ફરી એક કાળજું કંપાવતો વિમાની અકસ્માતનો વિડિયો આવ્યો સામે, જેમાં સવાર હતા આ દેશના સૈનિકો , જુઓ વિડિયો
આ વર્ષે હવાઈ અકસ્માતો થમવાનું નામ નથી લઈ રહ્યા. એક પછી એક કાળજું કંપાવતા ક્રેશના વિડિયો સામે આવી રહ્યા છે. ત્યારે ફરી અઝરબૈજાન-જ્યોર્જિયા સરહદ પાસે તુર્કીનું એક સૈન્ય કાર્ગો વિમાન ક્રેશ થઈ ગયું છે. તુર્કીના રક્ષા મંત્રાલયે આ દુર્ઘટનાની માહિતી આપતા જણાવ્યું હતું કે, C-130 વિમાન અઝરબૈજાનથી ઉડાન ભરી હતી અને તુર્કી પરત ફરી રહ્યું હતું. આ વિમાનમાં કુલ 20 સૈનિકો સવાર હતા. આ દુર્ઘટના પછી સંયુક્ત શોધ અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. તૂર્કિયેના સંરક્ષણ મંત્રાલયના અનુસાર, વિમાનમાં 20 સેનાના જવાનો સવાર હતા, જેમાં પાયલટ પણ સામેલ હતા. આ તમામના મોત થયા હોવાની આશંકા છે. જોકે, સત્તાવાર તેની માહિતી આપવામાં આવી નથી.
View this post on Instagram A post shared by SidhiKhabar (@sidhikhabar)
A post shared by SidhiKhabar (@sidhikhabar)
પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા, અઝરબૈજાનના રાષ્ટ્રપતિ ઇલ્હામ અલીયેવે એક નિવેદનમાં કહ્યું કે "તુર્કી વાયુ સેનાનું એક સૈન્ય કાર્ગો વિમાન દુર્ઘટનાગ્રસ્ત થવાના ખબર, જે ગાંજાથી ઉડાન ભરીને જ્યોર્જિયન પ્રદેશમાં પડી ગયું અને જેના પરિણામે સૈનિકોના મોત થઈ ગયા, તેનાથી અમને ખૂબ જ આઘાત લાગ્યો છે." તેમણે વધુમાં કહ્યું, 'હું જીવ ગુમાવનારાઓના પરિવારો અને પ્રિયજનો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. આ મુશ્કેલ સમયમાં, હું આ દુ:ખદ ઘટના અંગે તમારા દુઃખમાં સહભાગી છું.'
દરમિયાન, તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોઆને અંકારામાં એક કાર્યક્રમમાં બોલતા, દુર્ઘટનાની પુષ્ટિ કરી અને કહ્યું કે અધિકારીઓ "સંબંધિત અધિકારીઓ સાથે સંકલનમાં કાટમાળ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. અલ્લાહ આપણા શહીદો પર દયા કરે." જોકે, મૃત્યુઆંક હજુ સુધી પુષ્ટિ થયો નથી. તુર્કીના એક અખબારે જ્યોર્જિયન એર નેવિગેશન ઓથોરિટીના નિવેદનને ટાંકીને જણાવ્યું કે જ્યોર્જિયન હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ કર્યાની થોડી મિનિટો પછી વિમાનનો રડાર સાથેનો સંપર્ક તૂટી ગયો હતો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp