પાકિસ્તાનની આવી બેઇજ્જતી તો ભારત જ કરી શકે! મોહસીન નકવી પાસેથી ટ્રોફી લેવાનો કરી દીધો ઇનકાર; પા

પાકિસ્તાનની આવી બેઇજ્જતી તો ભારત જ કરી શકે! મોહસીન નકવી પાસેથી ટ્રોફી લેવાનો કરી દીધો ઇનકાર; પાક. મંત્રીનું મોઢું જોવા જેવું હતું

09/29/2025 Sports

SidhiKhabar

SidhiKhabar

પાકિસ્તાનની આવી બેઇજ્જતી તો ભારત જ કરી શકે! મોહસીન નકવી પાસેથી ટ્રોફી લેવાનો કરી દીધો ઇનકાર; પા

ભારતીય ટીમે પાકિસ્તાની ટીમને હરાવીને એશિયા કપ પોતાના નામે કરી લીધો હતો. ત્યારબાદ હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળ્યા. ભારતીય ટીમે પાકિસ્તાની મંત્રી અને PCBના અધ્યક્ષ પાસેથી ટ્રોફી કલેક્ટ કરવાનો ઇનકાર કરી દીધો હતો. પાકિસ્તાનની આવી બેઇજ્જતી તો ભારત જ કરી શકે છે. ભારતીય ટીમ 9મી વખત એશિયા કપ ચેમ્પિયન બની. 53 બોલમાં અણનમ 69 રન બનાવનારા ડાબોડી બેટ્સમેન તિલક વર્માને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. અભિષેક શર્માને ‘પ્લેયર ઓફ ધ સીરિઝનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

ભારતીય ટીમે પાકિસ્તાની મૂળના ACC વડા મોહસીન નકવી પાસેથી એશિયા કપ ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કર્યો. પરિણામે, એવોર્ડ સમારોહ લગભગ એક કલાક મોડો શરૂ થયો. મોહસીન નકવી પાસેથી એશિયા કપનો ખિતાબ સ્વીકારવાનો ભારતીય ટીમે ઇનકાર કરી દીધું, જે પાકિસ્તાનનું ઘોર અપમાન હતું, જે તેમને હાર કરતા વધુ દર્દ પહોંચાડશે.

જ્યારે ભારતીય ટીમ ટ્રોફી લેવા ન આવી, ત્યારે પ્રેઝન્ટર સાઈમન ડૂલે જાહેરાત કરી કે ભારતે પોતાના પુરસ્કારો સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે, અને તેથી આ પ્રેઝન્ટેશન સમારોહ સહી સમાપ્ત થયો. ત્યારબાદ નકવી ત્યાંથી ચાલ્યા ગયા. ભારતીય ટીમે સ્પષ્ટ કરી દીધું હતું કે તે કોઈપણ પાકિસ્તાની પાસેથી ટ્રોફી કે પુરસ્કારો સ્વીકારશે નહીં. ભારતીય ટીમ દ્વારા નકવીનું જાહેરમાં અપમાન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ, ભારતીય ટીમે એશિયા કપ 2025 ટ્રોફી વિના ફોટો પડાવ્યો.


સૂર્યકુમાર યાદવે મેચ બાદ શું કહ્યું?

સૂર્યકુમાર યાદવે મેચ બાદ શું કહ્યું?

મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં બોલતા સૂર્યકુમારે એશિયા કપ ટ્રોફી ન મળવા અંગે પણ પ્રતિક્રિયા આપી. તેણે કહ્યું કે, ‘એક ટીમ તરીકે, અમે ટ્રોફી ન સ્વીકારવાનો નિર્ણય લીધો (મોહસીન નકવી તરફથી). કોઈએ અમને કહ્યું નહીં, પરંતુ મારું માનવું છે કે ટુર્નામેન્ટ જીતનાર ટીમ ટ્રોફીની હકદાર હોય છે.’ તેમણે કહ્યું કે, ‘મેં આટલા વર્ષો સુધી ક્રિકેટ રમવા અને તેના પર નજર રાખવા દરમિયાન આવું ક્યારેય જોયું નથી કે એક ચેમ્પિયન ટીમને ટ્રોફી ન આપવામાં આવી હોય અને તે ખૂબ જ મહેનતથી મેળવેલી ટ્રોફી હતી. તે સરળ નહોતું, અમે સતત બે દિવસ મેચ રમ્યા. મને લાગ્યું કે અમે ખરેખર તેના હકદાર હતા. હું તેનાથી વધુ કંઈ કહેવા માંગતો નથી.’


ભારતે 19.4 ઓવરમાં 5 વિકેટે લક્ષ્ય હાંસલ કર્યું

ભારતે 19.4 ઓવરમાં 5 વિકેટે લક્ષ્ય હાંસલ કર્યું

147 રનના લક્ષ્યનો પીછો કરતા ભારતીય ટીમે માત્ર 20 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. અભિષેક શર્મા (5), શુભમન ગિલ (12) અને કેપ્ટન સૂર્યકુમાર યાદવ (1) જલદી આઉટ થઈ ગયા હતા. ત્યારબાદ તિલક વર્માએ સંજુ સેમસન સાથે ચોથી વિકેટ માટે 57 રન અને શિવમ દુબે સાથે પાંચમી વિકેટ માટે 60 રનની ભાગીદારી કરી, જેનાથી ભારતને 5 વિકેટથી વિજય મળ્યો. સેમસન 21 બોલમાં 24 રન અને શિવમ દુબેએ 22 બોલમાં 33 રન બનાવ્યા. તિલક વર્મા 53 બોલમાં 4 છગ્ગા અને 3 ચોગ્ગાની મદદથી 69 રન બનાવીને અણનમ રહ્યા. રિંકુ સિંહ 1 બોલમાં 4 રન બનાવીને અણનમ રહ્યો. વિજયી ચોગગો રિંકુના બેટથી આવ્યો. ભારતે 19.4 ઓવરમાં 5 વિકેટે 150 રન બનાવીને 5 વિકેટથી મેચ જીતી લીધી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top