સુપરફૂડ ગણાતા અખરોટ પણ બની શકે છે જોખમરૂપ! જો આ સમસ્યાઓ હોય તો ચેતી જજો? જાણો
ઓમેગા 3, ફેટી એસિડ, એન્ટિ ઓક્સિડન્ટ, ફાઇબર, પ્રોટીન, વિટામિન અને મિનરલ્સ વગેરેનો ખજાનો માનતી અખરોટ એક સુપરફૂડ ગણાય છે. કહેવાય છે કે અખરોટ ખાવાથી મગજ તેજ થાય છે. તેનાથી હાર્ટ હેલ્ધી રહે છે અને સ્કીનને પણ ફાયદો થાય છે. ઉપરાંત તે નાના-મોટા સૌ કોઈ ખાઈ શકે છે. પરંતુ કેટલીક હેલ્થ કન્ડિશનમાં આ જ અખરોટ હાનિકારક પણ સાબિત થઈ શકે છે. જેમ દરેક ફૂડ આઈટમ દરેક વ્યક્તિ માટે યોગ્ય નથી તે રીતે અખરોટ પણ કેટલાક લોકો માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. કેટલાક લોકોની હેલ્થ પર અખરોટના કારણે ખરાબ અસર થઈ શકે છે.
અખરોટ ફાઇબરથી ભરપૂર હોય છે, પરંતુ તેને વધારે માત્રામાં લેવાથી ગેસ, બ્લોટીંગ, પેટમાં દુ:ખાવો અને પાચન સંબંધિત અન્ય સમસ્યાઓ થઈ શકે છે. જે લોકોને ઈરિટેબલ બાઉલ સિન્ડ્રો હોય અથવા તો જેની પાચનશક્તિ પહેલાથી જ નબળી હોય તેમણે પણ અખરોટનું સેવન મર્યાદિત માત્રામાં કરવું જોઈએ. અખરોટ હેલ્થી ફેટથી ભરપૂર હોય છે અને તેમાં કેલરી પણ વધારે હોય છે. તેથી જે લોકો વેઈટ લોસ ડાયટ પર હોય તેમણે ગણતરીમાં અખરોટ ખાવા નહીં તેનાથી વજન વધી શકે છે.
ઓમેગા 3 એસિડ લોહી પાતળું કરે છે, તેથી જે લોકોને લોહી ન જમવાની સમસ્યા હોય અથવા તો બ્લડિંગ ડીસઓર્ડર હોય તેમણે અખરોટ ખાવાનું ટાળવું જોઈએ કારણકે તેનાથી બ્લીડિંગ થવાનું જોખમ વધી જાય છે. આ ઉપરાંત જે લોકોનું ઓપરેશન થવાનું હોય તેમણે પણ ઓછામાં ઓછા બે અઠવાડિયા પહેલાથી અખરોટ ખાવાનું બંધ કરી દેવું જોઈએ. કારણ કે અખરોટ લોહીને પાતળું કરે છે સર્જરી દરમિયાન તેના કારણે લોહી વધારે વહી જાય તો જટિલતા સર્જાઈ શકે છે.
અખરોટમાં ઓક્સાલેટ નામનું તત્વ રહેલું છે, જે કિડની સ્ટોન વધારી શકે છે. જે લોકોને પહેલાથી જ સ્ટોનની સમસ્યા હોય તેમણે ડોક્ટરની સલાહ લીધા પછી જ અખરોટ ખાવા જોઈએ. આ સાથે અખરોટ બ્લડ સુગર કંટ્રોલ કરવામાં મદદ કરે છે. પરંતુ વધારે માત્રામાં અખરોટ ખાવાથી કેલરી ઓવરલોડ થઈ જાય છે જેના કારણે બ્લડ સુગર લેવલનું સંતુલન બગડી શકે છે. ઉપરાંત, જો કોઈ વ્યક્તિને નટ્સની એલર્જી હોય તો તેમના માટે અખરોટ હાનિકારક સાબિત થઈ શકે છે. એલર્જીને કારણે અખરોટ ખાધા પછી ખંજવાળ, રેશિસ, ગળામાં સોજા, શ્વાસની સમસ્યા જેવી તકલીફ થઈ શકે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે SidhiKhabar.com કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.)
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp