ખાસ "ગર્ભધારણ" કરવા ભારતના આ વિસ્તારમાં આવે છે યુરોપિયન મહિલાઓ! જેની પાછળનું તથ્ય જાણી તમે ચોંક

ખાસ "ગર્ભધારણ" કરવા ભારતના આ વિસ્તારમાં આવે છે યુરોપિયન મહિલાઓ! જેની પાછળનું તથ્ય જાણી તમે ચોંકી જશો!

10/04/2025 National

SidhiKhabar

SidhiKhabar

ખાસ

આમ તો ‘પ્રેગનન્સી ટુરિઝમ’ની સામાન્ય સમજ એવી છે કે, ગર્ભવતી તેના આવનારા બાળકને વધુ સારી નાગરિકતા, શિક્ષણ અને સુવિધા મળી રહે એ માટે પોતાનું વતન છોડીને વિદેશમાં પ્રસૂતિ માટે જાય છે. પરંતુ ભારતના લદ્દાખમાં ચાલી રહેલા કહેવાતા ‘પ્રેગનન્સી ટુરિઝમ’નો અર્થ અહીં સદંતર જુદો થાય છે. અહીં આ પ્રેગનન્સી ટુરિઝમ પૌરાણિક કથાઓ, વંશીય શુદ્ધતાની કલ્પના અને એક અનોખી લોકવાયકા સાથે સંકળાયેલું છે. જો કે તેની સત્યતા સામે પણ પ્રશ્નો છે.


બ્રોક્પા સમુદાયનો ઇતિહાસ

બ્રોક્પા સમુદાયનો ઇતિહાસ

બ્રોક્પા સમુદાય જે લદ્દાખના દહ, હનુ અને ગાર્કોન જેવા ગામોમાં વસતી 'શુદ્ધ આર્ય' પ્રજા હોવાનું મનાય છે. કેમકે લદ્દાખના અન્ય સમુદાયો કરતાં તેમનો શારીરિક દેખાવ જુદો છે. આ પ્રજાતિ ઊંચું કદ, ગોરી ત્વચા અને આછા રંગની આંખો ધરાવે છે. દંતકથાઓ મુજબ, બ્રોક્પા ‘એલેક્ઝાન્ડર ધ ગ્રેટ’(સિકંદર)ના સૈનિકોના વંશજ છે, જેઓ હજારો વર્ષ પહેલાં અહીં આવીને વસી ગયા હતા. ઇન્ટરનેટ પર અને પ્રવાસન માર્ગદર્શિકાઓમાં પણ એનો ઉલ્લેખ જોવા મળે છે, જેને લીધે આ માન્યતા દૃઢ થઈ ગઈ છે.

જો કે બ્રોક્પા સમુદાયના લોકો સીધા આર્ય વંશજ હોવાના દાવાને આનુવંશિકશાસ્ત્રીઓ અને ઇતિહાસકારો ખોટો ગણાવતા કહે છે કે, આના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. ઐતિહાસિક અને જનીનશાસ્ત્રના અભ્યાસો સૂચવે છે કે, બ્રોક્પા લોકોનો જનીનીક સંબંધ દક્ષિણ એશિયાના અન્ય સમુદાયો સાથે છે, તેઓ સીધા યુરોપિયન 'આર્ય'થી અલગ છે. સંશોધનો અને નિષ્ણાતોના આવા મત છતાં બ્રોક્પા આર્યન વંશજ હોવાની વાતો ચાલતી જ રહે છે.


‘પ્રેગનન્સી ટુરિઝમ’ની સત્યતા

‘પ્રેગનન્સી ટુરિઝમ’ની સત્યતા

આ 'શુદ્ધ આર્યન' વંશની લોકપ્રિય ધારણાએ જ એક અનોખી અને સનસનાટી ભર્યા કહેવાતા 'પ્રેગનન્સી ટુરિઝમ'ને અહીં જન્મ આપ્યો છે. છેલ્લા થોડા સમયથી અહીં એવી અફવાઓ ચાલી રહી છે કે, જર્મની અને ફ્રાન્સ જેવા યુરોપિયન દેશોમાંથી વિદેશી મહિલાઓ ઇરાદાપૂર્વક લદ્દાખના બ્રોક્પા સમુદાયના ગામોમાં આવે છે. આ મહિલાઓ બાળકોને વારસામાં 'શુદ્ધ' આર્યન જનીનો મળે અને મોટા થઈને તેઓ શુદ્ધ આર્યન જાતિને આગળ વધારે, તે માટે તેમનો મુખ્ય ધ્યેય બ્રોક્પા પુરુષો સાથે સંબંધ બનાવીને ગર્ભધારણ કરવાનો હોય છે. આ કામ માટે યુરોપિયન મહિલાઓ બ્રોક્પા પુરુષોને સારા એવા પૈસા પણ પુરા પાડે છે. જો કે આ હકીકતમાં કેટલું તથ્ય છે તેના કોઈ ચોક્કસ પુરાવાઓ નથી.


અહીંના સ્થાનિકો અને નેતાઓને આ વિશે પૂછ્યું ત્યારે તેમની પાસેથી મિશ્ર અને વિરોધાભાસી જવાબો મળ્યા હતા. કેટલાક ગ્રામીણો આ ઘટનાની પુષ્ટિ કરતા હતા, તો કેટલાકે તેને સંપૂર્ણ રીતે નકારી કાઢી. ગામના સરપંચોએ પણ આ દાવાઓને નિરાધાર અને હાસ્યાસ્પદ ગણાવ્યા છે. લદ્દાખનો એક વર્ગ એવું પણ કહે છે કે, સ્થાનિક પ્રવાસનને વેગ મળે, જિજ્ઞાસાવશ વધુ લોકો લદ્દાખની મુલાકાતે આવે, એ માટે આવી અફવા ફેલાવવામાં આવી રહી છે. અને એ માટે બ્રોક્પા સમુદાયના લોકોના અલગ પડતા દેખાવને હથિયાર બનાવવામાં આવ્યું છે.



તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top