નવરાત્રીમાં એક અશ્લીલ હરકતનો વિવાદ હજુ સમાયો નથી ત્યાં બીજો વિવાદ ઊભો કરતાં ફોટાઓ વાયરલ! જાણો હકીકત
વડોદરાના પ્રખ્યાત યુનાઇટેડ વેના ગરબાનો એક અશ્લીલ હરકતોનો વિવાદ હજુ સમાયો નથી ત્યાં બીજો આવો વિવાદ સામે આવ્યો છે. અહીં માતાજીની આરાધનાના આ પર્વમાં મર્યાદાનું એક પછી એક ઉલ્લંઘન થઇ રહ્યું છે. હવે અહીં ગરબા દરમિયાન દુષ્કર્મના આરોપી વિલ્સન સોલંકીએ મર્યાદા ભૂલીને પોતાની પત્ની સાથે જાહેરમાં અશ્લીલ હરકતો કરી હતી. જેના ફોટા વાયરલ થયા છે.
અને અહીં મહત્વની વાત એ છે કે, વિલ્સન સોલંકી ભાજપનો પૂર્વ કાર્યકર છે અને તેના પર સગીરા પર વારંવાર દુષ્કર્મ આચરવાનો આરોપ પણ છે. એક સંતાનના પિતા વિલ્સન સોલંકીએ 15 વર્ષીય સગીરાને પોતાની હવસનો શિકાર બનાવી હતી. તેથી હવે યુનાઇટેડ વેના ગરબામાં સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીની જાહેરમાં અશ્લીલ હરકતથી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
View this post on Instagram A post shared by SidhiKhabar (@sidhikhabar)
A post shared by SidhiKhabar (@sidhikhabar)
હજુ તાજેતરમાં જ યુનાઇટેડ વેના ગરબામાં 25 તારીખે રાત્રે ગરબાના પંડાલમાં એક કપલ જાહેરમાં અશ્લીલ હરકતો કારી રીલ બનાવતા જોવા મળ્યા હતા. વાયરલ થયેલા વીડિયોમાં જોઇ શકાતુ હતું કે એક યુવક યુવતીને પહેલા કિસ કરે છે અને પછી ઉંચકીને ફરી એક વખત કિસ કરે છે. આ ઘટના બાદ લોકોએ પોતાનો વિરોધ નોંધાવી આ કપાળ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ત્યારે હવે ફરી આ પ્રકારની હરકતથી ગરબા મેદાનમાં પવિત્રતા જળવાતી ન હોવાનો આયોજકો પર આક્ષેપ થઇ રહ્યો છે. તેમજ આયોજકો સામે કડક કાર્યવાહીની લોકમાગ પણ ઉઠેલી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp