08/16/2025
ભારત સહિત વિશ્વભરના દેશો આજે અલાસ્કાના એન્કોરેજમાં યોજાયેલી બેઠક પર નજર રાખી રહ્યા હતા. આ બેઠક અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે થઈ હતી. આ બેઠકનો હેતુ સ્પષ્ટ હતો, રશિયા-યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવાની દિશામાં કામ કરવાનો. બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતા બંને નેતાઓએ તેને સકારાત્મક પણ ગણાવ્યું. જોકે, યુદ્ધવિરામનો ઉકેલ આવી શક્યો નથી. અમેરિકન રાષ્ટ્રપતિનું કહેવું છે કે ઘણા મુદ્દાઓ પર સહમતિ છે, પરંતુ કેટલાક મુદ્દાઓ ઉકેલાઈ શક્યા નથી.
બંને દેશોના નેતાઓ વચ્ચેની બેઠક શાંતિનો માર્ગ ખોલી શકે છે. જો આ મુદ્દા પર બીજી બેઠક થશે, તો યુક્રેન-રશિયા યુદ્ધને સમાપ્ત કરવા માટે મહત્ત્વપૂર્ણ રહેશે. જોકે, હજુ સુધી ઔપચારિક રીતે સ્પષ્ટ નથી કે આગામી બેઠક થશે કે નહીં. પરંતુ, પ્રેસ કોન્ફરન્સના અંતે, પુતિને ટ્રમ્પને કહ્યું કે આગામી બેઠકનું આયોજન મોસ્કોમાં કરવામાં આવે. જેના પર ટ્રમ્પે કહ્યું કે તે આગળ જોવાઇ જશે.