ધોળે દિવસે દબંગાઈ! આશંકા હેઠળ વૃદ્ધની રસ્તા વચ્ચે કરી નાખી ધોલાઈ! જુઓ વાઈરલ વિડીઓ
દિલ્હીમાં એક યુવકની દબંગાઈનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. દક્ષિણ પૂર્વ દિલ્હીના અલીગાંવ વિસ્તારમાં એક યુવાને ગુસ્સામાં આવીને એક વૃદ્ધ વ્યક્તિને તેમની કારમાંથી ખેંચી કાઢી બેફામ લાકડીથી માર માર્યો હતો. આ સમગ્ર ઘટનાને આસપાસના લોકોએ મોબાઇલમાં કેદ કરી હતી જેનો વીડિયો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
માહિતી મુજબ, આ બનાવ 24 ઑક્ટોબરના રોજ રઘુરાજ નામના વૃદ્ધ વ્યક્તિ પોતાના ઘરેથી ઓફિસ તરફ જઈ રહ્યા હતા. એ દરમિયાન મોહિત અને તેના મિત્રો ત્યાં પહોંચ્યા અને તેમના પર હુમલો કરી રઘુરાજની કારનો કાચ તોડી નાખ્યો. ત્યારબાદ રઘુરાજને કારમાંથી ખેંચી બહાર કાઢ્યા અને લાકડીથી તેમના પર વાર કર્યા. માહિતી મુજબ આ હુમલામાં રઘુરાજના બંને પગમાં ફ્રેક્ચર થયું છે અને હાલ તેઓ સારવાર હેઠળ છે. હુમલો એટલો ભયંકર હતો કે, વૃદ્ધ વ્યક્તિને બચવાનો પણ સમય મળ્યો નહોતો. રસ્તાની વચ્ચે આ હુમલાનો વીડિયો લોકોએ પોતાના મોબાઇલમાં કેદ કર્યો અને ત્યારબાદ તે ઇન્ટરનેટ પર વાયરલ થયો.
View this post on Instagram A post shared by SidhiKhabar (@sidhikhabar)
A post shared by SidhiKhabar (@sidhikhabar)
તપાસમાં જાણવા મળ્યું છે કે, આરોપી મોહિતે બે વર્ષ પહેલા અલીગાંવ વિસ્તારમાં એક પ્લોટ ખરીદ્યો હતો. તે જગ્યા પર બાંધકામ ચાલી રહ્યું હતું, પરંતુ ડીડીએ (Delhi Development Authority) એ એક મહિના પછી જ એ બાંધકામ તોડી પાડ્યું હતું. મોહિતને શંકા હતી કે, રઘુરાજે ડીડીએમાં તેની વિરુદ્ધ ફરિયાદ કરી હતી. આ જ શંકાના કારણે તેણે આ હિંસક કૃત્યને અંજામ આપ્યું હોવાની સંભાવના છે. પરિવારજનોએ આ હુમલાને સંપૂર્ણ રીતે આયોજનબદ્ધ ગણાવ્યો છે.
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ રીતે જોવા મળે છે કે રઘુરાજનને રસ્તાની વચ્ચે લાકડીઓથી માર મારવામાં આવી રહ્યો છે. જ્યારે આસપાસના લોકોએ વચ્ચે પડવાનો પ્રયાસ કર્યો ત્યારે આરોપીઓએ તેમને પણ ધમકી આપી હતી. આ સમગ્ર મામલે સરિતા વિહાર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયો છે. પોલીસે મોહિત અને તેના સાથીઓની શોધખોળ શરૂ કરી છે. સાથે જ વાયરલ થયેલા વીડિયોની પણ તપાસ ચાલી રહી છે. જેથી અન્ય આરોપીઓની ઓળખ કરી શકાય. આ ઘટના પછી વિસ્તારના લોકોમાં ભયનું માહોલ છે અને પરિવારજનોએ આરોપીઓને ઝડપથી પકડીને કડક સજા કરવાની માંગ કરી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp