વર્જિન મેરીની મૂર્તિમાં ચમત્કાર જોવા મળ્યો હતો. કેટલાક કૅથલિકોનો દાવો છે કે તેમણે ઇસ્ટર પૂજા દરમિયાન વર્જિન મેરીની મૂર્તિને રડતી જોઈ હતી. આ કિસ્સો કોલંબિયાના અગુઆસ ક્લારસ શહેરનો છે. વેબસાઇટ મિરરના અહેવાલ મુજબ, આ લોકોનો દાવો છે કે આ ચમત્કાર સેન્ટ જોન યુડેસ પેરિશમાં સેવન વર્ડ્સના ઉપદેશ દરમિયાન થયો હતો. આ પ્રાર્થના દરમિયાન, ત્યાં સ્થાપિત વર્જિન મેરીની મૂર્તિની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા હતા.