દૂધમાં ખાંડ નહિ પણ સાકર નાખો, પછી જુઓ કમાલ

દૂધમાં ખાંડ નહિ પણ સાકર નાખો, પછી જુઓ કમાલ

07/02/2020 LifeStyle

SidhiKhabar

SidhiKhabar

દૂધમાં ખાંડ નહિ પણ સાકર નાખો, પછી જુઓ કમાલ

આપણે ભારતીય લોકો પરાપૂર્વથી દૂધને સંપૂર્ણ આહાર માનતા આવ્યા છીએ. દૂધમાંથી ભરપૂર માત્રામાં વિટામિન્સ કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ વગેરે જેવા પોષકતત્વો મળે છે. નવજાત બાળક માટે માતાનું દૂધ અમૃત સમાન છે. જ્યારે બાળકની વય વધે તેમ તેમ ગાય કે ભેંસનું દૂધ આપવાથી એને પૂરતું પોષણ મળતું રહે છે. કેટલાક સ્થળોએ બકરી અને ઉંટડીનું દૂધ પીવાનો પણ રિવાજ છે. દૂધમાં અનેક પોષકતત્વો હોય છે જે અબાલવૃદ્ધ સહુને માટે લાભપ્રદ છે. આમ તો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ એકલું દૂધ જ પૂરતું જ છે, પરંતુ હળદર જેવા પદાર્થો ઉમેરવાથી દૂધની પૌષ્ટિકતાની સાથે સાથે રોગપ્રતિકારક શક્તિનો ગુણ પણ ઉમેરાય છે.

જો કે કેટલાક લોકોને દૂધનો સ્વાદ ફિક્કો લાગે છે, આથી તેઓ દૂધ પીવાનું ટાળે છે. તો કેટલાક વળી પોષક તત્વો પણ અલે અને સ્વાદ પણ જળવાઈ રહે એ હેતુસર દૂધમાં ખાંડ ઉમેરે છે. પરંતુ દૂધમાં ખાંડ ઉમેરવાથી દૂધની અસરકારકતા ઓછી થઇ જાય છે. એના બદલે દૂધમાં સાકર (Sugar candy) ઉમેરવામાં આવે તો એવું દૂધ પીવાથી કેટલાક વધારાના ફાયદા પણ મળે છે. જેમ કે સાકર મિશ્રિત દૂધ પીવાથી પાચનશક્તિમાં સુધારો થાય છે અને એસિડીટી થવાની શક્યતા ઘટે છે. એનાથી શરીરમાં હિમોગ્લોબીનનું પ્રમાણ વધે છે અને લોહીના પરિભ્રમણમાં (બ્લડ સર્ક્યુલેશનમાં) સુધાર જોવા મળે છે.

સાકર મિશ્રિત દૂધના નિયમિત સેવનથી અપચો, કબજીયાત, એસિડીટી જેવી સમસ્યાઓથી લાંબા ગાળે મુક્તિ મળે છે. સાકરને લીધે પાચનશક્તિ સુધરે છે. જો શરીરમાં હિમોગ્લોબીનની અછતને કારણે એનીમિયાની તકલીફ હોય તો સાકર મિશ્રિત દૂધ પીવું જોઈએ. જેનાથી શરીરમાં હિમોગ્લોબીનનું પ્રમાણ જાળવી રાખવામાં મદદ થાય છે.

સાકરથી કફ દૂર કરવામાં પણ મદદ થાય છે. આથી શરદી, ખાંસી વખતે પણ સાકર મિશ્રિત ગરમ દૂધ પીવું જોઈએ. વળી સાકર મિશ્રિત દૂધને તમે ‘એનર્જી ડ્રિંક’ તરીકે પણ પી શકો છો. માનસિક થાક લાગતો હોય, સ્ટ્રેસને કારણે યાદશક્તિ નબળી પડતી હોવાનું લાગતું હોય કે પછી વર્તમાન જીવનશૈલીને લીધે પેદા થતી તાણને કારણે વારંવાર મૂડ સ્વિંગ થવાની સમસ્યા હોય તો સાકર મિશ્રિત દૂધ ફાયદેમંદ સાબિત થાય છે.

આ ઉપરાંત ગરમીની ઋતુમાં પણ સાકર મિશ્રિત દૂધ ઇવાથી કોઠે ઠંડક વળે છે. ઉનાળાની ઋતુમાં સાકર મિશ્રિત દૂધને તમે ‘રિફ્રેશિંગ ડ્રિંક’ તરીકે ઉપયોગમાં લઇ શકો છે.

સાકર મિશ્રિત દૂધ બનાવવા માટે આખી સાકરના ગાંગડાને બદલે દળેલી સાકરનો ભૂકો વાપરી શકાય છે.

સામાન્ય સંજોગોમાં સાકર મિશ્રિત દૂધના સેવનથી મહત્તમ લાભ મેળવવા માટે રાત્રે સૂતા પહેલા પીવું જોઈએ. બની શકે તો સાંજના ખોરાકમાં પણ એનો સમાવેશ કરી શકાય. જો કે સામાન્ય નિયમ મુજબ સાંજે જમ્યા બાદ બે-એક કલાક સુધી પથારીમાં પડવું ન જોઈએ. એના બદલે થોડું ચાલવા જઈ સહાય અને શરીરને થોડું હરતું ફરતું રાખી શકાય. જેથી દૂધ પચવામાં આસાની રહે.

જો કોઈકને દૂધ પીવાથી એલર્જી હોય અથવા બીજી કોઈ સમસ્યા હોય તો પોતાના ડોક્ટરની સલાહ મુજબ દૂધનું સેવન કરી શકાય છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top