‘તારક મહેતા..’ ફેમ નટુકાકાનું નિધન, કેન્સર સામે લડતા અંતિમ શ્વાસ લીધા

‘તારક મહેતા..’ ફેમ નટુકાકાનું નિધન, કેન્સર સામે લડતા અંતિમ શ્વાસ લીધા

10/03/2021 Glamour

SidhiKhabar

SidhiKhabar

‘તારક મહેતા..’ ફેમ નટુકાકાનું નિધન, કેન્સર સામે લડતા અંતિમ શ્વાસ લીધા

મુંબઈ: પ્રખ્યાત ધારાવાહિક ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’માં નટુકાકાનું (Natu Kaka) પાત્ર ભજવતા ઘનશ્યામ નાયક (Ghanshyam Nayak) હવે નથી રહ્યા. તેઓ કેન્સર સામે લડી રહ્યા હતા અને આજે તેમનું નિધન થયું છે. સિરિયલના પ્રોડ્યુસર આસિતકુમાર મોદીએ આ જાણકારી આપી છે.

અસિતકુમાર મોદીએ કહ્યું કે, સૌના પ્રિય નટુ કાકા આપણી સાથે નથી રહ્યા. પરમ કૃપાળુ પરમેશ્વર તેમને પોતાના ચરણોમાં સ્થાન આપે અને પરમ શાંતિ અર્પે. તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. નટુ કાકા, અમે તમને ભૂલી નહીં શકીએ.’

ઘનશ્યામ નાયક છેલ્લા ઘણા સમયથી કેન્સરની બીમારી સામે લડી રહ્યા હતા અને તેમની સારવાર ચાલી રહી હતી. સારવારના કારણે જ તેમણે થોડા સમય માટે સિરિયલના શૂટિંગમાંથી પણ વિરામ લીધો હતો. ટૂંકી સારવાર બાદ આજે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.


તેમનો જન્મ 12 મે, 1944 માં મહેસાણા ખાતેના એક ગામમાં થયો હતો. તેમણે નાટકોથી માંડીને અનેક ગુજરાતી અને હિંદી ફિલ્મોમાં અભિનય કર્યો હતો. જોકે, વર્ષ 2008 માં શરૂ થયેલી ધારાવાહિક ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’માં (Taarak Maheta Ka Ulta Chashma) નટુકાકાનું પાત્ર ભજવીને તેઓ ઘરે-ઘરે જાણીતા બન્યા હતા.

75 થી વધુ વર્ષની વયે પણ તેઓ દરરોજ શૂટિંગ કરતા હતા અને સ્વસ્થ હતા પરંતુ ગત વર્ષે તેમને કેન્સરની બીમારી હોવાનું જણાયું હતું અને ત્યારબાદ તેમની સારવાર શરૂ કરવામાં આવી હતી. આ વર્ષે જુલાઈ મહિનામાં તેમણે સારવાર માટે સીરીયલમાંથી બ્રેક પણ લીધો હતો.

જોકે, ટૂંકી સારવાર બાદ તેમણે દુનિયાને અલવિદા કહી દીધું છે. તેમના ચાહકો સોશિયલ મીડિયા ઉપર તેમને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top