01/13/2023
માનવ શરીર માટે પાણી સૌથી મહત્વપૂર્ણ છે. પાણીની અછતને કારણે શરીરને અનેક નુકસાનનો સામનો કરવો પડી શકે છે. ડોકટરોના મતે મહિલાઓ માટે દરરોજ 2.7 લીટર અને પુરૂષો માટે 3.7 લીટર પાણી જરૂરી છે પરંતુ આપણે ઘણી વખત પુરતું પાણી પીવાનું ભૂલી જઈએ છીએ. ખાસ કરીને શિયાળાની ઋતુમાં આપણે ઘણી વખત ઓછી તરસને કારણે ઓછું પાણી પીતા હોઈએ છીએ. ઓછું પાણી પીવાથી શરીરમાં ડીહાઈડ્રેશન થાય છે, જેનાથી કબજિયાત જેવી ગંભીર સમસ્યા થઈ શકે છે. આ ઉપરાંત પાણીની અછતને કારણે માથાનો દુખાવો, થાક, ચક્કર, નબળાઇ, મોં સુકાવા, લો બ્લડ પ્રેશર, પગમાં સોજો જેવી સમસ્યા ઉદભવે છે.