એપલે લોન્ચ કર્યું પાવરફૂલ લેપટોપ Macbook Pro M5, નવા ચિપસેટમાં આપવામાં આવ્યા છે આ AI ફીચર્સ
એપલે એક નવું મેકબુક લોન્ચ કર્યું છે. આ 14-ઇંચ મોડેલમાં એપલ M5 ચિપસેટ આપવામાં આવી છે. કંપનીનો દાવો છે કે તે મેકમાં AI માટે આગામી મોટી છલાંગ હશે એટલે કે એક મોટા બ્રેકથ્રૂ જેવું. એપલ M5 ચિપસેટમાં 16-કોર ન્યૂરલ એન્જિન આપવામાં આવ્યું છે, જે ખાસ કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ અને મશીન લર્નિંગ કાર્યો માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. કંપનીનો દાવો છે કે આ પ્રોસેસર અત્યંત શક્તિશાળી છે.
એપલના M4 ચિપસેટ મોડેલ્સની તુલનામાં, M5 ચિપસેટ 3.5x ઝડપી AI પ્રદર્શન આપે છે, જ્યારે 1.6x ફાસ્ટ ગ્રાફિક્સ પ્રદાન કરે છે. કંપનીનો દાવો છે કે નવું ન્યૂરલ એન્જિનને કારણે લાર્જ લેન્ગ્વેજ મોડેલો (LLMs)થી લઈને એપ્લિકેશન બનાવવાનું કામ સરળ થઈ જશે અને ઝડપી બનાવશે. આનો અર્થ એ છે કે લાર્જ લેન્ગ્વેજ મોડેલ પ્રોસેસિંગ ઉપકરણ પર શક્ય બનશે. મેકબુક પ્રોમાં SSD આપવામાં આવી છે તે પણ પાછલી પેઢી કરતા 2x ઝડપી છે. કંપનીનો દાવો છે કે તે 24-કલાક બેકઅપ પ્રદાન કરશે. આ સિવાય તે 150GB/s યુનિફાઇડ મેમરી બેન્ડવિડ્થ પ્રદાન કરે છે. જોકે એપલે iPhone 17 સીરિઝના લોન્ચ સમયે AI વિશે વધુ વાત કરી નહોતી, પરંતુ M5 પ્રોસેસરમાં AI અને મશીન લર્નિંગને વેગ આપવા માટે વિવિધ વિશેષતાઓ છે.
M5માં દરેક કોર પર ન્યૂરલ એક્સિલરેટર સાથે 10-કોર GPU છે. ડિસ્પ્લે 14 ઇંચ છે અને પાછલા મોડેલની તુલનમાં બદલાવ કરવામાં આવ્યો નથી છે. આ સિવાય તેમાં 12-મેગાપિક્સલનો સેન્ટર સ્ટેજ સેલ્ફી કેમેરા પણ છે, જે iPhone 17 સીરિઝમાં પણ ઉપલબ્ધ છે. MacBook Pro M5 ભારતમાં 22 ઓક્ટોબરે વેચાણ માટે ઉપલબ્ધ થશે, જેની કિંમત 170,000 રૂપિયાથી શરૂ થાય છે. Apple MacBook Pro દ્વારા AI ડેવલપર્સને ટારગેટ બનાવ્યા છે જેઓ AI વર્કફ્લો માટે શક્તિશાળી કમ્પ્યુટર ઇચ્છે છે.
સામાન્ય AI-આધારિત એજન્ટિક બ્રાઉઝર્સ એક બેઝિકત MacBook Airને પૂરી રીતે રીતે દબાવી શકે છે, એટલે કે CPUનો ઉપયોગ 100%થી વધુ થઈ રહ્યો હોય છે. એવામાં AI વર્કફ્લો પ્રાપ્ત કરવું ખૂબ મુશ્કેલ છે. જો કે, MacBook Pro M5માં આ સમસ્યાને ટાળવા માટે, કંપનીએ M5 ચિપસેટને ખૂબ શક્તિશાળી બનાવ્યું છે. ભવિષ્યમાં આ પ્રોસેસર અન્ય MacBookમાં પણ જોવા મળી શકે છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp