અમેરિકાનું ઘાતક ફાઇટર જેટ F-16C ટ્રેનિંગ મિશન દરમિયાન ક્રેશ, જુઓ વીડિયો
અમેરિકન એરફોર્સના એલિત થંડરબર્ડ્સ ડેમોન્સ્ટ્રેશન સ્ક્વોડ્રનનું એક ફાઇટર જેટ દક્ષિણ કેલિફોર્નિયાના રણમાં ક્રેશ થયું. સૈન્યએ જણાવ્યું હતું કે અકસ્માત દરમિયાન પાઇલટ જેટમાંથી સુરક્ષિત રીતે બહાર નીકળવામાં સફળ રહ્યો હતો. સેન બર્નાર્ડિનો કાઉન્ટી ફાયર ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર, પાઇલટને નાની ઇજાઓ થઈ છે અને તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
નેવાડામાં નેલિસ એરફોર્સ બેઝના એક નિવેદન અનુસાર, F-16C ફાઇટિંગ ફાલ્કન બુધવારે સવારે લગભગ 10:45 વાગ્યે કેલિફોર્નિયાના નિયંત્રિત હવાઈ ક્ષેત્રમાં ટ્રેનિંગ મિશન દરમિયાન ક્રેશ થયું. ફાયર વિભાગે લોસ એન્જલસથી લગભગ 290 કિલોમીટર ઉત્તરમાં મોજાવે રણના ટ્રોના વિસ્તાર નજીક વિમાન કટોકટીની સૂચના આપી હતી. ત્યારબાદ વિભાગે તાત્કાલિક પ્રતિક્રિયા આપી હતી.
Thunderbirds F-16C Crashes Near Death ValleyA U.S. Air Force F-16C Fighting Falcon assigned to the Air Demonstration Squadron (Thunderbirds) crashed south of Trona Airport near Death Valley, California. The pilot successfully ejected, sustained minor injuries, and was… pic.twitter.com/yACNQLba40 — aircraftmaintenancengineer (@airmainengineer) December 3, 2025
Thunderbirds F-16C Crashes Near Death ValleyA U.S. Air Force F-16C Fighting Falcon assigned to the Air Demonstration Squadron (Thunderbirds) crashed south of Trona Airport near Death Valley, California. The pilot successfully ejected, sustained minor injuries, and was… pic.twitter.com/yACNQLba40
કેલિફોર્નિયાના રણમાં વિમાન ક્રેશની તપાસ શરૂ કરવામાં આવી છે. વધુ માહિતી 57મી વિંગ પબ્લિક અફેર્સ ઓફિસમાંથી જાહેર કરવામાં આવશે. 2022માં, નેવીનું F/A-18E સુપર હોર્નેટ જેટ ટ્રોના નજીક ક્રેશ થયું હતું, જેમાં પાઇલટનું મૃત્યુ થયું હતું.
થંડરબર્ડ્સ એર શૉમાં ઉડાન ભરવા માટે પ્રખ્યાત છે, જેમાં પાઇલટ્સ એકબીજાના થોડા ઇંચના અંતરે પ્રેક્ટિસ કરે છે. વાયુસેનાના સંક્ષિપ્ત નિવેદનમાં અકસ્માતની પરિસ્થિતિઓ વિશે કોઈ વિગતો આપવામાં આવી નથી. 1953માં રચાયેલ થંડરબર્ડ્સ ટીમ, લાસ વેગાસ નજીક નેલિસ એર ફોર્સ બેઝ પર મોસમી તાલીમનું આયોજન કરે છે, જ્યાં F-16 ફાલ્કન, F-22 રેપ્ટર અને A-10 વોર્થોગ જેવા વિમાનો તૈનાત છે. થંડરબર્ડ્સે તેમના લાંબા ઇતિહાસમાં ઘણા અકસ્માતોનો જોયા છે.
અમેરિકાનું F-16 ફાઇટર જેટ અગાઉ પણ અકસ્માતોનું શિકાર થઈ ચૂક્યું છે. આ વર્ષે ઓગસ્ટમાં પોલેન્ડમાં એક અકસ્માત થયો હતો. અહીં એર શૉ રિહર્સલ દરમિયાન એક F-16 ફાઇટર જેટ ક્રેશ થયું હતું, જેમાં પાઇલટનું મોત થઈ ગયું હતું.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp