ધર્મેન્દ્રના સ્વર્ગવાસના આટલા દિવસે હેમા માલીનીએ પોતાનું દુ:ખ વ્યક્ત કર્યું, સોશિયલ મીડિયા પર લ

ધર્મેન્દ્રના સ્વર્ગવાસના આટલા દિવસે હેમા માલીનીએ પોતાનું દુ:ખ વ્યક્ત કર્યું, સોશિયલ મીડિયા પર લખી આ વાતો, જાણો વિગતે

11/27/2025 Glamour

SidhiKhabar

SidhiKhabar

ધર્મેન્દ્રના સ્વર્ગવાસના આટલા દિવસે હેમા માલીનીએ પોતાનું દુ:ખ વ્યક્ત કર્યું, સોશિયલ મીડિયા પર લ

બોલિવૂડમાં છ દાયકાથી વધુ સમય માટે ફાળો આપનાર દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રપાજીના સ્વર્ગવાસને ત્રણ દિવસ વીતી ચુક્યા છે. ધર્મેન્દ્રના 24 નવેમ્બરના રોજ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ત્યારે તેમના નિધનના સમાચાર પર પરિવાર વતી પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. તેમના પત્ની હેમા માલિનીએ પહેલી પોસ્ટ કરી છે. ઈમોશનલ શ્રદ્ધાંજલિ આપી છે. તેમણે કહ્યું કે, ધર્મેન્દ્ર મારા માટે બધું જ હતા. આ સાથે તેમણે યાદો સ્વરૂપે ધર્મેન્દ્ર સાથેના પોતાના જૂના ફોટા શેર કર્યા છે.



ઈમોશનલ પોસ્ટ

ઈમોશનલ પોસ્ટ

અભિનેત્રી હેમા માલિનીએ પોસ્ટમાં લખ્યું છે કે,  'ધરમ જી, તેઓ મારા માટે ઘણું બધું હતા. એક પ્રેમાળ પતિ, અમારી બે પુત્રીઓ ઈશા અને આહાનાના પિતા, મિત્ર, ફિલોસોફર, ગાઈડ અને એવા વ્યક્તિ જેમની પાસે હું જરૂરતના સમયે કંઈ પણ વિચાર્યા વિના જઈ શકતી હતી. તે મારા માટે બધું જ હતા. અમે સારા અને ખરાબ સમયમાંથી પસાર થયા. તેમણે તેમના સરળ સ્વભાવ અને ફ્રેન્ડલી અપ્રોચની સાથે મારા પરિવારના તમામના દિલ જીતી લીધા. તેમણે દરેક પ્રત્યે પ્રેમ દર્શાવ્યો. એક પબ્લિક પર્સનાલિટી હોવાના કારણે તેમનું ટેલેન્ટ અને યુનિવર્સલ અપીલ તેમને બાકી તમામ લેજેન્ડ્સથી અલગ 'યુનિક આઈકોન' બનાવે છે.'

તેમણે પોતાનું દુઃખ વ્યક્ત કરતાં લખ્યું હતું કે, 'ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેમની સિદ્ધિ અને ફેમ હંમેશા જીવંત રહેશે. હું મારું દુઃખ વ્યક્ત નથી કરી શકતી. તેઓ મારા જીવનમાં જે ખાલીપણું છોડી ગયા છે તે ક્યારેય ભરાશે નહીં. આટલા વર્ષો સાથે રહ્યા પછી હું માત્ર યાદોના સહારે જીવવા માટે મજબૂર છું. આ સ્પેશિયલ મોમેન્ટ્સના સહારે હું એ ક્ષણોને ફરીથી જીવી શકીશ.' પોતાની આ ઈમોશનલ પોસ્ટ સાથે હેમાએ અભિનેતા સાથેના જૂના ફોટા પોસ્ટ કર્યા છે. તેમણે બીજી પોસ્ટના કેપ્શનમાં લખ્યું, વર્ષોનો સાથ, હંમેશા રહેશે.



આટલી ફિલ્મોમાં કર્યું સાથે કામ

આટલી ફિલ્મોમાં કર્યું સાથે કામ

હેમા માલિનીની આ પોસ્ટ જોઈને તેમના ચાહકો ભાવુક થઈ ગયા છે. ધર્મેન્દ્ર-હેમાની જોડી એક સમયે બોલીવુડના ચાહકોની પ્રિય હતી. તેમણે લગભગ ૩૫ જેટલી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. એમાં પણ ખાસ શોલેમાં તેમની કેમિસ્ટ્રી સૌથી દમદાર લાગી હતી. માહિતી પ્રમાણે દેઓલ પરિવારે ગુરુવારે એટલે કે આજે ધર્મેન્દ્રની પ્રાર્થના સભા રાખી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top