ગૂગલ ક્રોમ બ્રાઉઝર વાપરતા હોવ તો તાત્કાલિક અપડેટ કરી લો, સરકારે એડવાઈઝરી જારી કરી; જાણો કઈ રીતે કરવું
સરકારે ગૂગલ ક્રોમ વેબ બ્રાઉઝરનો ઉપયોગ કરનારાઓ માટે મહત્વની સૂચના આપી છે. સરકારી એજન્સી ઇન્ડિયન કોમ્પ્યુટર ઈમરજન્સી ટીમે ગૂગલ ક્રોમમાં અમુક એવી ટેકનિકલ ખામીઓ શોધી કાઢી છે જેનો ફાયદો અપરાધીઓ કે હેકરો ઉઠાવી શકે છે. એજન્સીના રિપોર્ટ બાદ સરકારે કહ્યું છે કે વપરાશકર્તાઓ તાત્કાલિક પોતાના ગૂગલ ક્રોમ બ્રાઉઝરનું લેટેસ્ટ વર્ઝન ડાઉનલોડ કરી લે.
હેકર્સ આ ખામીઓનો ફાયદો ઉઠાવીને તમારી સિસ્ટમને ઍક્સેસ કરી શકે છે અને માલવેર ઇન્સ્ટોલ કરી શકે છે. માલવેર એ એક પ્રકારનું સોફ્ટવેર પણ છે જે હેકર્સ દ્વારા જાણીજોઈને તમારી સિસ્ટમમાં ખામી સર્જવા માટે બનાવવામાં આવે છે. તેની મદદથી હેકર્સ કોઈ પણ ડેટા સરળતાથી ચોરી શકે છે. હેકર ક્યારે આ માલવેર થકી સિસ્ટમ હેક કરી લે તેની યુઝરને ખબર પણ પડતી નથી.
આવું ન થાય તે માટે ગૂગલે પહેલેથી જ એક અપડેટ જારી કર્યું છે. જેથી યુઝરે ફક્ત Google Chromeને અપડેટ કરવાની જરૂર છે. જણાવવામાં આવ્યું છે કે, ગૂગલ ક્રોમની આ નબળાઈનો ફાયદો ઉઠાવીને હેકર્સ સિસ્ટમમાં આર્બિટરી કોડ એક્ઝિક્યુશન કરી શકે છે. કમ્પ્યુટર કોઈપણ માન્ય ઇનપુટ્સ જેમ કે પાસવર્ડ્સ અને કોડ્સ જેવા કોડ વચ્ચે ભેદ પારખી શકતું નથી. જેથી જો તમે ક્રમમાં સંખ્યાઓ અથવા અક્ષરો લખો તો કમ્પ્યુટર તેને સ્વીકારી લેશે. આનો ફાયદો ઉઠાવીને હેકર્સ એન્ટ્રીને સાયબર અટેકમાં તબદીલ કરી શકે છે. ત્યારબાદ હેકર સિસ્ટમમાં કોઈપણ ખામી સર્જી શકે છે. પ્રોગ્રામ દ્વારા ડેટામાં ફેરફાર કરી શકે છે, નવા કોડ પણ દાખલ કરી શકે છે. એક રીતે સમગ્ર સિસ્ટમને હેક કરી શકાય છે.
સરકારી એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે, V8માં ટાઈપ કન્ફ્યુઝનને કારણે, Google Chromeમાં ઘણી ખામીઓ છે. ટેક જાયન્ટ ગૂગલે પહેલેથી જ ક્રોમના તાજેતરના અપડેટમાં આ ખામીઓને સુધારી દીધી છે. જેથી સરકાર દ્વારા જારી કરાયેલ એડવાઈઝરીમાં યુઝર્સને તેમના બ્રાઉઝરને અપડેટ કરવાનું કહ્યું છે.
આ બાબતની જાણકારી ધરાવતા સરકારી સલાહકારે જણાવ્યું હતું કે, ગૂગલે ક્રોમના લેટેસ્ટ બ્રાઉઝરને અપડેટ ન કરવામાં આવે તો સાયબર અટેકર્સ દ્વારા કોમ્પ્યુટર હેક થવાની સંભાવના વધી જાય છે તેમજ પર્સનલ ડેટા પણ લીક થઇ શકે છે.
સામાન્ય રીતે ગૂગલ ક્રોમને અપડેટ કરવા માટે એક પોપ-અપ આવે છે, તેની ઉપર ક્લિક કરતાની સાથે જ અપડેટ થઇ જાય છે. પરંતુ જો તમારા બાઉઝરમાં કોઈક કારણોસર આવું અપડેટ નહીં દેખાય તો આ રીતે પણ કરી શકાય છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp