ધર્મેન્દ્રની પૈતૃક સંપતિ તેના એક પણ સંતાનને ન મળી, કારણ જાણી લાગશે નવાઈ! જાણો વિગતે

ધર્મેન્દ્રની પૈતૃક સંપતિ તેના એક પણ સંતાનને ન મળી, કારણ જાણી લાગશે નવાઈ! જાણો વિગતે

12/03/2025 Glamour

SidhiKhabar

SidhiKhabar

ધર્મેન્દ્રની પૈતૃક સંપતિ તેના એક પણ સંતાનને ન મળી, કારણ જાણી લાગશે નવાઈ! જાણો વિગતે

લોકપ્રિય અભિનેતા ધર્મેન્દ્રનું ૨૪ નવેમ્બરના રોજ અવસાન થવાથી ભારતીય ફિલ્મ ઉદ્યોગ અને વિશ્વભરના પ્રશંસકોની પેઢીઓમાં શોકની લહેર છવાઈ ગઈ હતી. જ્યારે તેમની સિનેમા યાત્રા તેમને પંજાબના શાંત ગામડાઓથી દૂર લઈ ગઈ, ત્યારે ધર્મેન્દ્ર તેમના શરૂઆતના વર્ષોને આકાર આપતી જમીન અને વંશને ક્યારેય ભૂલ્યા નહીં. અભિનેતાએ તેમની પૂર્વજોની મિલકત તેમના કોઈપણ બાળકોને ન આપતાં તે સંપૂર્ણપણે કોઈ બીજાને ભેટમાં આપવાનું પસંદ કર્યું હતું.


5 કરોડની મિલકત

5 કરોડની મિલકત

તેમની બગડતી તબિયતને કારણે અભિનેતાએ લગભગ આઠથી દસ વર્ષ પહેલાં પોતાનું વસિયતનામું તૈયાર કરી દીધું હતું. જેમાં પૂર્વજોના ઘર અંગેનો તેમનો નિર્ણય ભૌતિક બાબતોને કારણે નહીં પરંતુ પારિવારિક જવાબદારીના આદરથી પ્રેરિત હતો. 2015મા જ્યારે ધર્મેન્દ્ર પોતાના ગામ ગયા હતા તો તેમણે આ જમીન પોતાના ભત્રીજાને આપી દીધી હતી, કારણ કે દાયકાઓથી તે આ જમીનનું ધ્યાન રાખી રહ્યો હતો. લગભગ 2.5 એકરમાં ફેલાયેલી આ મિલકત આશરે 5 કરોડ રૂપિયાની અંદાજિત કિંમત ધરાવે છે. આ મિલકત તેમના કાકાના પૌત્રોને ભેટમાં આપવામાં આવી હતી, જેમાં બુટા સિંહનો પણ સમાવેશ થાય છે, જે હજુ પણ લુધિયાણામાં એક કાપડ મિલમાં કામ કરે છે.


કેમ આપી દીધી જમીન?

કેમ આપી દીધી જમીન?

તેમના ભત્રીજા ભૂટા સિંહ દેઓલે એક ઇન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે, ધર્મેન્દ્ર અંકલ મારા પિતા મંજીત સિંહના પિતરાઈ ભાઈ હતા. તેઓ છેલ્લે 2019મા ગામમાં આવ્યા હતા. જ્યારે તેમના પુત્ર સની દેઓલે ગુરદાસપુરથી લોકસભા ચૂંટણી લડી હતી, ત્યારે હું તેમના પ્રચાર માટે ગુરદાસપુર ગયો હતો. તે પહેલા તેઓ 2015-2016મા ગામ આવ્યા હતા, જ્યારે તેમણે 19 કનાલ અને ત્રણ મરલા જમીન મારા પિતા મંજીત સિંહ અને મારા કાકા શિંગારા સિંહના નામે કરી દીધી હતી. તેમણે કહ્યું કે- જ્યારે તેઓ દાયકા પહેલા મુંબઈ જતા રહ્યા હતા, ત્યારથી અમારો પરિવાર તે જમીનનું ધ્યાન રાખી રહ્યો છે અને ખેતી કરી રહ્યો છે. તે પોતાના મૂળ અને અમને ક્યારેય ભૂલ્યા નથી.

 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top