ઘોર કળિયુગ! માતાને પડોશી સાથે રંગરેલિયા મનાવતી જોઈ જતાં પુત્રે કર્યું આ કામ, પોલીસ પણ આ જાણી ચોંકી ઉઠી, જાણો વિગતવાર
હરિયાણામાંથી બેવડી હત્યાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક યુવકે તેની માતા અને તેના પ્રેમીની હત્યા કરી લાશોની સાથે પોતે પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો. તેણે પોલીસ સમક્ષ ગુનાની કબુલાત કરતાં કહ્યું હતું કે, ગાડીમાં લાશો પડી છે, તેને કાઢી લે. યુવકના નિવેદનથી પોલીસ ચોંકી ગઈ હતી. જ્યારે કાર ખોલવામાં આવી ત્યારે તેમાંથી એક મહિલા અને એક પુરુષના મૃતદેહ મળી આવ્યા હતા.
માહિતી મુજબ સિકંદરપુરમાં રહેતા રાજકુમાર નામના એક યુવકે ગુરુવારે રાત્રે તેની માતા અને એક પાડોશીને શારીરિક સંબંધ બાંધતા રંગે હાથ પકડી લીધા. ત્યારે ગુસ્સે ભરાયેલા યુવકે ઘરમાં ઘૂસીને બંનેની ઓઢણીથી ગળું દબાવીને હત્યા કરી નાખી. હત્યા કર્યા પછી, તે શુક્રવારે સવારે 9 વાગ્યે મૃતદેહોને ગાડીમાં નાખીને પોલીસ સ્ટેશન લઈ આવ્યો. અને પોલીસ સમક્ષ પોતાનો ગુનો કબુલી તેણે કહ્યું કે, કારમાં તેની માતા અને પ્રેમીની લાશ છે. ગાડીમાંથી બંનેની લાશો કાઢી લો. પોલીસે કારની તપાસ કરી અને અંદરથી બે મૃતદેહ મળી આવ્યા. આનાથી પોલીસ સ્ટેશનમાં હોબાળો મચી ગયો. પોલીસે બંને મૃતદેહ કબજે કર્યા અને યુવાનની અટકાયત કરી લીધી. પોલીસે બંને મૃતદેહને કસ્ટડીમાં લીધા અને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલી દીધા.
પોલીસની પૂછપરછ દરમિયાન યુવકે જણાવ્યું હતું કે, મારી માતાના પાડોશી સાથે ગેરકાયદેસર સંબંધ હતા. મને ઘણા દિવસોથી આ શંકા હતી. મેં મારી માતાને ઘણી વાર સમજાવી હતી, પરંતુ તે ન માની. મેં ગુરુવારે રાત્રે બંનેને રંગે હાથે પકડી લીધા, જે પછી મેં બંનેની હત્યા કરી દીધી. સિકંદરપુરમાં થયેલી આ બેવડી હત્યાથી લોકોમાં અરેરાટી ફેલાઈ છે. પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, મૃતક મહિલાની ઓળખ 42 વર્ષીય અંગૂરી દેવી અને તેના 45 વર્ષીય પ્રેમી લેખરાજ તરીકે થઈ છે. આ કેસની તપાસ ચાલી રહી છે અને બંને મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp