બારડોલીમાં ભંગારના ગોડાઉનમાં લાગી આગ, 15થી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે

બારડોલીમાં ભંગારના ગોડાઉનમાં લાગી આગ, 15થી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે

12/15/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

બારડોલીમાં ભંગારના ગોડાઉનમાં લાગી આગ, 15થી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે

છેલ્લા કેટલાક દિવસથી સુરતમાં આગની ઘટનાઓ સામે આવી રહી છે. પહેલા સુરતની કાપડ માર્કેટમાં આગ લાગી હતી અને ત્યારબાદ મંડપના ગોડાઉનમાં આગ લાગી ગઈ હતી. આ આગ પર ભારે જહેમત બાદ કાબૂ મેળવવામાં આવ્યો હતો. હવે બારડોલીની ધુલિયા ચોકડી પાસે ભંગારના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની છે


15થી વધુ ગોડાઉન બળીને સ્વાહા

15થી વધુ ગોડાઉન બળીને સ્વાહા

મળતી માહિતી મુજબ, ગઇકાલે મોડી રાત્રે બારડોલીની ધુલિયા ચોકડી પાસે આવેલા એક ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી, જેના કારણે એ વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી અને ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવી લીધો હતો, પરંતુ પવનને કારણે આજે સવારે ફરી એક વખત આગ લાગી ગઈ હતી. આ ગોડાઉનમાં પ્લાસ્ટિક હોવાથી આગ વધુ વિકરાળ બની છે અને 11થી વધુ ગોડાઉન આ આગની ઝપેટમાં આવી ગયા છે. આગના ગોટેગોટા દૂર-દૂર સુધી દેખાઇ રહ્યા છે. પ્રાંત અધિકારી દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે અને ફાયર વિભાગની 15થી વધુ ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચીને આગ પર કાબૂ મેળવવામો પ્રયાસ કરી રહી છે, ગોડાઉનમાં પ્લાસ્ટિક હોવાથી આગ વિકરાળ બની છે. જો કે, ગોડાઉનમાં આગ લાગવાનુ કારણ હજી અકબંધ છે.


બનાસકાંઠાના થરાદમાં જીરા ક્લીનિંગ માટેની ફેક્ટરીમાં આગ

બનાસકાંઠાના થરાદમાં જીરા ક્લીનિંગ માટેની ફેક્ટરીમાં આગ

આ ઘટનાની જાણ પોલીસ અધિકારીઓએ સહિત ઉચ્ચ અધિકારીઓએ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. તો બીજી તરફ બનાસકાંઠાના થરાદમાં જીરા ક્લીનિંગ માટેની ફેક્ટરીમાં આગથી દોડધામ મચી છે, 2 ફાયર ફાયટર દ્વારા આગ પર કાબૂ મેળવાયો છે અને બંધ ફેક્ટરીમાં આગ લાગવાનું કારણ અકબંધ છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top