જાવેદ મિયાંદાદનો બફાટ- રામ મંદિરમાં જે જશે મુસ્લિમ બનીને બહાર નીકળશે, જુઓ વીડિયો

જાવેદ મિયાંદાદનો બફાટ- રામ મંદિરમાં જે જશે મુસ્લિમ બનીને બહાર નીકળશે, જુઓ વીડિયો

11/22/2023 Videos

SidhiKhabar

SidhiKhabar

જાવેદ મિયાંદાદનો બફાટ- રામ મંદિરમાં જે જશે મુસ્લિમ બનીને બહાર નીકળશે, જુઓ વીડિયો

પાકિસ્તાન ક્રિકેટ ટીમનો પૂર્વ કેપ્ટન જાવેદ મિયાંદાદ રમતની પીચ પર પોતાની અજીબોગરીબ હરકતો અને હવે પોતાના ઉશ્કેરણીજનક નિવેદનોને લઈને મોટા ભાગે ચર્ચામાં રહે છે. હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર તેનો એક જૂનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. અયોધ્યા રામ મંદિર પર તેનું વિવાદિત નિવેદન ચર્ચામાં છે. વીડિયોમાં તે કહી રહ્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ખૂબ સારું કામ કર્યું છે. રામ મંદિરમાં જે જશે, મુસ્લિમ બનીને બહાર નીકળશે.


જાવેદ મિયાંદાદ 90ના દશકમાં ક્રિકેટ રમતો હતો:

જાવેદ મિયાંદાદ 90ના દશકમાં ક્રિકેટ રમતો હતો:

90ના દશકમાં જ્યારે જાવેદ મિયાંદાદ ક્રિકેટ રમતો હતો, તો બાકી દેશના ખેલાડીઓની મજાક કરવાની તેની આદત હતી. ભારતીય બોલર વેંકટેશ પ્રસાદ સાથે મોટા ભાગે તેના ઝઘડા થતાં હતા. ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ડેનિસ લીલીની નકલ ઉતરતો પણ તે જોવા મળ્યો. પરંતુ સંન્યાસ બાદ તેણે પોતાની આ હરકતો ન છોડી. હાલમાં જ એશિયા કપ 2023 માટે ભારતીય ટીમ પાકિસ્તાન ન જવાના BCCIના નિર્ણય પર મિયાંદાદે આપત્તિજનક શબ્દોનો પ્રયોગ કર્યો હતો. હવે અયોધ્યામાં રામ મંદિરને લઈને તેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.


વાયરલ વીડિયોમાં શું છે?

વાયરલ વીડિયોમાં શું છે?

સોશિયલ મીડિયા પર જાવેદ મિયાંદાદનો જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે દાવો કરે છે કે જે પણ હિન્દુ રામ મંદિરમાં જશે, મુસ્લિમ બનીને બહાર નીકળશે. વીડિયોમાં તે કહી રહ્યો છે કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખૂબ સારું કામ કર્યું છે. આ તેમના દેશવાળાઓ માટે સારું છે, પરંતુ આપણાં માટે નહીં. જો કે, હવે હું તમને ઊંડાણથી બતાવું છું કે એ આપણાં માટે કેવી રીતે સારું છે. તેમણે એક મસ્જિદને મંદિર બનાવ્યું છે. મારો ઈમાન છે કે જે પણ એ મંદિરમાં જશે, મુસ્લિમ બનીને બહાર નીકળશે. મને તો ખૂબ ખુશી થઈ રહી છે. આમ કામ તો તમે ખોટું કર્યું, પરંતુ તમને ખબર નથી તમે શું કર્યું છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top