24 ડિસેમ્બરે મુંબઈલો કાંદિવલીમાં માયાભાઇ આહીરનો એક ભજનનો કાર્યક્રમ થયો હતો. આ કાર્યક્રમમાં માયાભાઈએ જાહેરાત કરતાં યોગેશભાઈ સાગર માટે ‘મેનેજિંગ ટ્રસ્ટી’ શબ્દનો ઉપયોગ કર્યો હતો. આ વીડિયો વાયરલ થતાં બગદાણા આશ્રમના સેવક અને પૂર્વ સરપંચ નવનીતભાઈએ માયાભાઈને ફોન કરીને ધ્યાન દોર્યુ કહ્યું હતું કે બગદાણા ધામમાં કોઈ મેનેજિંગ ટ્રસ્ટી નથી. જેથી માયાભાઈએ બગદાણા ધામની માફી માગતો વીડિયો જાહેર કર્યો હતો.
આ મામલે એક ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ રહી છે, જેમાં માયાભાઇ આહિર અને નવનીતભાઈ વાતા કરતા હોય છે. આ વાયરલ ક્લિપની શરૂઆત બાપાસીતારામથી થાય છે. ક્લિપમાં નવનીત ભાઈ કહે છે, ‘બગદાણાથી નવનીતભાઈ બોલું છુ. ત્યારબાદ નવનીતભાઈ સામે માયાભાઇ બોલો છો? એમ પૂછે છે, જ્યારે માયાભાઇ ‘હા’ પાડે છે ત્યારે નવનીતભાઈ કહે છે હવે આ જે યોગેશભાઈની જાહેરાત છે તો આની પહેલા મીટિંગ થઈ હતી આશ્રમે. ભગવનદાદા ગુજરાતી છે, જૂના ટ્રસ્ટી છે. તેમણે એવું કહ્યું કે, અત્યારે મેનેજિંગ ટ્રસ્ટી કોઈ નથી. બધા ટ્રસ્ટી છે. મેનેજિંગની કોઈ નિમણૂક નથી થઈ. તો માયાભાઇ કહે છે કે તેનો વીડિયો મૂકી દઉં. ત્યારબાદ નવનીતભાઈ કહે છે કે અત્યાર સુધી કોઈ નથી થયું મેનેજિંગ બરાબર. ત્યારબાદ માયાભાઇ કહે છે કે શું વીડિયો મુકવાનો છે તો નવનીતભાઇ કહે છે અત્યારે મેનેજિંગ ટ્રસ્ટી નથી ખાલી ટ્રસ્ટી છે એમ. મારી પાસે લોકોના ફોન આવે છે એટલે કીધુ કે માયા આતાને વાત કરી લઉ એમ. તો માયાભાઇ કહે છે, સારું થયુ બધાએ નોંધ લીધી, પેલી વાતની નોંધ તો નથી લીધી ને. ઉત્સવની જે વાત બોલ્યો ઓની નોંધ તો નથી લીધી ને, એટલું જ દેખાણું ને? તો નવનીતભાઇ કહે છે. એ તો આતા ટ્રસ્ટીનું એકબીજાનું હાલતુ હોય તો કેય ને, પછી થોડી વાર કોઇ જવાબ નથી આવતો, તો નવનીત ભાઇ હેલ્લો હેલ્લો કહે છે. ત્યારબાદ નવનીતભાઇ કહે છે ઉત્સવનું થયું એ તો સારું જ થયું ને તો માયાભાઇ કહે છે. ના ના એ તો હું મોકલી જ દઉં છું.
જે બાબતે માયાભાઇએ માફી સાથેનો વીડિયો વાયરલ કર્યો હતો. માયાભાઈનો માફીનો વીડિયો બગદાણાના સેવકે વાયરલ કર્યો હતો. જેમાં માફીનો વીડિયો વાયરલ થતા અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરાયો છે. મેનેજીંગ ટ્રસ્ટી શબ્દ અંગે વાત કરનાર નવનીતભાઈ પર હુમલો થતા ચકચાર મચી ગયો છે. જેમાં બગદાણાના નવનીતભાઈ પર અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો છે. તેમાં નવનીતભાઈ પર હુમલાનો વીડિયો પણ સામે આવ્યા છે. હુમલા અંગે માયાભાઈના પુત્ર જયરાજ આહિર પર આરોપ છે. સેવક નવનીતભાઈ હાલ હનુમંત હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તથા સમગ્ર મામલે બગદાણા પોલીસે ફરીયાદ લેવાની તજવીજ હાથ ધરી છે. રાજનીતિમાં આવે તે અગાઉ જ જયરાજ પર દાદાગીરીનો આરોપ છે.
જેમાં માયાભાઈના પુત્ર જયરાજ આહિર પર મારામારીનો આરોપ છે. કથિત જયરાજ આહીર અને સેવક નવનીત વચ્ચે વાતચીતનો પણ ઓડિયો છે. sidhikhabar.comઆ વાયરલ ઓડિયો ક્લીપ અંગે કોઈ પુષ્ટિ કરતું નથી. તથા ઓડિયો ક્લીપના તથ્ય સહિત તટસ્થ તપાસમાં મોટો ધડાકો થઈ શકે છે. સમગ્ર પ્રકરણમાં તટસ્થ તપાસમાં દૂધનું દૂધ,પાણીનું પાણી થઈ શકે છે. સાચું શું, ખોટું શું તેની પોલીસે તપાસ કરવી જરૂરી છે.
ભારત હેડલાઇન ન્યૂઝ અનુસાર, DYSPએ આ મામલે જણાવ્યું કે, 29/12/2025ના રોજ બગદાણા પોલીસ સ્ટેશનમાં BNSની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં આ સમગ્ર બનાવમાં ફરિયાદી નવનીતભાઈ બાલકિયા, જેઓ બગદાણાના સરપંચના સંબંધી છે. તેના પર હુમલાના મામલે CCTV અને હ્યુમન સોર્સના આધારે જાણવા મળ્યું કે, આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવે છે, જેમાં નવનીતભાઇએ આપેલા વીડયોના આધારે નાજુભાઈ ઓળખ કરી તેને કસ્ટડીમાં લઇને પૂછપરછ કરવામાં આવતા જાણવા મળ્યું કે, નાજુભાઈ દારૂના ધંધા સાથે જોડાયેલો છે અને વારંવાર LCB અને લોકલ પોલીસ દ્વારા કેસ કરવામાં આવ્યો છે.
આ બધી વાતની બાતમી નવનીતભાઈ આપતા હોવાની હોવાની શંકાના આધારે અને નવનીતભાઈ પોતે માટીના ધંધા સાથે સંકળાયેલ છે. તેથી નાજુભાઈના સહ આરોપીઓ છે તેઓ પણ માટીના ધંધા સાથે સંકળાયેલ છે. તેથી માટીના ધંધા ઉપર અવરનવાર ખાણખનીજની રેડ કરાવેલ હોય છે અને આ રેડની શંકા પણ નવનીતભાઈએ બાતમી આપી છે. આ બંને બાબતે રાગદ્વેષ રાખી હુમલો કરવામાં આવ્યો છે. આ 8 આરોપીની ઓળખ થઈ ગઈ છે. અને નાજુભાઈએ પણ નામ આપ્યા છે. નવનીતભાઈના માયાભાઇ આહિરના વાયરલ વીડિયો અંગે સવાલ પર તેમણે આમાં આ મામલે કોઈ સામ્યતા ન હોવાનું જણાવ્યુ હતું.