શું પાકિસ્તાનના પૂર્વ PM ઈમરાન ખાનનું જેલમાં મોત થઈ ગયું છે? અદિયાલા જેલ પ્રશાસને જણાવ્યું સત્ય

શું પાકિસ્તાનના પૂર્વ PM ઈમરાન ખાનનું જેલમાં મોત થઈ ગયું છે? અદિયાલા જેલ પ્રશાસને જણાવ્યું સત્ય

11/28/2025 World

SidhiKhabar

SidhiKhabar

શું પાકિસ્તાનના પૂર્વ PM ઈમરાન ખાનનું જેલમાં મોત થઈ ગયું છે? અદિયાલા જેલ પ્રશાસને જણાવ્યું સત્ય

બુધવારે મોડી રાત્રે પાકિસ્તાનમાં સોશિયલ મીડિયા પર અચાનક સમાચાર ફેલાઈ ગયા કે ભૂતપૂર્વ વડાપ્રધાન અને PTIના સ્થાપક ઈમરાન ખાન ગંભીર હાલતમાં છે અથવા તેમનું મોત થઈ ગયું છે. આ અફવા એટલી ઝડપથી ફેલાઈ ગઈ કે હજારો લોકો અદિયાલા જેલની બહાર એકઠા થઈ ગયા, જેના કારણે દેશભરમાં હોબાળો મચી ગયો. PTIના કાર્યકરોએ રાવલપિંડી, પેશાવર અને અન્ય ઘણા શહેરોમાં કટોકટી વિરોધ પ્રદર્શન શરૂ કર્યા.

અફવાઓના વધતા દબાણ વચ્ચે  જેલ પ્રશાસને સત્તાવાર નિવેદન જાહેર કરવાની ફરજ પડી. અધિકારીઓનું કહેવું છે કે ઈમરાન ખાન જેલમાં સંપૂર્ણપણે સ્વસ્થ છે અને તેમની સુરક્ષાને લઈને કોઈ જોખમ નથી. પ્રશાસને એ પણ સ્પષ્ટતા કરી કે ઈમરાનને અન્ય કોઈ જગ્યાએ ખસેડવામાં આવ્યા નથી અને સોશિયલ મીડિયા પર ફરતા અહેવાલો સંપૂર્ણપણે બનાવટી છે.


PTIનો આરોપ

PTIનો આરોપ

જેલ પ્રશાસનના નિવેદન છતા PTIના નેતાઓનો દાવો છે કે ઈમરાન ખાનને ગુપ્ત રીતે અન્ય જગ્યાએ ખસેડવામાં આવ્યા છે. ઘણા દિવસોથી, પરિવારના સભ્યો કે વકીલોને તેમને મળવાની મંજૂરી આપવામાં આવી નથી. આ જ કારણ છે કે પેશાવરમાં એક મોટી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને ખૈબર પખ્તુનખ્વાના મુખ્યમંત્રી સોહેલ આફ્રિદીએ ઇમરાન ખાન સાથે મુલાકાત કરવાની જાહેરાત કરી છે.

ઇમરાન ખાનની પત્ની બુશરા બીબી દ્વારા કરવામાં આવેલા અગાઉના આરોપોને પણ પરિસ્થિતિને વધુ ખરાબ કરવા માટે જવાબદાર ઠેરવવામાં આવી રહ્યા છે. જેલમાંથી મુક્ત થયા બાદ તેમણે જણાવ્યું હતું કે ઇમરાન ખાનને ઝેર આપવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું અને આર્મી ચીફ અસીમ મુનીર તેમને ખતમ કરવા માગતા હતા. આ નિવેદનોએ પહેલાથી જ ગંભીર શંકાઓ ઉભી કરી હતી, જેના કારણે આ અફવા ઝડપથી ફેલાઈ હતી.


સરકાર કેમ ચૂપ છે? લોકોના મનમાં પ્રશ્નો વધી રહ્યા છે

સરકાર કેમ ચૂપ છે? લોકોના મનમાં પ્રશ્નો વધી રહ્યા છે

ઇમરાન ખાનના સમર્થકો સતત પૂછી રહ્યા છે કે જો તેઓ સ્વસ્થ છે તો તેમને મળવા પર પ્રતિબંધ કેમ છે. જેલની અંદર શું થઈ રહ્યું છે તે અંગે સરકાર અને સેનાના મૌનથી PTI સમર્થકોની શંકાઓ વધુ ઘેરી બની છે. ઇમરાન ખાન અને આર્મી ચીફ અસીમ મુનીર વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા સંઘર્ષને કારણે, લોકો ઘટનાઓને રાજકીય એંગલથી જોઈ રહ્યા છે.

ઇમરાન ખાનની ધરપકડ, કોર્ટ કેસ, સેના સાથેનો સંઘર્ષ અને હવે તેમના મૃત્યુની અફવાઓએ પાકિસ્તાનના રાજકીય પરિદૃશ્યને અસ્થિર બનાવ્યું છે. આ ઘટના પહેલાથી જ આર્થિક અને સામાજિક કટોકટીનો સામનો કરી રહેલા દેશમાં વધુ તણાવ પેદા કરી રહી છે. રાજકીય વિશ્લેષકો માને છે કે આગામી દિવસોમાં આ વિવાદ વધુ વકરી શકે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top