સુપર ઓવર વિવાદ બાદ શ્રીલંકન હેડ કોચ સનથ જયસૂર્યાએ ICC પાસે કરી દીધી આ માગ

સુપર ઓવર વિવાદ બાદ શ્રીલંકન હેડ કોચ સનથ જયસૂર્યાએ ICC પાસે કરી દીધી આ માગ

09/27/2025 Sports

SidhiKhabar

SidhiKhabar

સુપર ઓવર વિવાદ બાદ શ્રીલંકન હેડ કોચ સનથ જયસૂર્યાએ ICC પાસે કરી દીધી આ માગ

એશિયા કપ 2025માં ભારત અને શ્રીલંકા વચ્ચે શુક્રવાર, 26 સપ્ટેમ્બરના રોજ રમાયેલી સુપર-4ની મેચ ટાઇમાં સમાપ્ત થઈ હતી. ત્યારબાદ બંને ટીમો સુપર ઓવરમાં ટકરાઈ, જેમાં સૂર્યા બ્રિગેડે બાજી મારી હતી. શ્રીલંકાની ટીમે સુપર ઓવરમાં માત્ર 2 રન જ બનાવ્યા, જેના કારણે ભારતીય ટીમનું કામ સરળ થઈ ગયું. ભારત હવે 28 સપ્ટેમ્બરના રોજ ફાઇનલ મેચમાં પાકિસ્તાનનો સામનો કરશે.


સુપર ઓવર દરમિયાન વિવાદાસ્પદ ક્ષણ

સુપર ઓવર દરમિયાન વિવાદાસ્પદ ક્ષણ

ભારત-શ્રીલંકા મેચમાં સુપર ઓવર દરમિયાન એક વિવાદાસ્પદ ક્ષણ જોવા મળી, જેમાં દાસુન શનાકા કેન્દ્રમાં હતો. સુપર ઓવરમાં શ્રીલંકા તરફથી શનાકા બેટિંગ કરવા આવ્યો હતો. અર્શદીપ સિંહે ઓવરનો ચોથો લીગલ બોલ યોર્કર ફેંક્યો હતો, જેના પર શનાકા છેતરાઈ ગયો. ભારતીય ખેલાડીઓએ કોટ બિહાઇન્ડની અપીલ કરી, ત્યારબાદ અમ્પાયરે આંગળી ઉંચી કરી દીધી. આઉટ આપવામાં આવ્યો હોવા છતા શનાકા રન માટે દોડ્યો, પરંતુ બોલ પહેલાથી જ સંજુ સેમસનના ગ્લવ્સમાં હતો. સેમસને સ્ટમ્પ પર ફેંક્યો અને શનાકાને આઉટ કર્યો.

એવું લાગતું હતું કે સુપર ઓવરમાં શ્રીલંકાની ઇનિંગ સમાપ્ત થઈ ગઈ છે, પરંતુ એવું નહોતું. જ્યારે દાસુન શનાકાને ખબર પડી કે અમ્પાયરે તેને કેચ આઉટ આપ્યો છે, ત્યારે તેણે તેનો રિવ્યૂ લેવાનો નિર્ણય લીધો. અલ્ટ્રાએજમાં જોવા મળ્યું કે બેટ અને બોલ વચ્ચે કોઈ સંપર્ક થયો નથી. નિર્ણય ઉલટાવી દેવામાં આવ્યો અને શનાકા ક્રીઝ પર પાછો ફર્યો. મેરીલેબોન ક્રિકેટ ક્લબ (MCC)ના કાયદા 20.1.1.3 મુજબ, બેટ્સમેનને આઉટ આપતાની સાથે જ બોલ ડેડ થઈ જાય છે. એટલે સંજુ સેમસનનો રન-આઉટ અમાન્ય નહોતું કારણ કે અમ્પાયરે પહેલેથી જ આંગળી ઉંચી કરી દીધી હતી.


સનથ જયસૂર્યાએ નિયમો પર ઉઠાવ્યા સવાલ

સનથ જયસૂર્યાએ નિયમો પર ઉઠાવ્યા સવાલ

હવે, શ્રીલંકાના હેડ કોચ સનથ જયસૂર્યાએ સુપર ઓવર વિવાદ બાદ નિયમોને લઈને સવાલ ઉભા કર્યા છે. જયસૂર્યાએ કહ્યું કે આ નિયમો વિવાદનું કારણ છે. જયસૂર્યાનું માનવું છે કે નિયમોમાં વધુ સુધારો થવો જોઈએ. સનથ જયસૂર્યાએ મેચ બાદ કહ્યું કે, ‘નિયમો અનુસાર, પહેલો નિર્ણય માન્ય છે. જ્યારે શનાકાને આઉટ આપવામાં આવ્યો, ત્યારે બોલ ડેડ બોલ બની ગયો. બાદમાં જ્યારે રિવ્યૂ પર નિર્ણય પલટાવી દેવામાં આવ્યો, અને માનવમાં આવ્યો. પરંતુ મને લાગે છે કે આવી પરિસ્થિતિઓ ટાળવા માટે નિયમોમાં સુધારો કરવાની જરૂર છે.

શ્રીલંકાના સેન્ચુરિયન પથુમ નિસાન્કા, સુપર ઓવરમાં બેટિંગ કરવા માટે આવ્યો નહોતો, જેના કારણે ઘણી ચર્ચા થઈ હતી. સનથ જયસૂર્યાએ સમજાવ્યું કે નિસાન્કાને પાછલી બે મેચોમાં હેમસ્ટ્રિંગ અને ગ્રોઇનમાં ઇજાઓ થઈ હતી, જેના કારણે તે અસ્વસ્થતા અનુભવતો હતો. એટલે ટીમે કોઈ જોખમ ન લીધું અને તેની જગ્યાએ લેફ્ટ-રાઇટ જોડી અજમાવવામાં આવી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top