આ દેશમાં નવા વર્ષની ઉજવણી માતમમાં ફેરવાઈ! અનેક લોકોએ ગુમાવવો પડ્યો જીવ! જાણો વિગતો

આ દેશમાં નવા વર્ષની ઉજવણી માતમમાં ફેરવાઈ! અનેક લોકોએ ગુમાવવો પડ્યો જીવ! જાણો વિગતો

01/01/2026 World

SidhiKhabar

SidhiKhabar

આ દેશમાં નવા વર્ષની ઉજવણી માતમમાં ફેરવાઈ! અનેક લોકોએ ગુમાવવો પડ્યો જીવ! જાણો વિગતો

નવા વર્ષની શરૂઆત આ દેશ માટે મોટી દુર્ઘટના લઈને આવી છે. માહિતી મુજબ, નવા વર્ષની ઉજવણી વચ્ચે ગુરુવારે સ્વિત્ઝર્લેન્ડના એક રિસોર્ટમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીં એક સ્કી રિસોર્ટમાં પ્રચંડ વિસ્ફોટ થતાં અનેક લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ બ્લાસ્ટ સ્વિટ્ઝર્લેન્ડના ક્રેન્સ મોંટાના શહેરમાં થયો છે. પોલીસે ઘટનાસ્થળે બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા છે. બ્લાસ્ટ પછી બારમાં આગ લાગી હતી જેમાં ઘણા લોકો ફસાયા હતા. સ્વિસ પોલીસની રેકસ્યું ટીમ તેમને બહાર કાઢી હોસ્પિટલ મોકલ્યા છે.


View this post on Instagram

A post shared by SidhiKhabar (@sidhikhabar)


પોલીસે શું કહ્યું?

પોલીસે શું કહ્યું?

સ્વિસ પોલીસે ગુરુવારે સવારે જણાવ્યું હતું કે, આ વિસ્ફોટને કારણે મોત અને ઈજાગ્રસ્તોનો આંકડો મોટો હોઈ શકે છે. કેમ કે બ્લાસ્ટને પગલે આખી ઈમારત આગમાં ઘેરાઈ ગઇ હતી. આ બારમાં 400 લોકો હાજર રહી શકે એટલી ક્ષમતા હતી. જોકે આ ઘટનાના સમયે બારમાં 100 લોકો હાજર હતા. જેમાંથી 10 લોકોના મોત થતાં ઘણાં લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જો કે, હજુ સુધી સ્વિસ પોલીસને આ બ્લાસ્ટનું કારણ હાથ લાગ્યું નથી. આ ઘટના સવારે 1:30 વાગ્યાની આસપાસ ક્રેન્સ મોંટાનાના લગઝરી અલ્પાઇન રિસોર્ટમાં કોન્સ્ટેલશન નામના એક બારમાં બની હતી. આ બાર પર્યટકો વચ્ચે લોકપ્રિય છે. તે સમયે લોકો નવા વર્ષની ઉજવણી કરી રહ્યા હતા. લોકોની ભારે ભીડ હતી તે દરમિયાન આ બ્લાસ્ટ થયો હતો. જેમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top