પિતાનો સામાજિક બહિષ્કાર થતાં કિંજલ દવેએ સમાજને દેખાડી લાલ આંખ, જુઓ વિડિયો

પિતાનો સામાજિક બહિષ્કાર થતાં કિંજલ દવેએ સમાજને દેખાડી લાલ આંખ, જુઓ વિડિયો

12/15/2025 Glamour

SidhiKhabar

SidhiKhabar

પિતાનો સામાજિક બહિષ્કાર થતાં કિંજલ દવેએ સમાજને દેખાડી લાલ આંખ, જુઓ વિડિયો

લોકપ્રિય ગાયિકા કિંજલ દવે પોતાની સગાઈની તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કર્યા બાદથી ચર્ચામાં છે. ત્યારે હવે આ ચર્ચામાં નવો વળાંક આવ્યો છે. કિંજલ દવેની આંતરજ્ઞાતિય સગાઇ મુદ્દે તેમનો સમાજ રોષે ભરાયો છે. કિંજલ દવેએે આજના આઘુનિકો વિચારો-માનસિકતાને અનુરૂપ અન્ય આંતરજ્ઞાતિય યુવક સાથે લગ્ન કરવા માટે નિર્ણય કર્યો અને સગાઈ કરી. જ્યારે બીજી બાજુ ઔદિચ્ય બ્રહ્મ સમાજે બેઠક કરીને કિંજલ દવેના પરિવારનો આ મુદ્દે સામાજિક બહિષ્કાર કર્યો છે.


વિવાદમાં સગાઇ

વિવાદમાં સગાઇ

ગાયિકા કિંજલ દવેએ તાજેતરમાં એક બિઝનેસમેન સાથે સગાઈ કરી છે.આ બિઝનેસમેન બ્રહ્મ સમાજથી ન હોઈ અને આંતરજ્ઞાતિય છે તેવી ફરિયાદ સાથે ઔદિચ્ય બ્રહ્મ સમાજે વિરોધ નોંધાવ્યો છે. ત્યારે આ મુદ્દે કાંકરેજના શિહોરી ખાતે આજે સમાજની બેઠક મળી હતી અને જેમાં સિંગર કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર કરવા નિર્ણય લેવાયો હતો. આંતરજ્ઞાતિય લગ્ન મુદ્દે પાંચ પરગણા ઔદિચ્ય બ્રહ્મ સમાજે નારાજગી રજૂ કરીને કિંજલ દવેના પિતા અને પરિવારને બ્રહ્મ સમાજમાંથી આજીવન બહાર કરવાની જાહેરાત કરી છે.


View this post on Instagram

A post shared by SidhiKhabar (@sidhikhabar)


કિંજલ દવેનો સ્પષ્ટ સંદેશ

કિંજલ દવેનો સ્પષ્ટ સંદેશ

ત્યારે આ મુદ્દે કિંજલ દવેએ સોશિયલ મીડિયા પર ચાલી રહેલા વિવાદો પર મૌન તોડ્યું છે. કિંજલ દવએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો સંદેશ દ્વારા અસામાજિક તત્વો અને ટીકાકારોને કડક શબ્દોમાં જવાબ આપ્યો છે. કિંજલ દવેએ જણાવ્યું છે કે, છેલ્લા ઘણા સમયથી તેમના સગપણને લઈને મીડિયામાં અનેક ચર્ચાઓ ચાલી રહી હતી, પરંતુ તેઓ અત્યાર સુધી શાંત હતા કારણ કે વાત માત્ર તેમના સુધી સીમિત હતી. પરંતુ  હવે જ્યારે વાત તેમના પરિવાર અને પિતાના સ્વાભિમાન પર આવી છે, ત્યારે એક દીકરી તરીકે સહન કરવું મુશ્કેલ છે અને એટલે જ તેમણે આજે બોલવાનો નિર્ણય કર્યો છે.

તેમણે સમાજના ઠેકેદારો પર નિશાન સાધતા કહ્યું હતું કે, 'આધુનિક જમાનામાં પણ અમુક અસામાજિક તત્ત્વો દીકરીઓ માટેના નિયમો નક્કી કરવા નીકળ્યા છે. દીકરીઓને ઉડવા માટે પાંખો મળી છે, પણ તેને કાપવાની વાતો થઈ રહી છે'. તેમણે બાળ લગ્ન, સાટા પ્રથા અને દીકરીઓના પૈસા લેવા જેવા કુરિવાજો સામે પણ આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે એક તરફ દીકરીઓ આર્મી, નેવી અને વિજ્ઞાન ક્ષેત્રે દેશનું ગૌરવ વધારી રહી છે, ત્યારે બીજી તરફ તેમને ઘુંઘટમાં રાખવાની અને દબાવવાની માનસિકતા દુઃખદ છે.


જૂના સંબંધ પર સ્પષ્ટતા

જૂના સંબંધ પર સ્પષ્ટતા

કિંજલ દવેએ પોતાના જૂના સંબંધો અને સગાઈ તૂટવા અંગે સ્પષ્ટતા કરતા કહ્યું કે, જ્યારે મુસીબત આવી ત્યારે તેમણે પોતાના પરિવાર માટે સ્ટેન્ડ લેતા નિર્ણય લીધો કે, તેઓ એ સંબંધમાં નહીં રહે. અને જ્યારે પરિવાર પર વાત આવે ત્યારે તે કોઈને પણ છોડવા તૈયાર નથી. તેમણે પોતાના નવા સાસરિયાં પક્ષને ભક્તિમય અને સંસ્કારી ગણાવી, ત્યાં મળતા આદર અને પ્રેમ બદલ ગૌરવ વ્યક્ત કર્યું હતું. આ ઉપરાંત વીડિયોના અંતમાં તેમણે ચેતવણી આપતા સ્પષ્ટ કર્યું છે કે, હવે પછી જો કોઈ તેમના પરિવાર વિરુદ્ધ સોશિયલ મીડિયા પર પોસ્ટ કે અભદ્ર કમેન્ટ કરશે, તો તેઓ તે વ્યક્તિ સામે કાયદેસરના પગલાં લેશે. અને તેમણે શિક્ષિત સમાજને અપીલ કરી હતી કે, દીકરીઓના શિક્ષણ અને પ્રગતિ માટે આવા તત્વોને સમાજમાંથી દૂર કરવા જોઈએ.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top