04/15/2025
Meta માટે, લગભગ એક દાયકા અગાઉ કરવામાં આવેલ WhatsApp અને Instagramનું અધિગ્રહણ ગળાની ફાંદ બનતી જઇ રહી છે. સોમવારે (15 એપ્રિલ) અમેરિકન ફેડરલ ટ્રેડ કમિશન (FTC)એ કંપનીના CEO માર્ક ઝુકરબર્ગને આ ડીલ અંગે તીખા સવાલો પૂછ્યા હતા. તાજેતરમાં, ફેડરલ કમિશને, Meta દ્વારા 2012 અને 2014માં કરવામાં આવેલી Instagram અને WhatsAppની ડીલને ગેરકાયદેસર ગણાવી છે. આ કેસમાં, 15 એપ્રિલથી ટ્રિબ્યૂનલ કોર્ટમાં અન્ટી ટ્રસ્ટ કેસ (અવિશ્વાસ કેસ)ની સુનાવણી ચાલી રહી છે. જો ફેડરલ કમિશન Metaની આ ડીલને રદ કરે, તો માર્ક ઝુકરબર્ગના હાથમાંથી 2 મોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Instagram અને WhatsApp નીકળી શકે છે.