બોલો! લસણ-કાંદાને કારણે ગુજરાતી કપલના છૂટાછેડા થયા; જાણો શું છે આખો મામલો
અમદાવાદમાં એક કપલ વચ્ચે કાંદા અને લસણને કારણે છૂટાછેડા થઈ ગયા. પત્ની સ્વામિનારાયણ સમરદાયમાં માનનારી હતી એટલે તે ધાર્મિક કારણોસર કાંદા અને લસણ ખાટી નહોતી. જ્યારે પતિ અને સાસુ સામાન્ય ખોરાક લેવાનું પસંદ કરતા. આ મુદ્દા પર તકરાર વધી, જેના કારણે છૂટાછેડા થઇ ગયા અને અંતે તેઓ હાઇકોર્ટ સુધી પહોંચ્યા.
આ લગ્ન 2002માં થયા હતા. પત્ની સ્વામિનારાયણ સંપ્રદાયની અનુયાયી હતી એટલે કાંદા અને લસણ ખાતી નહોતી. પતિ અને સાસુ તેમની ખાવાની આદતોમ બદલવા માગતા નહોતા. ઘરમાં અલગ રસોઈની વ્યવસ્થા કરવામાં આવી હતી, પરંતુ સમસ્યાનું કોઈ સમાધાન ન થયું. સમય જતા પરિવારમાં તણાવ વધતો ગયો અને અંતે પત્ની બાળક સાથે ઘર છોડીને માતા-પિતાના ઘરે જતી રહી.
2013માં પતિએ ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી. તેણે જણાવ્યું હતું કે તેની પત્નીની ભોજન સાથે જોડાયેલી સખત આદતોએ તેમના સંબંધોને નુકસાન પહોંચાડ્યું છે. 2024માં, ફેમિલી કોર્ટે છૂટાછેડા મંજૂર કર્યા અને પતિને તેની પત્નીને ભરણપોષણ ચૂકવવાનો આદેશ આપ્યો.
ફેમિલી કોર્ટના નિર્ણય બાદ, પત્નીએ છૂટાછેડાને પડકારતી ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરી. પત્નીના વકીલે કોર્ટને જણાવ્યું કે પતિ તેની ધાર્મિક માન્યતાઓનો આદર કરતો નથી. પત્નીએ એવો પણ દાવો કર્યો હતો કે ફેમિલી કોર્ટે પતિને તેનું ભરણપોષણ કરવાનો આદેશ આપ્યો હતો, પરંતુ તેનું પાલન કરવામાં આવી રહ્યું નથી.
પતિએ દાવો કર્યો હતો કે તે અને તેની માતા તેની પત્નીના નિર્દેશ મુજબ ભોજન પણ રાંધતા હતા, પરંતુ ઝઘડા વધતા રહ્યા. હાઈકોર્ટની સુનાવણી દરમિયાન પત્નીએ જણાવ્યું હતું કે તેને હવે છૂટાછેડા સામે કોઈ વાંધો નથી. પતિએ કોર્ટને વચન પણ આપ્યું હતું કે તે બાકી ભરણપોષણની રકમ હપ્તામાં ચૂકવશે. ત્યારબાદ, ગુજરાત હાઈકોર્ટે પત્નીની અપીલ ફગાવી દીધી અને ફેમિલી કોર્ટના છૂટાછેડાના નિર્ણયને માન્ય રાખ્યો. આગામી સમયમાં ભરણપોષણ ભથ્થાને લઈને વિચાર કરવામાં આવશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp