આટલી ઉંમરે ત્રીજી વખત માતા બનવા જઈ રહી છે આ હિરોઈન, 4 મહિના રહી ચૂકી છે રાહુલ મહાજનની પત્ની

આટલી ઉંમરે ત્રીજી વખત માતા બનવા જઈ રહી છે આ હિરોઈન, 4 મહિના રહી ચૂકી છે રાહુલ મહાજનની પત્ની

07/02/2022 LifeStyle

SidhiKhabar

SidhiKhabar

આટલી ઉંમરે ત્રીજી વખત માતા બનવા જઈ રહી છે આ હિરોઈન, 4 મહિના રહી ચૂકી છે રાહુલ મહાજનની પત્ની

ડિમ્પી ગાંગુલી (Dimpy Ganguly) 'બિગ બોસ 8'ની સ્પર્ધક રહી ચુકી છે અને રસપ્રદ વાત એ છે કે ડિમ્પી ત્રીજી વખત ગર્ભવતી છે. ત્રીજા બાળકના સારા સમાચાર ડિમ્પીએ ઈન્સ્ટાગ્રામ (Instagram) દ્વારા ચાહકો સાથે શેર કર્યા હતા.


તેણે પોતાનો એક ફોટો શેર કર્યો જેમાં તે તેના બંને બાળકો સાથે જોવા મળી હતી. તેણે આ ફોટો સાથે પોતાની એક્સાઈટમેન્ટ પણ શેર કરી છે. તમને જણાવી દઈએ કે ડિમ્પી રાહુલ મહાજનની પત્ની રહી ચુકી છે પરંતુ લગ્ન સફળ ન થયા. હવે તે રોહિત રોયની પત્ની છે. ડિમ્પી આ દિવસોમાં પ્રેગ્નન્સીના છેલ્લા તબક્કામાં છે અને આવી સ્થિતિમાં તેણે બેબી બમ્પ ફ્લોન્ટ કરતી વખતે ફોટોશૂટ કરાવ્યું છે.


જે તસવીરો સામે આવી છે તેમાં તમે જોઈ શકો છો કે ડિમ્પી ખૂબ જ સુંદર અંદાજમાં જોવા મળી રહી છે અને આ દરમિયાન તેના પતિ અને બાળકો સાથે ખૂબ જ ઉત્સાહિત છે. ડિમ્પી ગાંગુલીએ ઈન્સ્ટાગ્રામ પર બેબી બમ્પની ખાસ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તે સુંદર મેટરનિટી ડ્રેસ પહેરીને ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. કોમેન્ટ સેક્શનમાં જ્યાં લોકો તેમના આવનાર બાળક માટે ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે, ત્યાં તેઓ તેમને ખૂબ ખૂબ અભિનંદન પણ આપી રહ્યા છે.


તમને જણાવી દઈએ કે રાહુલ મહાજન અને ડિમ્પી ગાંગુલીના લગ્ન એક રિયાલિટી શો 'સ્વયંવર'માં થયા હતા. તેમના લગ્ન ખૂબ જ ચર્ચામાં રહ્યા હતા, પરંતુ લગ્નના લગભગ 4 મહિના પછી બંને વચ્ચે છૂટાછેડા શરૂ થઈ ગયા હતા. ડિમ્પીએ રાહુલ પર મારપીટનો આરોપ લગાવ્યો અને બંનેએ છૂટાછેડા લઈ લીધા. રાહુલથી છૂટાછેડા પછી, ડિમ્પીએ બિઝનેસમેન રોહિત રોય સાથે લગ્ન કર્યા અને બંને દુબઈમાં સુખી જીવન જીવી રહ્યા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top